Monday, 23 October 2017

અછાંદસ

હું તો ધૂળની રજ છું
અંતે ઘરામાં સમાઈ જઈશ,
ભૂલોનો ભમરડો ફરતો રહેશે,
ગમો-અણગમો પણ રહેશે,
શબ્દનો અંગારો નાનો હશે
તોય જીવન ભર બળશે,
કોઈની આંખોમાં
કોઈના ફૂલ જેવા દિલમાં,
મને-કમને હું રહીશ,
લીંબુની જેમ જ્યાં સુધી નિચોવીશ નિચોવાતો રહીશ,
નાણાની જેમ ખર્ચાઈશ જ્યાં શુધી છું ત્યાં શુધી.....
ફુગ્ગામાં હવા હશે ત્યાં સુધી ઉડશે,
પણ ફૂટવાનો તો છે છે ને.....!
આજે નહી તો.... કાલે..
ફાટેલા હોઠ પરની કકરી ચામડી બની હું પોતાને જ ખટકું,
અવાવરા કૂવા જેવો બની કાંટાઓથી ઢંકાઉ,
પાનખરની વેદનાનો સામનો કરવો પડે,
એ પહેલાં જ
મતલબ આજે અરે..! હમણાં જ!
આ ધરામાં ભળી જઈશ,
હું તો ધૂળની રજ છું ને!!

-સંદિપ આર. ભાટીયા

No comments:

Post a Comment