Monday, 23 October 2017

અછાંદસ

નથી
0
રવીન્દ્ર પારેખ
0
વધારે વધારે વધારેની ઇચ્છામાં
આપણે વધારાના થઈ જઈએ છીએ
ઘાત આપણા હાથમાં હોય છે
પણ મરવાનું આપણા હાથમાં હોતું નથી
કોઈ ઉકેલ ન આવતો હોય
એવી ગૂંચમાં જીવવાનું હોય છે
ઈચ્છા વગર જીવાયા કરે
એ ચારજિંગ પત્યા પછીના
મોબાઈલ જેવુ છે
હોય પણ કામમાં ન આવે
નેટવર્ક ના પકડાય એમ
જીવવાનું કેટલું બધું હોય છે?
આમ કોઈ કામમાં ના આવીએ
ત્યારે આપણું આપણું જીવવાનું
આવે છે
ને ખૂબી જુઓ
એમાં જીવવા જેવું કંઈ હોતું જ નથી...
0

No comments:

Post a Comment