Tuesday, 3 October 2017

ગઝલ

આટલું સૂતાં પછી બસ સુખ કે-
જાગવું જાણી ગયાં એ જૂઠ છે.

સ્વપ્નવત્ જોયું તો લાગ્યું; કે કમાલ-
આપણી સામે ય સુંદર મુખ છે!

કોઈ ક્હેતું એટલો  ઊંડે  જજે-
કોઈએ  મારેલ આ તો મૂઠ  છે.

અર્ધરાત્રીના  નહીં ચોકી  જવું--
ઠંડી રાત્રે ક્યાંથી કોયલ-કૂક છે?

એમ બેઠાં  ચંદ્રને તાકી સતત--
જાણે આજે વદ નહીં પણ સુદ છે!

----ગુણવંત ઉપાધ્યાય

No comments:

Post a Comment