Tuesday, 3 October 2017

ગઝલ

આંગળી

એકલી પાંગળી તો ઠરે આંગળી
જોડમાં સાથ મજબુત કરે આંગળી

ગઇ તુ વાદો કરી ના ફરી પરત કે 
સ્પર્શથી આજ પણ રણઝણે આંગળી

પકડવા કોશિશો એમ કરતો રહ્યો
રેતની જેમ જલદી ખરે આંગળી

એમનો થાય જ્યાંરે ઉલ્લેખ જરૂરી
આંખથી આંસુ થઇ નીતરે આંગળી

'હોશ' ચીંધૂ છુ બીજા તરફ ત્વરિત જ
તરફ મારી તુરંત ત જ ફરે આંગળી

- શ્રેયસ ત્રિવેદી 'હોશ'

No comments:

Post a Comment