ચર્મ ઉગાડે , ચર્મ ઉછેરે , ચર્મ મીટાવે , ચર્મથી નાતો અપાર
સાંઇ અમારો સબસે બડો ચમાર
નખલો લઈ આકાર આપતો .વીંગડો મારી ટીપે ,
પાણીમાં ઝબકોળ્યાં કરે તોય તરસ કદી ના છીપે !
પગથી માથા લગ ચાલે છે એનો ચરમ વ્યવહાર ,
સાંઇ અમારો સબસે બડો ચમાર !
આર ઘોચી વિંધે અલબેલું , શ્ર્વાસને દોરે પીવે ,
રાંપીથી રમખાણ મચાવી રગરગ વચ્ચે જીવે !
ત્રણ તાંતણે જોડે તોડે અને મરોડે ભ્રામિક આ સંસાર
સાંઇ અમારો સબસે બડો ચમાર
-અનિલ વાળા
No comments:
Post a Comment