તરહી ગઝલ
ગાલગાગા ગાલગાગા ગાલગા
*દોડતો કેવો રહ્યો એ દરબદર*
*જિંદગી હાંફી રહી કારણ વગર*
કસ્તુરી ની મ્હેક છે પાસે છતાં,
શોધતોએ ગામમાં કારણ વગર
યાદ રાખું છું તમો ને રોજ તો
ભૂલવાની વાત છે કારણ વગર
માણસો ઘડ્યા સરીખા તો'ય જો.
ભેદભાવો છે અહીં કારણ વગર
શીદને તું મોહમાયા માં રચે,
જિંદગીને માણ તું કારણ વગર.
ભાવિક આઇ. ધમલ
'ઇસુનંદ'
No comments:
Post a Comment