Thursday, 5 October 2017

ગઝલ

રાહ લાંબી પણ હતી સુની ડગર,
બે કદમ ના ફાસલે અટકી સફર.

કેટલા આશા ભર્યા  અરમાન થી,
તેમને ચાહ્યા હમેશા ભાવભર.

બસ હવે ભુલા પડ્યા નો ડરનથી,
આજ મારા સાથ ચાલે હમસફર.

જિંદગી પણ સો કસોટી લે ભલે,
પાર કરશે આશ મોટી રાહબર.

ભુલની માફી ગણી માંગી છતાં,
નીંદ આવી ના જરાયે રાતભર.

પીડતા સઘળા જખમને ઠારવા,
કેટલી માસૂમ કરે બોલો સબૂર.

           માસૂમ મોડાસવી

No comments:

Post a Comment