Thursday, 5 October 2017

ગઝલ

પ્રણયના પ્હેલાં પવનમાં,
હું તો પાગલ થયો છું!
નિહાળી તારૂં રૂપ,
હું તો ઘાયલ થયો છું!

પ્રિતની છે રીત તારી,
સૌથી અલગારી.
લાગે છે મુજને તું તો,
પ્રાણથીયે પ્યારી.
તું વરસે વર્ષા બની ,
તો હું બાદલ બન્યો છું.
નિહાળી તારૂં રૂપ,
હું તો ઘાયલ થયો છું!

હાથમાં લઇ હાથ તારો,
નિભાવું દુનિયાદારી.
છોડું ના સાથ તારો,
ભલે દુનિયા પડે ભારી.
મૌતને પણ માત આપી,
અનલ બન્યો છું.
નિહાળી તારૂં રૂપ,
હું તો ઘાયલ થયો છું!

પ્રણયના પ્હેલાં પવનમાં,
હું તો પાગલ થયો છું!
નિહાળી તારૂં રૂપ,
હું તો ઘાયલ થયો છું!

...............ઘનશ્યામ ચૌહાણ (શ્યામ)

No comments:

Post a Comment