પત્થર બની ભટકતો ઘડવૈયાની શોધમાં
પછડાઈ ને પડતો અણઘડ બની રોષમાં
એષણાઓના અંબારે ને અહંકારના ઓથમાં
જગાડે કોઈ ઈચ્છતો મારી ને બે અડ્બોથમાં
અમથો અમથો જ ભેરવાયો મંદિરોની બોડમાં
ને પૂજાયો પરમાત્મા બની અજ્ઞાનના જોશમાં
ઘડીને સ્થપાયો મૂર્તિ બની -તોય ના ઘડાયો
છીણી ને ટાંકણા થયા બુટ્ઠા તોય"હું"ના હણાયો
અચાનક એક'દિ ફેંકાયો અસ્તિત્વની ગોદમાં
ઉઘડી અંતર્દ્રષ્ટિ ઓશો પ્રવાહે પુરજોશમાં
હું જ છીણી ટાંકણું - હવે મારું હથોડા હોશમાં
હુ જ ફેંકુ ભરીને ટોપલા હવે મારા દોષના
"પરમ" પ્રતિમા પ્રગટી બની "પાગલ" પૂર્ણ માં
માણું હું એકલો શૂન્યના ઉદગારો જયઘોષના
રચનાકાર...... ગોરધનભાઈ વેગડ (પરમપાગલ)
No comments:
Post a Comment