આંસુ એક જીલાયુ રૂમાલે
હૈયાનું ધડકવુ જીલાયુ રૂમાલે.
દર્દ ને પીડા સહે ભલે હૈયું
પૂરાવા મળે એના રૂમાલે.
છલકતું રૂપ આ ચહેરાનું
વારે વારે લુછાયુ રૂમાલે.
ભૂલાઇ જવાય જાણી જોઇ ને
હૈયાની કોર મૂકાય રૂમાલે.
મન નાચી ઉઠે આ અનેરી પ્રીતે
ચિતરેલ મોર જ્યારે ટહુકે રૂમાલે.
ખૂશ્બુ ખયાલોની બહેકાવે ને
આખો ઉપવન મળે રૂમાલે.
જીંદગી એટલે સુખ દુઃખની કહાની
લખાય ડૂસકે ને સ્મિતે રોજ "નીલ " આ રૂમાલે.
રચના:નિલેશ બગથરિયા
"નીલ "
રાણપર
તા.ભાણવડ
જિ.દેવભૂમિ દ્વારકા.
No comments:
Post a Comment