આજ આવ્યો વરસાદ મારે આંગણે
બોલાવ્યો નહોતો ના મોકલ્યું તેડ તોયે આવી ઉભો મારે બારણે
આંગણામાં આવીને ઉભો'તો તોય મેં તો જોયું ના જોયું એ કીધું
આવ્યો છો કેમ એવું કડવું મેં વેણ એને પૂછી લીધું ના સીધે સીધું
આંગણે આવેલાને આવકારો દેવાની જૂની પરંપરાને કારણે
આજ આવ્યો વરસાદ મારે આંગણે
આંગણામાં ઉભો'તો છોને રે ઉભો એના ઉભા રહ્યાનું જાશે એળે
વ્હાલપના બોલ બે બોલું નહીં તો પછી સમજી જશે રે આપમેળે
પણ આંગણથી ઉંબર એ આવ્યોને ત્યાં જ હુંય ખોવાણી કોના સંભારણે ?
આજ આવ્યો વરસાદ મારે આંગણે
વ્હાલમની ટેવ જેવું વરતે વરસાદ ત્યારે હૈયાંને કેમ કરી વારવું ?
ઈ વ્હાલીડાએ જો વરસીને ભીંજવે તો મનમાં તે ભીંજાવું સારું
ઉમ્બરથી ઓરડામાં આવ્યો જ્યાં અંદર ત્યાં પોંખ્યો મેં હેતના ઓવરણે
આજ આવ્યો વરસાદ મારે આંગણે
- તુષાર શુક્લ
Sunday, 3 June 2018
ગીત
Labels:
તુષાર શુકલ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment