Wednesday, 6 June 2018

અછાંદસ

શમણે વહેલી જો સવારે મળી
રંગે ઝબોળેલી આજ સવાર મળી.
સૂકી કેટલીય જીવતરની પળોને
ઝાકળ મઢેલી ભીની આજ સવાર મળી.
કાળી ભમ્મર સડકે ભટકતાં ભટકતાં
પ્રકૃતિ રંગે ચિતરેલી આજ સવાર મળી.
ગૂમાવી ચૂક્યો લગભગ બધાજ રંગો
રંગ પિચકારી એ ભરી આજ સવારે મળી.
કોરી કોરી આ ચિત્રકારી હતી કયારની "નીલ "
આભાસી હોય ભલે એ હાથે પીંછી રંગીન આજ સવારે મળી.

રચના:નિલેશ બગથરિયા
              "નીલ "

No comments:

Post a Comment