Thursday, 25 October 2018

ગઝલ

પૂનમની રાત લાગે સદા યે પ્યારી
પ્રેમીઓના દિલની ખૂલી જાય ઝારી

રાસ રમ્યા'તા વનરાવનમાં કાનને ગોપીઓ
યાદ કરતાં, વહી જાય ભક્તિના વારિ

સમદર પણ હેલે ચઢી, ઉછાળે મોજા
શશી પણ નજદીક આવી, બતાવે ઉદારી

લય બદલાઈ જાય, સૃષ્ટિ તણાં ભાવનો
પૂનમ જ્યાં છંટકાવે, ચંદ્રિકા ની લ્હાણી

મનનો મોરલિયો ગહેંકે આનંદે
જ્યાં પૂનમ આવી, નિભાવે જો યારી

શીતળતા પાથરી જાય, ઉરના આંગણમાં
પ્રકૃતિનું હેત વહે, સઘળું વિસારી

તુષારકણ બાઝે હૈયાના પર્ણ પર
સઘળા દર્દ દિલમાંથી, લઈ લે વિદારી

દેવીબેન વ્યાસ -વસુધા -સુરેન્દ્રનગર

No comments:

Post a Comment