જરા સાદ પાડ્યો તો આવી ગયા હોં,
હૃદયમાં તમે છો ને દ્વારે તમે છો.
તમે દુર્ગ પર દોસ્ત, ઊભી રખાવો,
ભડાકે પછી લાગણીને તમે દો.
મને રોજ પીડાએ પકડી લીધો છે,
રમત આ નથી કે હું આપું તને ખો.
અમે તો બધા કાળા માથાના માણસ,
બતાવો તમે સાંઇ રસ્તો હવે તો.
ઝવેરાત-હીરા બધું થાય પાણી,
તું તારી જ અંદર નિહાળી અને જો.
-જિજ્ઞેશ વાળા
No comments:
Post a Comment