સાંઈ
ફકત કફની સાંધવી છે સાંઈ અમને સોય આપો,
ભાત એમાં ટાંકવી છે સાંઈ અમને સોય આપો,
પાંચ બખિયા સાથ ઇચ્છા સીવતાં સિવાઈ ગઈ છે,
જાત નોખી પાડવી છે સાંઈ અમને સોય આપો,
ડર સતત અમને સતાવે છે કપાસી થઇ જવાનો,
ફાંસ પગની કાઢવી છે સાંઈ અમને સોય આપો,
ખટઘડીની હાજરીમાં વીજળી ચમકી પડે તો,
સોય પ્રોવી રાખવી છે સાંઈ અમને સોય આપો,
કોઈ છીણી કે હથોડી કામ ના આવે લગીરે,
એક ક્ષણને ભાંગવી છે સાંઈ અમને સોય આપો,
ભીંત, ખીલાથી સવાયાં આખરી એંધાણ દેજો,
ત્યાં સમજને ટાંગવી છે સાંઈ અમને સોય આપો,
–' શિવજી રૂખડા બગસરા
No comments:
Post a Comment