ભીતરે મારો રામ વસે છે ચિંતા શાની ?
ઇશ્વરે જેનું નામ વસે છે ચિંતા શાની?
અલખ ધૂણી નેક જગાવી હૈયા પર મારે
હરખ નું આખું ગામ વસે છે ચિંતા શાની?
વાંસળીનાએ સૂર મનેસંભળાય હવે તો
એક રાધા નો શ્યામ વસે છે ચિંતા શાની?
ખૂટતી ના ધીરજ જે છે બસ શબરી જેવી
શ્વાસ હૈયા માં હામ વસે છે ચિંતા શાની?
કયાં હવે લાગે છે કૈં એકલતા જીવન મા
ગઝલ મા જ તમામ વસે છે ચિંતા શાની?
પ્રવીણ ગરવા સજનવા
No comments:
Post a Comment