શૂન્યને પેલે પાર
શૂન્યના સરવાળા સુન્યની બાદબાકી બધું શૂન્ય છે
હોઈ જન્મ મૃત્યુ ખુલ્લી હથેળી રાખી બધું શૂન્ય છે
સામ્રાજ્ય વિસ્તાર નામના મેળવી જીતી સર્વત્ર ને
શ્વાસ ને ધબકાર ક્યારે જાય ચુકી બધું શૂન્ય છે
માન મરતબો હુંકાર છવાય જવાની બધી પ્રક્રિયા
ચડી આકાશે ભોઈ પટકાય ઝૂકી બધું શૂન્ય છે
આડંબર અંચળો ઓઢી લુચ્ચાઈ શરમ નેવે મૂકી
જિંદગી અચાનક ક્યારે દે ફૂંકી બધું શૂન્ય છે
મહોરું ધારણ કરી બેવડું જીવન જીવતા માનવો
ક્યારે આવે મોતનું તેડું સઘળું મૂકી બધું શૂન્ય છે
અંત બ્રહ્માંડ આકાશ સમગ્ર કુદરતનો પ્રલય આવે
ફેરા અગણિત જાણવાનું જાય ચુકી બધું શૂન્ય છે
મધુર સંબંધ અનેરી યાદો ને સેવા તણી સુવાસો
'હેમ' આ સર્વ શૂન્યને પેલે પાર મૂકી બધું પુણ્ય છે
ડો.હેમેન્દ્ર જોશી
No comments:
Post a Comment