Thursday, 1 December 2016

ગઝલ

તને ક્યાં ખબર છે.?
દવા   બે-અસર છે.

અજાણ્યું નગર છે,
અજાણી  સફર છે.

મને  યાદ આવી,
તું  આઠે  પ્રહર છે.

જીવન એટ્લે બસ,
વ્યથાઓ નું ઘર છે.

પ્રથમ મ્હોરતા શીખ,
પછી   પાનખર  છે.

નથી  'મેઘ'  મરતી,
કે  આશા અમર છે.

મેહુલ ગઢવી 'મેઘ'

No comments:

Post a Comment