Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
ગઝલ
મેઘ વરસે. અંગ તરસે.
તારું મળવું, દુ:ખ હરશે.
મુખ મલકે, મોતી ઝરશે.
આંખ ખોલે, બિંદુ ખરશે.
લોક લાજે, બહુ જ ડરશે.
લોક એવાં, વાત કરશે.
પ્રેમ નામે, આ તો મરશે.
-- દેવેન્દ્ર ધમલ
No comments:
Post a Comment