કબરમાં શ્વાસ સાથે પણ હવે યારી નથી કરવી.
ફરીથી એજ આ સોબત હવે તારી નથી કરવી.
નહીં ખોલી શકું હું આ, હૃદયના ભેદનું તાળું,
મુસીબતને લગાવીને ગળે પ્યારી નથી કરવી.
કરી છે ભ્રૂણ હત્યાઓ, હૃદયમાં મારી ઈચ્છાની,
મને નાદાન રહેવા દો, સમજદારી નથી કરવી.
મળ્યો છે બેવફાઈનો અનોખો જ્યારથી ખિતાબ,
હવે તો ખુદની સાથે પણ વફાદારી નથી કરવી.
થઇ ભાવુક પસ્તાયો હૃદય આ મીણનું રાખી,
હવે સર્જક હૃદયની પણ તરફદારી નથી કરવી.
-ગૌતમ પરમાર "સર્જક",
-(મોરબી જિલ્લા સાહિત્ય વર્તુળ)-
No comments:
Post a Comment