સફર--
ક્યારેક એવું પણ બને
સરકતા જતા રસ્તા પર
આપણે જ આપણા
પડછાયાને કચડતા
વિભાગોમાં છૂંદતા
ચિચિયારીઓ પાડતા
સદીઓથી દોડતા હોવાના
ભ્રમમાં હોઈએ
અને
અચાનક જ
આપણામાં બેઠેલા પ્રવાસીઓ
ચડ-ઉતરની ધક્કામૂકી કરતા
એકી સાથે
રસ્તા પર કૂદી પડે
અને ખાલી ટ્રેન જેવા આપણે
સમાંતર પાટાઓની
ખાલી જગ્યા પૂરાવાના પ્રયત્નોમાં
પૂલ પરથી ગબડી
સૂક્કી ભઠ્ઠ રેતીમાં
ખૂંપી જઇએ.
સુધા મહેતા 'શુભદા'
No comments:
Post a Comment