Thursday, 1 December 2016

ગઝલ

બધા મિત્રોના દિલમાં તો વિભાજીત થઈ ગયો છું હું;
ને દુશ્મન એમ સમજે છે કે ખંડિત થઈ ગયો છું હું !

પ્રયત્નો લાખ એ કરશે મને વિખેરવા વંટોળ;
કે એને જાણ થઈ ગઈ છે સુવાસિત થઈ ગયો છું હું.

હવે એ વાતો વાતોમાં ય મારું નામ લઈ લે છે;
એ પથ્થર દિલ છે ને એના પર અંકિત થઈ ગયો છું હું.

ઓ દુશ્મન !! આપનો આભાર ભુલાશે નહીં કો' દી';
બધે બધ ઘેર બેઠા આજ ચર્ચિત થઈ ગયો છું હું.

મુસિબત છો ખડક,જંગલ કે આવી ધોધના રૂપે;
નદી છું મારી રીતે ત્યાં પ્રવાહિત થઈ ગયો છું હું.

રવિ દવે 'પ્રત્યક્ષ'

No comments:

Post a Comment