Wednesday, 5 April 2017

ગઝલ

હોઠે માર્યા તાળા મીઠા આંખોના ઈશારા માટે,
શબ્દો કેરા કાજળ કીધા આંખોના ઈશારા માટે.

હું બોલું તો એના સમજે એ બોલે તો હું ના સમજુ,
તો પણ હૈયે હૈયા દીધા, આંખોના ઈશારા માટે.

સીધો સાદો હું ના સમજુ એની નમણી ઊંડી વાતો,
સમજણ જેવા  ચશ્માં લીધા આંખોના ઈશારા માટે.

આંખો છલકે સાગર થઈને હું ડૂબું છું માણસ થઈને,
ડૂબતા ડૂબતા મેં પણ પીધા, આંખોના ઈશારા માટે.

દિવસ, સંધ્યા, રાતો વીતી એને જોવાને પીવામાં,
જીવન ટૂંકું મોટી દુવિધા આંખોના ઈશારા માટે.

હાર્દિક પંડ્યા 'હાર્દ'

No comments:

Post a Comment