[4/5, 8:08 PM] +91 73591 80528: સન્નાટાનો એ શાંત શોર હતો
એક મધુર મૌન પગરવ હતો
શુષ્ક પર્ણોની ઝાંઝરમાં સાંભળો
નિસર્ગ નૃત્યનો જ કલરવ હતો
ભવ્ય ભેદ ચિરતી ખામોશીમાં
નિરવતાનો જ રમ્ય રવ હતો
ને ભવ્યતાથી ભરપૂર તેથી જ
આ વર્તમાન ક્ષણનો ભવ હતો
તહેવાર જેવું તો કઈ હતું નહિ
તોય ભીતર એક ઉત્સવ હતો
નભની ફેલાયેલી અસીમ બાહોંમાં
એ પ્રકૃતિનો જ પ્રેમ પ્રસ્તાવ હતો
આ તે કેવી "પરમ" પીડા આવી
ખુશીનો "પાગલ" અવસર હતો
સન્નાટાનોજ એ શાંત શોર હતો
એક મધુર મૌન પગરવ હતો
શુષ્ક પર્ણોની ઝાંઝરમાં સાંભળો
નિસર્ગ નૃત્યનો જ કલરવ હતો
ભવ્ય ભેદ ચિરતી ખામોશીમાં
નિરવતાનો જ રમ્ય રવ હતો
ને ભવ્યતાથી ભરપૂર તેથી જ
આ વર્તમાન ક્ષણનો ભવ હતો
તહેવાર જેવું તો કઈ હતું નહિ
તોય ભીતર એક ઉત્સવ હતો
નભની ફેલાયેલી અસીમ બાહોંમાં
એ પ્રકૃતિનો જ પ્રેમ પ્રસ્તાવ હતો
આ તે કેવી "પરમ" પીડા આવી
ખુશીનો "પાગલ" અવસર હતો
ગોરધનભાઈ વેગડ (પરમપાગલ)
No comments:
Post a Comment