Wednesday, 5 April 2017

ગઝલ

******
પ્રેમમાં પાગલ થયા એવાં અમે,
કાયમ હવે,પાયમાલી થઇ ગઈ.

આ નથી કોઈ ગુન્હો,છે લગન;
જાત લોકોની મવાલી થઇ ગઈ.

લાગણીઓ બળવતર લાગી થવાં,
વગર હાથે,આજ તાલી થઇ ગઈ.

મેં ભરેલો જામ આખો વિરહમાં,
ઈંતજારે આપના પ્યાલી થઇ ગઈ.

જીંદગી કેવી હતી ભરપુર આ
તમ વિનાની સાવ ખાલી થઇ ગઈ.

@નટવર ટાંક.

No comments:

Post a Comment