પ્રિયે! ઓતરા- ચિતરાનાં તડકામાં ક્યાંક કશે તો મળીએ,
સૂરજ ઉપર ચારો ચરતી બકરીનું બેં ધ્યાન દઇ સાંભળીએ...
અગમ-નિગમનાં તાવ-તરિયામાં કાળીજીરી શુ કલ્પન ફાંકી લઇએ,
લલ્લુપંજુ ભાષા નથી કૈં આપણ દસમા વેદે ભણંત દોહો છઇએ !
કોઇ ચિતરેલાં ઝરણાં પીને જીવતર ગાળે એમાં કેવો જીવ કપાતો કળીએ?
સ્મરણોનાં ધુમ્મસમાં નાખી હાથ આપણે નવુંનસ ઝળઝળીએ...
તડકા ઉપર તડકા ઉપર થડકા મૂકી બોળાંહરણાંઓની એક વારતા કરીએ
રેશમવરણાં ગાલ ઉપરથી પથ્થર થઇને પા પા પગલે દડદડ દડદડ ખરીએ...
બોર બધાં વેચાઇ ગયા પણ ક્યારુનો જીવ બધાંનો ચોંટ્યો છે કાં ઠળિયે?
અમે અમલદે પૂછ્યું તમને ત્યાં તો બોલ્યું લોક હજુયે કાં ના પૂગ્યો તળિયે ?
અનિલ વાળા
No comments:
Post a Comment