Tuesday, 25 April 2017

ગઝલ

જીંદગીમા નીર માફક, ચાલવાનું થાય છે
અંત વેળા સાગરોને, પામવાનું થાય છે

રૂપ ધારે છે હરણનું, કૈંક ઈચ્છાઓ ભલા
ઝાંઝવા પીધા પછીયે, જીવવાનું થાય છે

યાદ આવે છે તમારી, સાંજવેળા એ સદા
ને પછી તો રાત આખી, જાગવાનું થાય છે

રાહ લાંબી ચાલ ધીમી, છે સમય ટુંકો હવે
શિખરોને આંબવામા, દોડવાનું થાય છે

ક્યાં મળે છે ઈચ્છા મુજબના, ધોરણો અભ્યાસ મા
એક માટે બીજુ સઘળું, ત્યાગવાનું થાય છે

ઇશ
સતીષ નાકરાણી  સાવર કુંડલા
(અભિનવ સાહિત્ય સભા)

No comments:

Post a Comment