Tuesday, 25 April 2017

ગીત

Thoda Sudhara Sathe Mari Juni Rachna

હૈયે થી સળગ્યા અમે
કેમ કરી ઠરી એ રે

માથે થી તો મક્કમ રહ્યા
અંતર થી વલોવાયા રે..... હૈયે થી

જાત રે જલાવી અમે
મોઢે તાળાં માર્યા રે..... હૈયે થી

વેદના વધી ગઈ જ્યારે
ત્યારે શબ્દે ઊતર્યા રે.... હૈયે થી

છળ રે કપટ ની સામે
નેકી ટેકી પણ હાર્યા રે.. હૈયે થી

સાચા મનખાને શામળા સજા નવ દેજે
એના જીવન રાખજે સતીષ કે'ભર્યા રે... હૈયે થી

                                       - સતીષ સખીયા

No comments:

Post a Comment