*==+== મંગલ કામનાઓ ==+==*
આ કારતકમાં કુળદેવી સર્વ કાર્યારંભ દે
ને માગશરમાં મસ્ત મિત્રો માનથી મોટો કરે
આ પોષ માસે પ્રેમલક્ષ્મી, પુણ્યલક્ષ્મી વેશમાં,
ને પુણ્ય કાર્યોથી પ્રસિધ્ધિ પામશો પરદેશમાં
આ માધ માસે મોહમાયા ને ભરમ સૌ છૂટશે,
ને ફાગણે લીલો લહરતો ફાલ ખેતર ફોરશે
આ ચૈત્ર માસે ચોગણી ચારે તરફ ચાહત વધે.
ને પ્રેમની ઋતુ જીવનમાં વિસ્તરી જાજો બધે.
આ માસ વૈશાખે વહાલાં વાત - વેવારો વધે
ને વંશનું વટવૃક્ષ ફળજો મોજમાં રે'જો બધે.
આ જેઠ માસે જાતરાથી જીવ તારો જંપશે.
ને જ્ઞાનની ગંગા અષાઢે આતમાને તારશે
આ શ્રાવણે સમૃધ્ધિ સાથે શુભલક્ષ્મી વાસ હો
ને ભાદ્રપદમાં પિતૃઓની મ્હેરથી વ્યાપાર હો
અશ્વિનમાં કુટુંબમાં સુખ શાંતિ સાથે સંપ હો
ને બાળકો અભ્યાસમાં અવ્વલ ક્રમાંકે આવજો.
સૌની કલમ વખણાય એવી ઉમદા, સક્ષમ રહો
'મંથન' મનાવે કુળદેવી કે બધાને લ્હેર હો.
== મંથન ડીસાકર (સુરત) છંદ : હરિગીત
Monday, 23 October 2017
બારમાસી
Labels:
મંથન ડીસાકર
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment