Monday, 23 October 2017

ગઝલ

તડપતા આ દિલને,ઠરાવી ના શક્યો,
હતો પ્રેમ તોયે નિભાવી ના શક્યો.

મુહબબત કરી છે મેં હદથી વધારે,
ગજબ છે પ્રેમ ને હું જતાવી ના શક્યો.

સદા રાખું છું બારણાંઓ ઉઘાડા,
છતાં, આવકારો અપાવી ના શક્યો!

એ ગમ્યાં, હૃદયમાં વસી ગઇ છે હરક્ષણ,
છતાં નામ એનું, લખાવી ના શક્યો.

ચહું છું સલામત સમય 'તૃપ્ત' આજે,
ચહું તોય મારા બનાવી ના શક્યો.

તૃપ્તિ ત્રિવેદી 'તૃપ્ત'

No comments:

Post a Comment