Monday, 23 October 2017

ગીત

ઉનાં ઉનાં શ્વાસ ,આશ ને પ્યાસ વચાળે
ફેર ફુદરડી ફરતી ફરતી
લાલ ગુલાબી છોકરીયું લ્યોઈ હાલી,,,,
દરિયા જેવા ગામ નામ ને ઠામ હલેસી
હાલક ડોલક કરતી કરતી
લાલ ગુલાબી છોકરીયું લ્યો હાલી,,,,

પ્રેમ ટચાકા વાગે ને ખીસકોલી જાગે
માગે ઝાકળીયું લૂમઝુમતું પાન
કોલાહલ છાતીનો હોઠે આવે
લાવે સ્પર્શ સ્પર્શ માં તરતું  ભાન
પીઠ ઉપરનો હાથ બાથ ને સાથ ભૂલાવી
મંદ મરકણું  હસતી હસતી
  લાલ ગુલાબી છોકરીયું લ્યો હાલી,,,,

અંધારા કુવાના તળિયે દીવો જોયો
ખોયો સુરજના સપનાનો દેશ
રેશમિંયા પડછાયાની વણઝારું હાલી
ઠાલી ઠાલી અમને લાગી અંદર ઠેંસ
તારલિયાની રાત, ભાત ને વાત ભૂલાવી
ઝરમર  ઝરમર ઝરતી ઝરતી
લાલ ગુલાબી છોકરીયું લ્યો હાલી,,,,

--- . વંચિત કુકમાવાલા

No comments:

Post a Comment