ભરાવાળી મારી માનું ગીત
દમયંતી મકવાણા
ઘરથી છેટે ઘર માથે લઇ લાકડા વીણતી જાય
હમણા આવું હમણા આવું અમને કહેતી જાય
લાકડાં લીલાં સૂકાં સીમમાં લેવા જાતી
બાવળ છાલે ભારો બાંધી ધડીક થંભી જાતી
સીમ વળગે આંખ એની દૂર લંબાતી જાય
ઘરથી છેટે ઘર માથે લઈને....
એ ખેડૂત વીરા સાંઠા કાપવા મને આપો
બાળક મારા ઘેર રસની રાહે મનમાં થાપો
વાટ જોતી જુવાર સાંઠે સાદ કરતી જાય
ઘરથી છેટે ઘર માથે લઈ....
ધગધગ ધરતી એવી તપતા વાયુ ઘેલા
સીમાડેથી ચાલતા ડગે પરસેવાના રેલા
હાફે પાદર પડખે રાખી વિસામો લેતી જાય
ઘરથી છેટે ઘર માથે લઈ....
ભાગલા પછી પાડે પહેલો સાંઠે મને આપે
સૌની સામે મારી એવી છાપ મજાની થાપે
ધર આખું ફરતું એની સાથે બદલતી જાય
ઘરથી છેટે ઘર માથે લઈ.....
No comments:
Post a Comment