Tuesday 24 July 2018

૪, ગઝલ

ફૂલ ને ફોરમ   મળી.
એ વળી મોઘમ મળી.
ખોળવા ગ્યો'તો અમાસ.
ને   તરત   પૂનમ  મળી.
આંખ પણ સુંદર હતી.
પરંતુ  ઓજલ  મળી.
ફૂલ પાસે થી ફકત.
મહેક ચોગરદમ મળી.
ઉપાડી ને લઈ  જશે.
જીંદગી હમદમ મળી.
પ્રેમ નાં આ નગર માં.
નફરતો ની રસમ મળી.
હા કહું ત્યાં તો તરત.
એમની જ કસમ મળી.
ગમ ખુશી આંસુ સ્મિત.
"રશ્મિ"ને જ રકમ મળી.
-ડૉ.રમેશ ભટ્ટ"રશ્મિ"

અવ્યવસ્થા ની મજા લે.
દુખ વ્યથા ની મજા લે.
જોઈએ જો નેહ સાચો.
વહાલ વફા ની મજા લે.
ભલે ને ભૂલી જજે પણ.
હાલ કથા ની મજા લે.
સંઘરેલો સાપ છું હું.
ઝેર જથ્થા ની મજા લે.
તો જ મળશે નવું અલ્યા.
જુલમ જફા ની મજા લે.
યાદ"રશ્મિ"તો જ રહેશે.
ફના ખફા ની મજા લે.
-ડૉ.રમેશ ભટ્ટ"રશ્મિ"

છબી પણ બોલી શકે
રહસ્યો ખોલી શકે
હવા ને પણ કવિ તો
ત્રાજવે તોલી શકે
ઘાવ જેવી યાદ જે
હૃદય ને છોલી શકે
ને ચડે એને   નશો
ઝાડ પણ ડોલી શકે
કવિતા નો કાગડો
'રશ્મિ'ને ઠોલી શકે
-ડૉ.રમેશ ભટ્ટ'રશ્મિ'

એમ મન માને નહીં
વાત ને  તાણે નહીં
ડરે જે મઝધાર થી
મોજ એ માણે નહીં
હાથ ની રેખા જૂએ
પરિશ્રમ જાણે નહીં
લાડવા લીધા કરે
કોઈ ની કાણે નહીં
જો મળે સારો સમય
એ મળે નાણે નહીં
શરમ'રશ્મિ'આંખ ની
ફક્ત ઓળખાણે નહીં.
-ડૉ.રમેશ ભટ્ટ"રશ્મિ"

ગઝલ

🌳માનવીથી મોટું સત્ય નૈ🌳
ડૉ.સત્યમબારોટ

સ્વર્ગ ધરતી પર સદા લાવી શકું,.
રોતા બાળકને હું હરખાવી શકું.

માનવીથી કોઇ મોટું સત્ય નૈ ,.
વાત જગને એ જ સમજાવી શકું.

શોખ, રણ કરવા કદી રાખ્યો નથી,.
ઝાડ ધરતી પર સદા વાવી શકું.

ભૂલ, ભૂલીને બધી માનવ તણી,.
હોય જેવો એ જ અપનાવી શકું.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳

Monday 23 July 2018

3, ગઝલ

🌳🌳કામમાં આવી શકું🌳

ડૉ.સત્યમબારોટ

ગાલગાગા ગાલગાગા ગાલગા

માનવીમાં પ્રેમને વાવી શકું ,.
વેરને દિલમાં જ દફનાવી શકું.

શ્વાસ છે આ જિંદગીમાં ત્યાં સુધી,.
પ્રેમની હેલી જ વરસાવી શકું.

હંસ જેવી જિંદગી જીવું સદા,.
પ્રેમમાંથી વેર અલગાવી શકું.

દર્દના દરિયા મળે વાંધો નથી,.
જાત આખી તોય હરખાવી શકું.

સુખની ચિંતા હું કદી કરતો નથી,.
દર્દને સુખમાં જ બદલાવી શકું.

હું હૃદયને એટલું પામી શકું,.
કામમાં સૌના સદા આવી શકું.

જે નથી એ શોધવું શું કામનું,.
જે મળે એને જ અપનાવી શકું.

ડૉ.સત્યમબારોટ

🌳જાત શંકરમાં લટલાવી શકું🌳

ડૉ.સત્યમબારોટ

ગાલગાગા ગાલગાગા ગાલગા

જાતમાં શંકરને સર્જાવી શકું,.
તો બધાનાં દિલને હરખાવી શકું.

જાત મારી એટલી ખોદી શકું,.
માણસોમાં માનવી વાવી શકું.

એટલી હું જાત ને બાળી શકું,.
જાતમાં હું કુદરત પ્રગટાવી શકું.

જે બળી શકતાં નથી એ ભાવને,.
એટલા ઊંડે હું દફનાવી શકું.

મૂળ લગ પ્હોચી શકું હું દર્દના,.
એટલી હું જાત લંબાવી શકું.

જેમનાં કર્મે લખાયું છે દરદ,.
એમનાં એ દર્દને અપનાવી શકું.

દર્દની પણ જિંદગીમાં સુખ કરું,.
સ્વર્ગથી ગંગા નવી લાવી શકું.

ઝેરનાં દરિયા બધાએ પી જવા,.
જાતને શંકરમાં વટલાવી શકું.

ડૉ.સત્યમબારોટ

🌳🌳વટલાવી શકું🌳🌳
ડૉ.સત્યમબારોટ

દર્દને પણ દર્દ સમજાવી શકું,.
પ્રેમમાં પણ પ્રેમ ને વાવી શકું.

ભાગ કોઇના સુખમાં ના રાખવો,
કોકનું હું દર્દ અપનાવી શકું.

ધર્મ જાતીમાં ન સૌને બાંધવા,.
પ્રેમમાં દુનિયા જ વટલાવી શકું.

રણ સૌના દિલમાં ન આવે સામટું,.
ઝાડ એવું એક ઊગાવી શકું.

ઝૂંટવીને કોક નું સુખ શું કરું,.
એક સુખ સાચું જ પ્રગટાવી શકું.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳

Sunday 22 July 2018

ગઝલ

🌳🌳કુદરત એને ઢાળે છે🌳
ડૉ.સત્યમબારોટ

દુખમાં પણ જે સૌના વચનો પાળે છે,.
જીવન આખે આખું એના ફાળે છે.

રેખાઓને જીવનમાં જે ટાળે છે,
કુદરત એને કુદરતમાં પણ ઢાળે છે.

કર્મોમાં જાતોને જેવી ઢાળે છે,.
માણસ એનું જીવન એવું ભાળે છે.

આકાશે ઉડતાં હો ચાહે પંખીડાં,.
જીવ એનો તોયે એના માળે છે.

વેવારોમાં રાજા કેવો કાચો છે,.
ઊંટે ઊંટે જાતું, ડૂચા ખાળે છે.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳

Saturday 21 July 2018

૫,ગઝલ

કચ્છની કાળઝાળ ગરમીનો તપતો તપ,
નદીનાળાને પશુપંખીઓનો ડુંફાભર્યો ઝંખવાટ,

મીટ મંડાણીતી ખડતલ ખેડૂની નભ પર,
પરસેવાથી રેબઝેબ ભુમીનો પણ ઉકળાટ,

ધખતો તપ ને ઊડતી ડમરી કરે ડંફાસ,
વિસામો લેતા મોરલાનો વસમો થ્યોતો વસવાટ,

ઘૂઘવાતો ચમકાતો આવ્યો પાલખીમાં ,
ડણકથી ગજવ્યો તે ઓ સાવજના વટ,

હરખાતે મલકાતે કુદયા નાચ્યા સૌ,
સુણી મેહુલાની મધુર ધુનનો સૂસવાટ,

મેઘધનુષની સુંદરતા ગગનમાં ચડી,
જાણે સુંદરીના લલાટે લટકતી કોઈ લટ,

બૂંદો ગટગટાવી કૂંપળો ચીરે આ ધરતી,
મૃત જગતમાં થયો નવજીવનનો સળવળાટ !!

- નિતેશ મહેશ્વરી

જગાવી બુદ્ધત્વ લલાટે, સ્વંયપ્રકાશિત બન,
ખુદને બાળસે જ, કાઢી ફેંક મિથ્યાભિમાન,

પાનખરને ભૂલ, વધાવ ખીલેલી વસંતને,
વીતી જાશે આ પણ, જીવી લેજે વરતમાન,

ફ્લેટવાળા જ સુખી શુ? ઉઘાડ આંખ તારી,
દેખ નભ નીચે ખુલા સુતેલા મહેમાન,

છે સમયના ખેલ, છત્રીથી બચતા તપથી,
શોધી રહ્યા 'માઘ'માં, ભાનુના આગમવાન,

કોકિલા તો સંભાળસે બચ્ચા, થા મા કાગડો,
સફળતા એક હાથે પામ તું; જાળવીને સ્વમાન,

નાના મુખના બળાપા, ગઝલમાં 'નજર' ,
વાંચન કરતા શેરનું, અમલ કરાવે કીર્તિમાન.

- નિતેશ મહેશ્વરી

ફૂલોની સુવાસ, અત્તર માં પડે,
માશુકાને સ્નેહ, પ્રભુને પણ ચડે,

એ જ ડાળના કાંટા, લોકોને નડે,
ચુભે ને ત્યજાય,જે વાળ્યા ન વળે,

કમળની સૌંદર્યતા, કાદવમાં જડે,
કુદ્રષ્ટિને તો, ચંદ્રમાં પણ ડાઘા નડે,

ખોદતાં ખાઈ, કોલસા જ મળે,
પુરુષાર્થને, એમાં પણ હીરા જડે,

ગ્રહો ફરી જાય ધરમૂળથી જો,
'નજર' માણસ જ માણસને ન નડે.

- નિતેશ મહેશ્વરી

બાળજીદ અને પિતાના કટુ ઠપકા સામે લડી ના શકો,
બાહુબલીનો બળવો સમાવવો પડે તમે લડી ના શકો

ચીરી નાખે છે સંબંધોના કાચઘર; ખારા શબ્દોનું કંપન,
સ્વજનોના છોડેલા આ શબ્દબાણ સામે તમે લડી ના શકો

હે શ્રદ્ધાથી;અડગ રહી સામી છાતીએ ચાલનારા માનુષો,
પાછળથી ઘા કરનાર કપટી દુશ્મન સામે લડી ના શકો

ગૂંગડાતો ડુસ્કો ઉતારી, પાંપણમાં બુંદો છુપાવવી પડે,
કરુણ હ્દયથી; બતાવી વેદનાઓ તમે લડી ના શકો

મથી રહ્યો છું શોધવા મુજમાં મુજને; અશુદ્ધિ ભરમાર,
નિજ શુદ્ધિ કાજે હોમાવું પડે, પર શુદ્ધિથી લડી ના શકો

~ નિતેશ મહેશ્વરી

ફૂંકાયું પવન ને ઝટ હું ઓલવાઈ ગયો,
દીવડારૂપી માણસ અસ્તિત્વ ગુમાવી ગયો,

લાત મારી રેતમ્હેલ પર ક્રૂરતાથી એવી,
સર્જન પહેલા જ મને એ સઁહારી ગયો,

રાગ, દ્વેષ, દંભ, કપટને ઓગાળી ગયો,
ને પાછો પ્રેમ, કરુણા,લાગણીને મારી ગયો,

સૂકું બળતણ ભલેને હોય, ન ઉર્જા તોય,
પણ ચિનગારીથી પાણીમાં સળગાવી ગયો,

ક્ષણભંગુર નો'તો કાંઈ, હ્રુષ્ઠપૃષ્ઠ કૂંપળ,
એ ખીલતા પુષ્પને પણ કરમાવી ગયો,

બુંદો પાંપણોને જ વળગી રહી છતાં પણ,
હૃદયને એ ચોધાર આંસુએ રડાવી ગયો,

લડવા નિકળ્યોતો જગથી સ્વજનો સહ હું,
'નજર' એ મુજને મુજથી જ હરાવી ગયો.

- નિતેશ મહેશ્વરી

Wednesday 11 July 2018

ગઝલ

ઘણાં સમય બાદ અવતરેલી ગઝલ....

મનમાં મનમાં કોને ધારી બેઠા છો!
દરિયા જાણે સાત ડુબાવી બેઠા છો

પાણી ઉપર પગલાં પાડી બેઠા છો
પથ્થરમાંથી દેવ બનાવી બેઠા છો

અજવાળાને ઓઢી આવ્યા છો ઘરમાં,
જાણે સુખનો સૂરજ વારી બેઠા છો

જેને પીડા સાથે લેણાદેણી છે,
એવા જણમાં ખુદને હારી બેઠા છો

મારા નામે કેવળ થોડી ગઝલો છે,
આખી દુનિયા ઠોકર મારી બેઠા છો

મારા ચરણો તપવાના છે એ બીકે,
રસ્તે રસ્તે વૃક્ષો વાવી બેઠા છો

.... વર્ષા પ્રજાપતિ ઝરમર

Tuesday 10 July 2018

ગઝલ

🌳શંકર તણો અવતાર🌳
ડૉ.સત્યમબારોટ

ગાલગાગા ગાલગાગા ગાલગા

કાળને પણ શ્વાસ હું દેનાર છું,.
કાળનો પણ કોળિયો કરનાર છું.

જાણતો ના તું મને હું કોણ છું,.
હું સદા શંકર તણો અવતાર છું.

છે બધાં દરિયા, સરોવર ને નદી,.
એ બધું જળ થઈને હું વ્હેનાર છું.

બીજ,વૃક્ષો, વેલને ફળ,ફૂલના,.
ગર્ભનો પણ હું નવો કિરદાર છું.

જે બધાં રોજે નવાં સર્જાય છે,.
હું જ જડ ચેતન તણો આકાર છું.

શ્વાસથી ચાલે સદા ધરતી બધી,.
જન્મ સૌને હું સદા ધરનાર છું.

હું બધાનો આખરી કિરતાર છું,.
ને બધાનો માનિતો ભરથાર છું.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳

ગઝલ

🌳શંકર તણો અવતાર🌳
ડૉ.સત્યમબારોટ

ગાલગાગા ગાલગાગા ગાલગા

કાળને પણ શ્વાસ હું દેનાર છું,.
કાળનો પણ કોળિયો કરનાર છું.

જાણતો ના તું મને હું કોણ છું,.
હું સદા શંકર તણો અવતાર છું.

છે બધાં દરિયા, સરોવર ને નદી,.
એ બધું જળ થઈને હું વ્હેનાર છું.

બીજ,વૃક્ષો, વેલને ફળ,ફૂલના,.
ગર્ભનો પણ હું નવો કિરદાર છું.

જે બધાં રોજે નવાં સર્જાય છે,.
હું જ જડ ચેતન તણો આકાર છું.

શ્વાસથી ચાલે સદા ધરતી બધી,.
જન્મ સૌને હું સદા ધરનાર છું.

હું બધાનો આખરી કિરતાર છું,.
ને બધાનો માનીતો ભરથાર છું.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳

ગીત

શ્યામ એકવાર ગોકુળ પધારજો...
રાધાની પીડાનું નામ તમે રાખો તો 'મોરપીંછ સરનામે' રાખજો...
શ્યામ એકવાર ગોકુળ પધારજો...

ઓધવજી સંગ તમે મેલ્યા સંદેશા કે 'કાહ્નાને બધુયે યાદ છે'
જશોદાનું માખણ ને ગોપીના કામણ ને રાધા તો સૌથી અપવાદ છે
તમને તો કુબજાનો લાગ્યો શું રંગ? કદી રાધાની પીડા સંભારજો... શ્યામ એકવાર ગોકુળ પધારજો...

આજે પણ જમનાના નીર હજી સુક્કા છે, સૂનુ છે વૃંદાવન ધામ રે
એવા તે કેવા તમે કીધા હેવાયા કે ડાળ ડાળ ગુંજે છે 'શ્યામ' રે
ગાયોના ધણ હજી ભટકે છે શ્યામ, તમે વાંસળીના સુર છેડી વાળજો...
શ્યામ એકવાર ગોકુળ પધારજો..

ઘેલી ગોપી તો હજી ઝબકે છે મધરાતે, વ્રજમાં રમાય જાણે રાસ રે
એને તો રાચવું છે મનગમતી પીડામાં, છોડીને જગની મરજાદ રે
ૠણાનુંબંધ તમે વીસરી ગયા છો શ્યામ, જન્મોનું સગપણ નિભાવજો...
શ્યામ એકવાર ગોકુળ પધારજો...

........ વર્ષા પ્રજાપતિ ઝરમર

Thursday 5 July 2018

૧૦, ગઝલ

[7/6, 6:56 AM] Satym Barot New: 🌳🌳🌳🌳🌳🌳🌳
ડૉ.સત્યમબારોટ
ગાલગાગા ગાલગાગા ગાલગા

પ્રેમમાં એવી હવાઓ વાય છે,.
જિંદગી તો પ્રેમમાં ધોવાય છે.

જો મળી ગ્યો જિંદગીનો પ્રેમ તો,.
પ્રેમના ગીતો ખુદા પણ ગાય છે.

પ્રેમ જેવું પામતાં પ્હેલાં મને,.
દર્દ જેવું કંઈક તો સમજાય છે.

સુકવી નાખી બધી મેં જિંદગી,.
તોય શું છે રોજ જે તરવાય છે.

ચાખવો જો હોય તારા પ્રેમને,.
દર્દમાં મીઠો સદા પરખાય છે.

મેં નથી દેખી કદી પારસમણિ,.
પણ દરદ અડતાં જ સોનું થાય છે.

જે નથી કરતો કદર આ પ્રેમની,.
સોળના ભાવે સદા વેચાય છે.

ભેદ કરતો હોય છે જે પ્રેમમાં,.
ભર બજારે રોજ ઠેબા ખાય છે.

ધર્મના વાદે રહ્યો જે માનવી,.
એ સદાયે નર્ક ભેગો જાય છે.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳
[7/6, 7:00 AM] Satym Barot New: 🌳દેશ ખાડે જાય છે🌳

ડૉ.સત્યમબારોટ

ગાલગાગા ગાલગાગા ગાલગા

વોટ સાથે માનવી વેચાય છે,.
એટલે આ દેશ ખાડે જાય છે.

વોટ માટે જે બધાં લલચાય છે,.
એ બધાં નેતા નકામા થાય છે.

આ પ્રજાથી પ્રેમ જેને હોય ના,.
એ બધાં ખોટાં અહીં હરખાય છે.

ભોટ જેવાં દેશમાં નેતા,. પ્રજા,.
એક બીજાને મળી અથડાય છે.

જ્યારથી આ દેશમાં નેતા થયાં,.
ત્યારથી ભોળી પ્રજા કચડાય છે.

ડૉ.સત્યમબારોટ
🌳🌳🌳🌳🌳🌳🌳🌳

જો પ્રજા દુખમાં ઘવાતી હોય તો,.
મીજબાની કેમ ત્યાં ઉજવાય છે.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳
[7/6, 7:00 AM] Satym Barot New: 🌳🌳જિંદગી ધોવાય છે🌳
ડૉ.સત્યમબારોટ

માનવી વાણી થકી પરખાય છે,.
ને જુઠાઓ ધૂળ ભેગા થાય છે.

ભીડમાં જે કામ આવે આદમી,.
લોકમાં વેવારુ એ ક્હેવાય છે.

બોજ બનતો જાઉ છું આ જાત પર,.
ને બધી આ જિંદગી ધોવાય છે.

દર્દ  આવે   જિંદગીનું   સામટું,.
તો મજાથી જિંદગી જીવાય છે.

હોય તારો સાથ તો જગથી લડું,.
એકલાથી ક્યાં કશું સ્હેવાય છે.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳
[7/6, 7:00 AM] Satym Barot New: 🌳🌳પ્રજા લૂંટાય છે🌳
ડૉ.સત્યમબારોટ

ગાલગાગા ગાલગાગા ગાલગા

દેશનું ક્યાં માન પણ સચવાય છે,.
દેશ મારો રોજ ખાડે જાય છે.

છાશવારે ચૂંટણીઓ થાય છે,
આસમાની રોજ વાતો થાય છે.

લૂંટવા આતુર થયા નેતા બધાં,.
ને પ્રજા ગાંડી બની લૂંટાય છે.

કોણ કોને દોષ આપે દેશમાં,.
ભૂલ સૌને આજ ક્યાં સમજાય છે.

ચીજ ઓછાં ભાવની હોવા છતાં,.
રોજ એ મોંઘી કરી વેચાય છે.

માન નેતાને પ્રજાનું ક્યાં રહ્યું ,.
આ પ્રજા પગમાં સદા કચડાય છે.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳
[7/6, 7:00 AM] Satym Barot New: 🌳🌳જિંદગીનો અર્થ🌳🌳
ડૉ.સત્યમબારોટ

ગાલગાગા ગાલગાગા ગાલગા

હોય ના જો પ્રેમ તો કચવાય છે,.
જિંદગી તારા વગર ક્યાં જાય છે.

પ્રેમમાં ચિંતા નથી હોતી મને,.
દર્દ મળતાં એ બધું સમજાય છે.

કાચ જેવું ના સમજ આ દિલ હવે,.
એમ તો પાછું ફરી તરડાય છે.

પ્રેમ તારો એટલો મળતો રહ્યો,.
જાત મારી હર વખત હરખાય છે.

જિંદગીનો અર્થ પામ્યો છું હવે,.
શ્વાસ તારા હોય તો ધબકાય છે.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳
[7/6, 7:01 AM] Satym Barot New: 🌳🌳🌳🌳🌳🌳🌳
ડૉ.સત્યમબારોટ
ગાલગાગા ગાલગાગા ગાલગા

પ્રેમમાં એવી હવાઓ વાય છે,.
જિંદગી તો પ્રેમમાં ધોવાય છે.

જો મળી ગ્યો જિંદગીનો પ્રેમ તો,.
પ્રેમના ગીતો ખુદા પણ ગાય છે.

પ્રેમ જેવું પામતાં પ્હેલાં મને,.
દર્દ જેવું કંઈક તો સમજાય છે.

સુકવી નાખી બધી મેં જિંદગી,.
તોય શું છે રોજ જે તરવાય છે.

ચાખવો જો હોય તારા પ્રેમને,.
દર્દમાં મીઠો સદા પરખાય છે.

મેં નથી દેખી કદી પારસમણિ,.
પણ દરદ અડતાં જ સોનું થાય છે.

જે નથી કરતો કદર આ પ્રેમની,.
સોળના ભાવે સદા વેચાય છે.

ભેદ કરતો હોય છે જે પ્રેમમાં,.
ભર બજારે રોજ ઠેબા ખાય છે.

ધર્મના વાદે રહ્યો જે માનવી,.
એ સદાયે નર્ક ભેગો જાય છે.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳
[7/6, 7:01 AM] Satym Barot New: 🌳દેશ ખાડે જાય છે🌳

ડૉ.સત્યમબારોટ

ગાલગાગા ગાલગાગા ગાલગા

વોટ સાથે માનવી વેચાય છે,.
એટલે આ દેશ ખાડે જાય છે.

વોટ માટે જે બધાં લલચાય છે,.
એ બધાં નેતા નકામા થાય છે.

આ પ્રજાથી પ્રેમ જેને હોય ના,.
એ બધાં ખોટાં અહીં હરખાય છે.

ભોટ જેવાં દેશમાં નેતા,. પ્રજા,.
એક બીજાને મળી અથડાય છે.

જ્યારથી આ દેશમાં નેતા થયાં,.
ત્યારથી ભોળી પ્રજા કચડાય છે.

ડૉ.સત્યમબારોટ
🌳🌳🌳🌳🌳🌳🌳🌳

જો પ્રજા દુખમાં ઘવાતી હોય તો,.
મીજબાની કેમ ત્યાં ઉજવાય છે.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳
[7/6, 7:01 AM] Satym Barot New: 🌳🌳જિંદગી ધોવાય છે🌳
ડૉ.સત્યમબારોટ

માનવી વાણી થકી પરખાય છે,.
ને જુઠાઓ ધૂળ ભેગા થાય છે.

ભીડમાં જે કામ આવે આદમી,.
લોકમાં વેવારુ એ ક્હેવાય છે.

બોજ બનતો જાઉ છું આ જાત પર,.
ને બધી આ જિંદગી ધોવાય છે.

દર્દ  આવે   જિંદગીનું   સામટું,.
તો મજાથી જિંદગી જીવાય છે.

હોય તારો સાથ તો જગથી લડું,.
એકલાથી ક્યાં કશું સ્હેવાય છે.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳
[7/6, 7:01 AM] Satym Barot New: 🌳🌳પ્રજા લૂંટાય છે🌳
ડૉ.સત્યમબારોટ

ગાલગાગા ગાલગાગા ગાલગા

દેશનું ક્યાં માન પણ સચવાય છે,.
દેશ મારો રોજ ખાડે જાય છે.

છાશવારે ચૂંટણીઓ થાય છે,
આસમાની રોજ વાતો થાય છે.

લૂંટવા આતુર થયા નેતા બધાં,.
ને પ્રજા ગાંડી બની લૂંટાય છે.

કોણ કોને દોષ આપે દેશમાં,.
ભૂલ સૌને આજ ક્યાં સમજાય છે.

ચીજ ઓછાં ભાવની હોવા છતાં,.
રોજ એ મોંઘી કરી વેચાય છે.

માન નેતાને પ્રજાનું ક્યાં રહ્યું ,.
આ પ્રજા પગમાં સદા કચડાય છે.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳
[7/6, 7:01 AM] Satym Barot New: 🌳🌳જિંદગીનો અર્થ🌳🌳
ડૉ.સત્યમબારોટ

ગાલગાગા ગાલગાગા ગાલગા

હોય ના જો પ્રેમ તો કચવાય છે,.
જિંદગી તારા વગર ક્યાં જાય છે.

પ્રેમમાં ચિંતા નથી હોતી મને,.
દર્દ મળતાં એ બધું સમજાય છે.

કાચ જેવું ના સમજ આ દિલ હવે,.
એમ તો પાછું ફરી તરડાય છે.

પ્રેમ તારો એટલો મળતો રહ્યો,.
જાત મારી હર વખત હરખાય છે.

જિંદગીનો અર્થ પામ્યો છું હવે,.
શ્વાસ તારા હોય તો ધબકાય છે.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳