Tuesday, 24 July 2018

૪, ગઝલ

ફૂલ ને ફોરમ   મળી.
એ વળી મોઘમ મળી.
ખોળવા ગ્યો'તો અમાસ.
ને   તરત   પૂનમ  મળી.
આંખ પણ સુંદર હતી.
પરંતુ  ઓજલ  મળી.
ફૂલ પાસે થી ફકત.
મહેક ચોગરદમ મળી.
ઉપાડી ને લઈ  જશે.
જીંદગી હમદમ મળી.
પ્રેમ નાં આ નગર માં.
નફરતો ની રસમ મળી.
હા કહું ત્યાં તો તરત.
એમની જ કસમ મળી.
ગમ ખુશી આંસુ સ્મિત.
"રશ્મિ"ને જ રકમ મળી.
-ડૉ.રમેશ ભટ્ટ"રશ્મિ"

અવ્યવસ્થા ની મજા લે.
દુખ વ્યથા ની મજા લે.
જોઈએ જો નેહ સાચો.
વહાલ વફા ની મજા લે.
ભલે ને ભૂલી જજે પણ.
હાલ કથા ની મજા લે.
સંઘરેલો સાપ છું હું.
ઝેર જથ્થા ની મજા લે.
તો જ મળશે નવું અલ્યા.
જુલમ જફા ની મજા લે.
યાદ"રશ્મિ"તો જ રહેશે.
ફના ખફા ની મજા લે.
-ડૉ.રમેશ ભટ્ટ"રશ્મિ"

છબી પણ બોલી શકે
રહસ્યો ખોલી શકે
હવા ને પણ કવિ તો
ત્રાજવે તોલી શકે
ઘાવ જેવી યાદ જે
હૃદય ને છોલી શકે
ને ચડે એને   નશો
ઝાડ પણ ડોલી શકે
કવિતા નો કાગડો
'રશ્મિ'ને ઠોલી શકે
-ડૉ.રમેશ ભટ્ટ'રશ્મિ'

એમ મન માને નહીં
વાત ને  તાણે નહીં
ડરે જે મઝધાર થી
મોજ એ માણે નહીં
હાથ ની રેખા જૂએ
પરિશ્રમ જાણે નહીં
લાડવા લીધા કરે
કોઈ ની કાણે નહીં
જો મળે સારો સમય
એ મળે નાણે નહીં
શરમ'રશ્મિ'આંખ ની
ફક્ત ઓળખાણે નહીં.
-ડૉ.રમેશ ભટ્ટ"રશ્મિ"

No comments:

Post a Comment