Monday 26 March 2018

અછાંદસ

" બોડી " એક અછાંદસ કાવ્ય..

બોડી જાણે એક પરિવારનો સભ્ય ,
અખૂટ એનો વ્હાલ....
ના ક્યારેય કોઈ બવાલ...
શાંત .... સ્વભાવની ..
પરિવારમાં એવી હળી મળી કે કોઈને
એક બીજા વગર ઘડીએ ન ચાલે !
ફક્ત સુખ જ નહીં પણ શાંતિનો હાશકારો ...
આ બોડી.
રંગે શ્યામ , અમાસ .
ક્યારેક આખું ઘર હંકારે...
જાણે મોભી ઘરનો .
રોજ રેલમછેલ આંનદની...
અચાનક સમય પલટયો...
કાળો દિ ઉગ્યો !
આમ પૂછ્યું ,તેમ ,આ ગામે , પેલા ગામે
દૂર દૂર
ખુલ્લા પગે ભત્રીજી , કાકો , મમ્મી ભીની આંખે
રખડયા ગામે ગામ...
આજે વરસોનાં વાણા વીતી ગયા ...
પણ "બોડી " ની વાત નીકળે સૌ
ભૂતકાળમાં ડૂબી જાય.....
એ ના જ મળી તે ના જ મળી....
એ ભત્રીજી પણ નથી રહી . ..
આ " બોડી" પણ નથી. ..
આ "બોડી" એટલે વ્હાલી કાળી ભેંશ.....

અંશ ખીમતવી.. 21.03.2018

ગઝલ

એક કિનારો ઘટના ઓઢી બેઠો છે
દરિયો  કાંઠે કાંઠા તોડી બેઠો છે

વાત હતી જે વર્ષો જૂના ચહેરાની,
તેથી રસ્તો આંખો ખોડી બેઠો છે

વૃક્ષે વૃક્ષે વળગણ થઇને ઊભો જે,
માળો કેવો નાતો જોડી બેઠો છે!

આજ દિવાએ ખેંચી લીધું અજવાળું,
અંધારાનું કંબલ પોઢી બેઠો છે

એ પોંખાતી ગીતોમાં ને ગઝલોમાં,
સૂરજ પણ ત્યાં અંગ મરોડી બેઠો છે

ઝરમર જેવી જાત લઈને નીકળી છું,
પડછાયો પણ દર્પણ ફોડી બેઠો છે
..... વર્ષા પ્રજાપતિ ઝરમર

Friday 23 March 2018

સોનેટ

કવિતા....(શિખરિણી)

ફૂટયાં છે હૈયામાં,વિપુલ રસનાં કૈંકઝરણાં.
ઉમંગે પીધા તો, ફરી ફરી વધે પ્રેમ તૃષણાં.
ખુલી બારીથી જો,પીગળતી બહુ મૂલ્ય કવિતા,
સૂંઘી,સ્વાદીને મેં, અવધ પર મૂકી જ રમવા.

થતાં એકાકારે,ભીતરથી ઘણાં રંગ કિરણો,
જરાં ખૂશ્બુ છાંટે, મઘ મઘ ખીલે તેજ ફલકો,
દિશાઓ ઝંખે છે, સકળ જગને આજ મળવાં,
બધી ઇંદ્રિયોની, સમીપ જઈને બાથ ભરવાં.

બધી માત્રાઓના, શરીર પર છંદો પ્રગટતા,
અને આંખોથી, પી મબલખપણે એ થિરકાતાં,
ભીના-સૂકા શબ્દે, ઝુલણ ઝૂલતાં કાગળ હસે,
મીઠાં આવેગોથી,ભરપૂર થઈ દેહ પલળે.

હું તો લીલા તારી, અમુલખ રૂપે જોઈ હરખી,
જીવું છું તારામાં, કલરવ ભરી સાંજ નમણી....

     પારુલ બારોટ....
(શબ્દ સૃષ્ટિ- 2017)

Thursday 22 March 2018

ગઝલ

ઝાડવાં ની માયા (ગીત)
્્્્્્
ડૉ.સત્યમબારોટ

જાતે વેઠે તાપ અને લોકોને દે છાયા,.
આવા ભોળાં ઝાડવાની લાગી મુજને માયા.

રાત દન એ ખડા પગલે વાયુ થઈ ને વાયા ,.
તોયે ઝાડ હસતાં હસતાં ઘરમાં એવા આયા.

ડાળે ડાળે વસંત ખીલેને મૂળિયે મૂળિયે માયા,.
ધરતીના કણકણમાં વસતી ઝાડવાની જાયા.

ઔષધનો ભંડાર છે ને કુદરતની છે કાયા,.
આવા ભોળાં ઝાડવાની લાગી મુજને માયા.

એક જગાએ ઊભાં ઊભાં કેવાં સુખડાં લાયા,.
ધરતીના ખોળામાં રોજે ખીલતી એની કાયા.

🌳🌳🌳🌳🌴🌴🌴🌴🌴🌲🌲🌲🌲🌲

અછાંદસ

#વિશ્વ કવિતા દિવસે

ભરચક ટ્રાફીક વચ્ચે પણ
આકાશ તરફ નજર કરો,ને
ભીતર જે સળવળે એ કવિતા છે

ફેસબુક અને વોટ્સપની
ગલીયોમાં રખડતાં રખડતાં
ક્યાંક ખોવયેલી પળ મળે એ કવિતા છે

સાવ સુક્કા ખાલીપામાં
સમયની લીલછમ ટેકરીથી
ખળખળતા ઝરણાં જેવી
યાદના અશ્રુ ભળે એ કવિતા છે

ઝાડ પર ઉગુ ઉગુ થતી
કુમળી કૂંપણને જોતાં જ
રોમરોમમાં ઝાડ ફળે એ કવિતા છે

ઉગતા કે ડુબતા સૂરજને
જોઈ;મન સઘળુ ભુલી
ક્ષિતિજ તરફ વળે એ કવિતા છે

દર્દથી હ્રદય છલકાતું હોય
ત્યારે છલકાવા માટે આંખ,
કોઈ કાન નહી પણ કલમ શોધે ત્યારે
કાગળ ઉપર જે ટળવળે એ કવિતા છે

#કિરણ જોગીદાસ

અછાંદસ

આજે કવિતા દિવસ....પૂરો થવા આવ્યો છે ...પણ પ્રીત તો મારી જૂની..... કવિતા સાથેની એને કેમ છોડાય ?

સપનાનાં સરોવરમાં,
ઈચ્છાની પવન લેહરીયો ઉપર,

ઉમંગોની આંગળીઓ વડે,
પ્રીતનું ચંદન મનનાં ઓરસીએ ઘસી,

લખી છે મેં મારી કવિતા,

એકાંતની અટારીએથી મને વહાલ કરતી,
નાચતી કુદતી, ચાહતી, વેલની જેમ વીંટળાતી,

ક્યાંકથી સ્ફૂરી આવે છે તે ...,

ખીલેલા ફુલ જેવી ફોરમતી ,
મંદમંદ સુગંધ રેલાવતી,

વાયુના ડોલે ડોલતા આ પવન પુષ્પોની જેમ,
મારા મન આંગણમાં ડોલી રહે છે,

મારા મનમાં પ્રીતના પગલાં પાડી,
મને ખુશીમાં તરબોળ કરી,

એકબીજાને ચાહીી  અમે પરણી રહીએ છીએ .....

અસ્મિતા

સોનેટ

કવિતા....(શિખરિણી)

ફૂટયાં છે હૈયામાં,વિપુલ રસનાં કૈંકઝરણાં.
ઉમંગે પીધા તો, ફરી ફરી વધે પ્રેમ તૃષણાં.
ખુલી બારીથી જો,પીગળતી બહુ મૂલ્ય કવિતા,
સૂંઘી,સ્વાદીને મેં, અવધ પર મૂકી જ રમવા.

થતાં એકાકારે,ભીતરથી ઘણાં રંગ કિરણો,
જરાં ખૂશ્બુ છાંટે, મઘ મઘ ખીલે તેજ ફલકો,
દિશાઓ ઝંખે છે, સકળ જગને આજ મળવાં,
બધી ઇંદ્રિયોની, સમીપ જઈને બાથ ભરવાં.

બધી માત્રાઓના, શરીર પર છંદો પ્રગટતા,
અને આંખોથી, પી મબલખપણે એ થિરકાતાં,
ભીના-સૂકા શબ્દે, ઝુલણ ઝૂલતાં કાગળ હસે,
મીઠાં આવેગોથી,ભરપૂર થઈ દેહ પલળે.

હું તો લીલા તારી, અમુલખ રૂપે જોઈ હરખી,
જીવું છું તારામાં, કલરવ ભરી સાંજ નમણી....

     પારુલ બારોટ....
(શબ્દ સૃષ્ટિ- 2017)

અછાંદસ

કવિતા બનાવવી નથી પડતી,
તું સામે આવે તો આપો આપ કવિતા બની જાય છે.
તું હસે ને તો શબ્દો એનુ સ્થાન આપો આપ લઈ લે છે.
તું બોલે ને તો લય આપો આપ આવી જાય છે.
તારો અવાજ સાંભળીને હ્રદયની અભિવ્યક્તિ એમજ છલકી જાય છે.
આંખોનાં ભાવ કવિતામાં ટપકવા લાગે છે.
લાગણીઓ તાલમાં નૃત્ય કરે છે.
બસ અને આખું વનરાવન તારા મય બની જાય છે.
ને મારી કવિતા મારા દિલેથી કાગળ પર  અવતરણ કરે છે.

-આભાસ
વિશ્વ કવિતા દિવસની શુભેચ્છા.

ગઝલ

નયનથી  કરે તું ઇશારો હમેશાં,
ને દિલને મળે છે સહારો હમેશાં.

જીવન પણ બની જાય મારું તો સુંદર,
મળી જાય સંગાથ તારો હમેશાં.

ને વિશ્વાસ રાખો તમે ખુદ ઉપર પણ,
જીવનમાં તો મળશે કિનારો હમેશાં.

નથી જ્ઞાન એને તો આ જિંદગીનું,
છતાં એ કરે છે લવારો હમેશાં.

મઠારે ગઝલને તો દરરોજ લોકો,
તમે પણ ગઝલને મઠારો હમેશાં.

કવિતા દિવસ પર જ નહિં કિંતુ મિત્રો,
કવિતા તમે આવકારો હમેશાં.

છે 'ધબકાર'માં તો ઘણી લાગણીઓ,
મળે એને સૌનો પનારો હમેશાં.

-ઉમેશ તામસે 'ધબકાર',
   વ્યારા (તાપી)

અછાંદસ

વિશ્વ કવિતા દિવસના સ્મરણ અને  શુભેચ્છાઓ સાથે એક કવિતા.... 😊

"હે કવિતા...!
આવ,  તને એક વાત કહું
તને હું યાદ આવું કદી?
તું તો દેખાઈ જાય છે મને અલપઝલપ.............. અદ્દલ જોગમાયાની જેમ.
અનેક વ્યસ્તતા વચ્ચે....
તું આવીને વળગી પડે છે મને.
હું છટકવા જાઉં તો દરિયો થઈને ઉભરાઈ ઉઠે છે તું મારી ભીતર...
કાંઠા વિનાના જળમાં વહેવાની મઝા જ જુદી હો!
વહેલી પરોઢે  સાચા પડી ગયેલા શમણાંની જેમ હોઠ પર ટહુકી પડે છે તું.
મનગમતી પીડામાં રાચવાની, વાતે વાતે  વરસી જવાની, મધરાતે ઝબકીને ખુલ્લાં આકાશને નિરખ્યા કરવાની મઝા એટલે કવિતા....!
એક ઘૂંટ ચા ની ચુસકીમાં બાથ ભરીને વ્હાલ મળી જાય છે હો!
ક્યારેક તાક્યા કરાતા રસ્તા પર પડછાયાના ટોળેટોળા ઉમટી આવે ત્યારે  ટપલી મારી, હાથ ખેંચી લઈ જાય છે મને દૂર.......વનરાજીમાં.
હવા, જળ, તેજ, ધૂળ અને.... અવકાશ.... આજ તારું ઘરને!
તો ચાલ... મળીયે એક દિવસ
તું  ઘૂંટજે મને તારા અસ્તિત્વમાં.
ચાતક થઈને બેઠી છું તારી રાહમાં..... આજે પણ.
શ્વાસ ખૂટી જાય એ પહેલાં આવી જજે દોસ્ત! "
..... વર્ષા પ્રજાપતિ ઝરમર

ગઝલ

વિશ્વ કવિતા દિને....

જો આકાશે સુર્ય ચમકતો ન હોત તો કવિતા ન હોત !
ને ચંદ્ર આભા પાથરતો ન હોત તો કવિતા ન હોત !

ટમટમતાં તારલાના તેજમાં ને ઉડતા પતંગિયાની પાંખમાં
અવનવા રંગો ન હોત તો કવિતા ન હોત !

આ લીલાછમ વનો જંગલો ને ખળખળ વહેતી સરિતાઓ
ઝરણાનો કલશોર ન હોત તો કવિતા ન હોત !

આ ઈર્ષા, વેરઝેર, માન-અપમાન, પ્રેમ ને વાસના
હૈયે ઉભરાતી લાગણીઓ ન હોત તો કવિતા ન હોત !

લીલાછમ હોય કે હોય હિમ ઢાંક્યા પહાડો,
દુર્ગમને ભેદવાનો ભાવ ન હોત તો કવિતા ન હોત !

આજે રાગ છે, કુદરત છે, ભાવ છે ને પ્રવાહ છે
સફર એમાં કરીને જીવે છે કવિતા રમે છે કવિતા....

સરલા સુતરિયા
તા. ૨૧-૦૩-૨૦૧૮

અછાંદસ

કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય ?
સરવરો સુકાઈ જાય ?
નદીઓ વહેતી થંભી જાય ?
ડુંગરા ડોલી ઊઠે ?
ઘાસ ઊગતું બંધ થઈ જાય ?
પૃથ્વી પાતાળમાં ચંપાઈ જાય ?
ના, ના, એવું એવું તો ના થાય -
પણ… પછી
જળપરીઓ છાનીમાની
ઝીણાં પવનવસ્ત્રો ઉતારી
જલક્રીડા કરવા ના આવે;
ડુંગરા વાદળની પાંખો પહેરીને
ઊડી ના શકે;
ઘાસને આંસુના ફૂલ ના ફૂટે;
પૃથ્વી ગોળ ગોળ ફરે
પણ ઠેરની ઠેર રહે
અવકાશમાં;
આકાશ ભણી ઊચેં ના જાય.

કવિતા કરવાનું બંધ કરીએ તો
આમ, તો કશું ના થાય
- એટલે કે કશું થાય જ નહીં !
- જયન્ત પાઠક

ગઝલ

જવાની

વહેતી  હવા  પણ ગુલાબી થવાની,
હવે  જિંદગી  પણ સુગંધી  થવાની.

જગતમાં ભળી છે નિતરતી જવાની,
અસર તો બધે  ફક્ત એની  થવાની.

ફરી આજ ઘાયલ આ દુનિયા થવાની,
અસર  ના  દવા કે  દુઆની થવાની.

મળી જાય થોડો આ દિલને દિલાસો,
હવે  રાત  સઘળી  નશીલી થવાની.

મિલાવે નજર જો એ મારી નજરથી,
કસમ  છે   ખુદાની  દિવાની  થવાની.

ઘડી હોય અંતિમ ભલેને જવાની,
મને આશ એવી એ મારી થવાની.

નથી ફક્ત મારા જ દિલની કહાની,
ખબર  છે મને  આ તમારી થવાની.

     - સંજય બાપોદરિયા 'સંગી'
       મોરબી

ગીત

..🌴..ઝાડ,પાસે જાય🌳🎋
્્્્.    ્્્્્્
ડૉ.સત્યમબારોટ

ઝાડવાં મારા સાચાં છે સંગી,
આપે છે ખૂબ વરસાદ,
મન મારું દોડી દોડી ઝાડ પાસે જાય.

ફળ, ફૂલોને આપે છે, છાંયડો,
કરતા ઘણાં ઉપકાર,
મન મારું દોડી દોડી ઝાડ પાસે જાય.

લાખ,ગુંદર ને આપે છે લાકડાં,
દિલથી કરે છે બધાં દાન,
મન મારું દોડી દોડી ઝાડ પાસે જાય.

ધરતી માતાને હસતી એ રાખતાં,
સૃષ્ટિ કરે છે જય જયકાર,
મન મારું દોડી દોડી ઝાડ પાસે જાય.
ડૉ.સત્યમબારોટ
🌳🌴🌲🎄🎍🍀☘🌵🌿🌱🎋🍁🌼🌸🌺🥀🌹🍄🍂🍃🌷💐

ગઝલ

જીવને  જાતર જવાને વધામણા સામા મળ્યા
દિવ્યતાના  તેજપુંજી  બારણા  સામા  મળ્યા

સાવ  ગોરંભાએલો અંધારપટ  એવે  સ'મે,
મર્મ ભેદી, શક્યતા  ને  ધારણા  સામા  મળ્યા

પોત  બાળી,  કર્મ ચાળીને  કર્યો  ધૂણો  હતો,
માંહ્યલો પ્રજવાળવાના  તાપણા  સામા મળ્યા

છૂટવાના  દેહ  ટાણે   આખરીની   વેળમાં
જીવ  ને શિવ  ઐક્યતાના  તાતણા સામા મળ્યા

અંત ને  શરુઆત  આદીકાળથી  ફરતા  રહે,
આયખું  નવલું  જડ્યું  ને   પારણા  સામા મળ્યા

-------------હેમા ઠક્કર "મસ્ત "

વિશ્વ  કવિતા  દિવસની  સુકામના 🌹🙏🏼😊🌹

ગઝલ

જ્યાં જ્યાં મને મળતી હતી જીવન ગઝલ,
ત્યાં ત્યાં સદા કળતી હતી જીવન ગઝલ.

કાગળ ઉપર ઢળતી હતી જીવન ગઝલ,
શબ્દો વડે છળતી હતી જીવન ગઝલ.

હું તો રહ્યો બસ કાફિયાના મેળમાં,
ક્યાં છંદમાં ઢળતી હતી જીવન ગઝલ!

અજવાસમાં સુંદર છબી જોઈ હતી,
ને રાતમાં બળતી હતી જીવન ગઝલ!

સીધો હતો હર રાહનો રસ્તો છતાં,
કો' મોડ પર વળતી હતી જીવન ગઝલ!

ઘંટી છુપાયેલી હશે આંખો મહીં,
દર્દો બધા દળતી હતી જીવન ગઝલ.

મત્લા પછી શોધ્યા કરી છે કેટલી,
મક્તા ઉપર મળતી હતી જીવન ગઝલ.

ડો.સુજ્ઞેષ પરમાર 'તન્હા'

અછાંદસ

४५ से ५० की उम्र एक नारी के लिये बहुत ही कश्मकश भरी होती है। इस उम्र के दौरान वो अपने मासिक धर्म से भी निवृत्त होने लगती हैं और उम्र के एक नए पड़ाव, जहाँ ना जवानी और ना बुढापा; ऐसे दौर से जब गुझरती है तो एक बार फिर वही जवानी जीने लिए उनके मन मे इच्छाएँ जन्म लेती है। ऐसी एक नारी की कश्मकश एक कविता द्वारा प्रस्तुत है।

*।।छंद : मनहर।।*

कल्पना के रंग ऐसे मन में तुरंग जैसे,
अनुभव होवे अंग जैसन लाचार वै,
उमर के द्वार खड़ी मन उलझाई बड़ी,
ऐसी सोच में पड़ी की जीवन हो भार वै,
डाल डाल उड़कर बंधन को तोड़कर,
आकाश को ओढ़कर खुशियां अपार वै,
झिन्दगी के दिन खूटे दामन यौवन छूटे,
उड़ने को पंख फूटे ऐसी एक नार वै ।।१।।

मधुमालती सुगंध बाँधे श्रृंगार से बंध,
रोम रोम गंध लगे कामण प्रसार वै,
पल्लू तन्न ज्यों सरके संवेदन त्यों थरके,
केशु ऐसे फरके की आई हो बहार वै,
सूखी नदी की मछली फीर तैरने मचली,
इच्छाएँ है मनचली ढूंढती आसार वै,
झिन्दगी के दिन खूटे दामन यौवन छूटे,
उड़ने को पंख फूटे ऐसी एक नार वै ।।२।।

*- भाविन देसाई 'अकल्पित'*

છંદ

४५ से ५० की उम्र एक नारी के लिये बहुत ही कश्मकश भरी होती है। इस उम्र के दौरान वो अपने मासिक धर्म से भी निवृत्त होने लगती हैं और उम्र के एक नए पड़ाव, जहाँ ना जवानी और ना बुढापा; ऐसे दौर से जब गुझरती है तो एक बार फिर वही जवानी जीने लिए उनके मन मे इच्छाएँ जन्म लेती है। ऐसी एक नारी की कश्मकश एक कविता द्वारा प्रस्तुत है।

*।।छंद : मनहर।।*

कल्पना के रंग ऐसे मन में तुरंग जैसे,
अनुभव होवे अंग जैसन लाचार वै,
उमर के द्वार खड़ी मन उलझाई बड़ी,
ऐसी सोच में पड़ी की जीवन हो भार वै,
डाल डाल उड़कर बंधन को तोड़कर,
आकाश को ओढ़कर खुशियां अपार वै,
झिन्दगी के दिन खूटे दामन यौवन छूटे,
उड़ने को पंख फूटे ऐसी एक नार वै ।।१।।

मधुमालती सुगंध बाँधे श्रृंगार से बंध,
रोम रोम गंध लगे कामण प्रसार वै,
पल्लू तन्न ज्यों सरके संवेदन त्यों थरके,
केशु ऐसे फरके की आई हो बहार वै,
सूखी नदी की मछली फीर तैरने मचली,
इच्छाएँ है मनचली ढूंढती आसार वै,
झिन्दगी के दिन खूटे दामन यौवन छूटे,
उड़ने को पंख फूटे ऐसी एक नार वै ।।२।।

*- भाविन देसाई 'अकल्पित'*

અછાંદસ

એક એવો દિવસ પણ ઉજવીએ
જે હંમેશા ઉજવાય
નિત્ય અને નિયમિત
દરેકના ઉરે
માણસાઈ દિવસ
કે જેના થકી

અખબારો
ન્યુઝચેનલ્સ
રોજ ઊઠીનેહોય છે ભરચક
ખૂન
લૂંટ
બળાત્કાર
લાંચ
ભ્રષ્ટાચાર
અને
અનીતિના
નગ્નનાચ
થાય
વંચાતા જોવાતા
બંધ.
-રસિક દવે

ગઝલ

વાંકી નજરમાં કેટલાં ભાવો તરી રહ્યાં
લાગે પ્રણયની શોધમાં તનહા ફરી રહ્યાં.

નજરો નજરનાં કામણો દ્રષ્ટિ કરી રહી,
ઘાયલ થયેલી લાગણી સામે ધરી રહ્યાં.

પામી જવાની ચાહને જાગી હ્રદય લગન,
સ્નેહે ભરેલાં ભાવની આશા કરી રહ્યાં.

રાહે વફામાં ચાલતાં ગણતા કદમ કદમ,
મનના જગેલાં ભાવમાં પગલાં ભરી રહ્યાં.

માસૂમ જગતની રીતના ધારા અલગપડે,
આપી વચનને વાયદા પાછા ફરી રહ્યાં.

                           માસૂમ મોડાસવી.

ગઝલ

હોવું શું?

મેળવવું શું? ખોવું શું?
ન્હાવું શું? નિચોવું શું?

જો  ડાઘ  ના   જવાના
ચાદરના, તો ધોવું શું?

અમરતને      પામવાને
વિષવેલને  બોવું   શું?

રોતાં  જો  આવીએ તો
જાતાંય પણ  રોવું શું?

પામ્યા   હરિ   પછીથી
હોવું શું? ના હોવું શું?

- હરિ શુક્લ

# રિવ્યુ માટે

ગઝલ

તાર જૂના કાપવા આરી નથી,
આપણી તલવાર બેધારી નથી.

નામ આપે ઓળખી જાશો હવે
આજ બદનામી તે, વિચારી નથી.

આખરી આપો હવે વિદાય કે,
આ જગતમાં હું જ વેપારી નથી.

લોક મતલબ ઓળખે એમાં પછી,
લાગણીઓ કેમ એકધારી નથી.

કેટલા ખોટા પ્રયાસો યાદ છે?
બાદબાકી સ્નેહની સારી નથી.

રામનામે પથ્થરો પણ ત્યાં તર્યા,
સાવ સાચી વાત ગપ મારી નથી.

જીવવુંતો સાવ સહેલું હોય છે?
આંચકો આપીને કઈ ડારી નથી.

"કાજલ"
કિરણ પિયુષ શાહ
૨૦/૦૩/૧૮

ગીત

*આજે 'આંતરરાષ્ટ્રીય વન દિવસે'*
*જય વનદેવી* 🙏🏻

*વનની વ્યથા(ગીત)*

હું વન જેવું વન તોય કેવું હળાહળ પાંખું !!!
સ્વારથની કુહાડી રોજરોજ ઉકળતા હૈયામાં સાંખુ.

દોમદોમ સાહ્યબીને મારા રખોપિયાએ
.............................વેચી દીધાનું હું ભાખું,
ધુમ્રવતી ચીમનીઓ જાય મને ગળતી 
........................ છે એવું દેખાય ઝાંખુઝાંખુ,
દાવાનળ ભીતરમાં સળગતો જાય એવા બળબળતા નિસાસા નાખું.
હું વન જેવું વન તોય કેવું હળાહળ પાંખું !!!!!!!!!!

ઝરણાંના ખળખળમાં પેસી ગ્યું શ્હેર: 
.......................ને ઝાડીમાં મયખાનું આખું,
પૂંજાભર પિકનિકમાં ખદબદતાં અંગને
............................. કેમ કરી અળગું રાખું ? 
કલબલની ચૂંદડી ઉડતીક જાય એમાં ઘોંઘાટે પાડ્યું છે બાખું, 
હું વન જેવું વન તોય કેવું હળાહળ પાંખું!!!!! 
--મુકેશ દવે

ગીત

ચકલી મારા ઘરમાં ને હું ચકલીને ઘેર
એકજ માળે રહેવું ને બાંધવું શાને વેર

ઘર આ મારુ ને ચકલીનું પણ પડે શું એને ફેર
જરાક બારી ખૂલ્લી રાખી ને રાખું એની કેર..
ચકલી મારા ઘરમાં ને હું ચકલીને ઘેર
એકજ માળે રહેવું ને બાંધવું શાને વેર

હું ગીતો  ગણગણુ ત્યાં ચકલી ચીં-ચીં ગાય
સુરો એકજ સરખા લાગે થઈ જાય લીલાલેર
ચકલી મારા ઘરમાં ને હું ચકલીને ઘેર
એકજ માળે રહેવું ને બાંધવું શાને વેર

ઘર આંગણનું પંખીડુ ને કરતું કાયમ સેર
સૂર્યદીપ ને ચકલડીથી આંનદ છે ચોમેર
ચકલી મારા ઘરમાં ને હું ચકલીને ઘેર
એકજ માળે રહેવું ને બાંધવું શાને વેર

🌻🌞પાર્થ ખાચર🌞🌻
     તા- 20/03/'18

અછાંદસ

સતત ભાગી રહી છું
એક અવિરત દોટ માંડી છે
જતાં રહેવું છે..
ખૂબ ,ખૂબ ,ખૂબ જ દૂર
જ્યાં કોઈ અભાવનાં ઓથાર
મને અડકી ન શકે ..
એ રીતે
ભાગતાં,
હાંફતાં,
પછડાતાં,
ખોવાઈ જવું છે
સઘળી અપેક્ષાઓથી
એકદમ અલિપ્ત થઇને
ભળી જવું છે
દૂર ક્ષિતિજમાં !

- શબનમ

અછાંદસ

થઈ પરાઈ
નાતો જોડી નવીન
ચકલી મારી.
ચક.. ચક.. ચીં.. ચીં..
કરતી ઘરમાં
હરતી ફરતી
હતી અહીં તે
નાખતી દાણા
પ્રાતઃ ને ગોરજના ટાણે
કરતી ભેળી નીજ સમ
ગાન કરતી ચકલીઓ.
હવે આ આંગણ ઊભો
લીમડો, આસોપાલવ,જૂઈ, ચંપો
કલરવતા વિહોણા ઝાંખા.
છતા
હજુ છે આશ-
કે આવે છે
દૂર.. દૂ.. ર.. થી
તેનો
ચક.. ચક.. મીઠો
ચીં.. ચીં..
ભીનેરો સાદ.
આંખ ખૂલે છે
પરોઢીયે ને
ગાતી ચકલી
ચાંચ મહીં ભરે છે
ઝાંખેરો અજવાસ.

-રસિક દવે.

અછાંદસ

*અછાંદસ/વિશ્વ વનદિને.......*
●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●

નવી નક્કોર ડાયરી લાકડાનાં મેજ પર ટેકવી,
લાકડાની  ખુરસી પર બેસી આજ વિશ્વ વનદિને થયું,
"હે વન ..."
આજ તારા અને તારા અસ્તિત્વ સમાં વૃક્ષો પર કૈક કવિતા લખું,
"તું પ્રકૃતિનું અવિભાજ્ય અંગ,
તું પંખીનું આશ્રયસ્થાન
પંખીઓ કરે કિલ્લોલ તુંજ સંગ
તું કવિઓની કલ્પનાનું કેન્દ્રબિંદુ
તારા થકી ઉજળો છે સંસાર
તું જ વિના કશો નહિ સાર"

ક્યાંક કવિતામાં લય તૂટતો હોય એમ લાગે છે...
ખેર,થાય ક્યારેક આવું..
ચાલ બીજા પાના પર ફરી પ્રયાસ કરું....
"પ્રકૃતિનું તું છે કેવળ અવિભાજ્ય  અંગ
કરતા કલરવ મીઠો પંખી તારા આશ્રય સંગ.."

હવે કઈક ઠીક લાગે ...
પણ હજી મજા નહિ આવતી..
નવા પાના પર  ચાલ ફરી
પ્રયાસ કરું.
ઠક....ઠક.... ઠક...
ઠક..ઠક...
અરે ..આ શેનો અવાજ ?
હું ડિસ્ટર્બ થાઉં છું...
બારી ખોલી જોયું તો  વૃક્ષ કપાઈ રહ્યું છે....
આટલા ભારે અવાજ વચ્ચે કવિતા તો લખાતી હશે..
હું બારી બન્ધ કરી
કાનમાં રૂં નાખી ફરી
નિશ્ચિન્ત બની વન અને વૃક્ષ વિશે કવિતા કરવા બેસી ગયો....
આખરે સરસ કવિતા બની,
આમ તો કોઈ પણ સામયિકમાં
પ્રકાશિત થાય એવી કવિતા બની
પરંતુ....
કવિતાને ચિરંજીવી બનાવવા
ડાયરીના અડધા પાના ભલે વપરાયા પણ ઉત્તમ કવિતા બન્યાનો આનંદ...
એનું શીર્ષક પણ  કેવું સરસ સૂઝ્યું..
'વિશ્વ વનદીને'
સોરી
*'વિશ્વ વનદિને.....'*

*પીયૂષ ચાવડા*

અછાંદસ

*અછાંદસ/વિશ્વ કવિતાદિને....*
◆●◆●◆●◆●◆●◆●◆●◆●◆●◆●◆●

આજ વિશ્વ કવિતા દિવસ
થયું ચાલ તારા પર કોઈ કાવ્ય લખું અને મારી ભીતરી સંવેદનાને તારા સુધી પહોંચાડું
પણ....
ખૂબ મૂંઝવણ છે
તું એટલી તો દૂર થઇ બેઠી છો કે..
ફેસબુક,વોટ્સઅપ,કાગળ મેઈલ કે ટ્વીટર
બધું જ વામણું પુરવાર થાય છે
તારા સુધી પહોંચવામાં..
ક્યારેક તો થાય છે લાવને આ શ્વાસની પજવતી દોરીનેકાપી આ મૂંઝવણને કાયમ માટે શાંત કરો દઉં,
પણ  ના.....
કવિતાના અંતમાં અને કવિના જીવનમાં
આવી નિરાશા એ 
કવિ ,કવિતા અને
વિશ્વકવિતા દિવસનું અપમાન છે.
કવિએ તો
ધગધગતા અંગારા જેવી વેદના સહીને પણ
નાજુક પુષ્પ પાંદડી જેવું સ્મિત જ વેરવાનું હોય,
ભીતર વલોવાતી નિજી વેદનાને
પ્રતીક,રૂપક,કલ્પન 
વગેરે ઉપકરણો દ્વારા  મુલાયમ રીતે
કોઈને ખ્યાલ ન આવે
એ રીતે
સહુની વેદનાના બીબામાં ઢાળવાની હોય છે
માટે જ હું જીવીશ...
તને શ્વાસોમાં શ્વસીશ
અને લખતો રહીશ કવિતા....
મારા છેલ્લા શ્વાસ સુધી
એ જ આશા સાથે કે
ક્યાંક કદાચ એકાદ શબ્દ
તારા સુધી  પહોંચી જાય તો...

*પીયૂષ ચાવડા*

ગઝલ

તીર છે મારી તરફ.
ઘાવ છે તારી તરફ.
શબનમ સમજયા પછી.
જામી ગઈ વારિ તરફ.
હરણ ની દિશા દશા
વળે છે જાળી તરફ
સુખ હો કે દુઃખ હો
હોય છે ભારી તરફ
છરી કે ખંજર તો શું
નજર છે પ્યારી તરફ
"રશ્મિ"તો કુરબાન છે.
  યાર ને  યારી  તરફ.
-ડૉ.રમેશ ભટ્ટ"રશ્મિ".

ગઝલ

થઈ ગઇ મને પ્રાપ્ત તારી ખુદાઈ,
મુજે મેરી મસ્તી કહાં લેકે આઈ.

પ્રકાશે ય હું છું, તમસમાં ય હું છું,
ન દીપક જલાયા, ન જ્યોતિ બુઝાઈ.

થયો સ્થાઈ સઘળો સમય મારી અંદર,
ન પૈગામ કોઈ, ન કોઈ બધાઈ.

અમીરી રહી એમ કાયમ અમારી,
ન દોલત કમાઈ, ન ઈજ્જત ગવાંઇ.

રહ્યો ત્યાં જ ઉભો અડીખમ યુગોથી,
સફર ખત્મ હુઆ ના, મંઝિલ ભી પાઇ.

ન ધૂણો, ચલમ કે ધૂમાંડો ય"નાજુક",
મુજે મેરી મસ્તી કહાં લેકે આઈ.

"નાજુક"

વિશ્વ કવિતા દિવસની શુભેચ્છાઓ

અછાંદસ

હસતું રમતું આ સ્મિત લખું છું
સાથમાં બે ચાર આંસુ લખું છું.
આગમનની તીવ્ર પ્રતિક્ષા વચ્ચે
બારણે પડતી એક ટકોર લખું છું.
રાહ જોવામાં દમ હોવો ઘટે
માટે અપલક આંખે શમણું લખું છું.
ચારો તરફ દિવાલો ચણાતી લાગે
અંદર હવે ખુલ્લું મેદાન લખુ છું.
ઉગી નીકળે ભીનાશ પથ્થર ધરાતલે
આજ એવું અનરાધાર ચોમાસું લખું છું.
ભારેખમ જીંદગીને હળવીફૂલ કરું છું
ને માટે જ "નીલ " સમયે સમયે કવિતા લખું છું.

રચના: નિલેશ બગથરિયા
               "નીલ "

ગઝલ

હુ અક્ષર, તુ કવિતા,
ચાલ નહાઈએ, શબ્દોના અવસરમાં...

બાદ શુ કરવાનુ...? કે ઉમેરવાનુ શુ...?
ગુંથી લઇએ, વેણી સ્મરણમાં...

હૈયાની વાત, ઉપસે છે કાગળમાં,
જીવીએ તરબોળ, મનના નગરમાં...

હોય ઉદાસી, એ વ્યથા ગુનો છે,
વાવીએ આકાશ, આવતા અષાઢમાં...

સાચવ્યા છે, મુઠ્ઠીમાં ટહૂકા અમે,
ઉજવવીએ વરસ, ગમતીલા ગુલાલમાં...

નીત મજામાં છુ, એ અફવા હોઈ શકે,
પુછીએ હાલચાલ, પરોઢી સપનામાં...

હુ અક્ષર, તુ કવિતા,
ચાલ નહાઈએ, શબ્દોના અવસરમાં...
...પુનીત સરખેડી

અછાંદસ

" બોડી " એક અછાંદસ કાવ્ય..

બોડી જાણે એક પરિવારનો સભ્ય ,
અખૂટ એનો વ્હાલ....
ના ક્યારેય કોઈ બવાલ...
શાંત .... સ્વભાવની ..
પરિવારમાં એવી હળી મળી કે કોઈને
એક બીજા વગર ઘડીએ ન ચાલે !
ફક્ત સુખ જ નહીં પણ શાંતિનો હાશકારો ...
આ બોડી.
રંગે શ્યામ , અમાસ .
ક્યારેક આખું ઘર હંકારે...
જાણે મોભી ઘરનો .
રોજ રેલમછેલ આંનદની...
અચાનક સમય પલટયો...
કાળો દિ ઉગ્યો !
આમ પૂછ્યું ,તેમ ,આ ગામે , પેલા ગામે
દૂર દૂર
ખુલ્લા પગે ભત્રીજી , કાકો , મમ્મી ભીની આંખે
રખડયા ગામે ગામ...
આજે વરસોનાં વાણા વીતી ગયા ...
પણ "બોડી " ની વાત નીકળે સૌ
ભૂતકાળમાં ડૂબી જાય.....
એ ના જ મળી તે ના જ મળી....
એ ભત્રીજી પણ નથી રહી . ..
આ " બોડી" પણ નથી. ..
આ "બોડી" એટલે વ્હાલી કાળી ભેંશ.....

અંશ ખીમતવી.. 21.03.2018

ગીત

પેલુ વૃક્ષ જોને અડિખમ ઉભું રહેતું,

માગ્યા વગર આપતું,પોષતું,પંપાળતું,
કેટલાય જમાનાનું સાક્ષી બની ટગરટગર જોતું,
વસુની વનરાઇ,પણૅની તનહાઇ લઇ ઉભું,
ખીલીઓ ખંજર થૈ ભોંકાય તોયે સહેતું,

પેલુ વૃક્ષ જોને અડિખમ ઉભું રહેતું.

ઘણા વષોૅ પછી આજ નીહાળ્યું,
વેદનાઓનું ભાથું તેનામાં ભરેલું,
પળેપળ ઓગળાતું,સંકોચાતું,
કંઇક મનમાં હૈયા વરાળ ઠાલવતું,

પેલુ વૃક્ષ જોને અડિખમ ઉભું રહેતું,

નથી વૈભવ,નથી ખળખળતા જેવું રહ્યું,
અંગો વિસજિૅત થઈ ગયેલું જોયું,
નથી ફળ ,નથી રહી એકે ડાળીયું,
સુકુ અને બુઠું જોયું રડતું રડતું,

પેલુ વૃક્ષ જોને અડિખમ ઉભું રહેતું,
  -સંદિપ પટેલ"કસક"