Thursday 22 March 2018

અછાંદસ

*અછાંદસ/વિશ્વ કવિતાદિને....*
◆●◆●◆●◆●◆●◆●◆●◆●◆●◆●◆●

આજ વિશ્વ કવિતા દિવસ
થયું ચાલ તારા પર કોઈ કાવ્ય લખું અને મારી ભીતરી સંવેદનાને તારા સુધી પહોંચાડું
પણ....
ખૂબ મૂંઝવણ છે
તું એટલી તો દૂર થઇ બેઠી છો કે..
ફેસબુક,વોટ્સઅપ,કાગળ મેઈલ કે ટ્વીટર
બધું જ વામણું પુરવાર થાય છે
તારા સુધી પહોંચવામાં..
ક્યારેક તો થાય છે લાવને આ શ્વાસની પજવતી દોરીનેકાપી આ મૂંઝવણને કાયમ માટે શાંત કરો દઉં,
પણ  ના.....
કવિતાના અંતમાં અને કવિના જીવનમાં
આવી નિરાશા એ 
કવિ ,કવિતા અને
વિશ્વકવિતા દિવસનું અપમાન છે.
કવિએ તો
ધગધગતા અંગારા જેવી વેદના સહીને પણ
નાજુક પુષ્પ પાંદડી જેવું સ્મિત જ વેરવાનું હોય,
ભીતર વલોવાતી નિજી વેદનાને
પ્રતીક,રૂપક,કલ્પન 
વગેરે ઉપકરણો દ્વારા  મુલાયમ રીતે
કોઈને ખ્યાલ ન આવે
એ રીતે
સહુની વેદનાના બીબામાં ઢાળવાની હોય છે
માટે જ હું જીવીશ...
તને શ્વાસોમાં શ્વસીશ
અને લખતો રહીશ કવિતા....
મારા છેલ્લા શ્વાસ સુધી
એ જ આશા સાથે કે
ક્યાંક કદાચ એકાદ શબ્દ
તારા સુધી  પહોંચી જાય તો...

*પીયૂષ ચાવડા*

No comments:

Post a Comment