Sunday, 30 July 2017

ગઝલ

ગઝલ
-------

અડાબીડ    આંખો     ગુલાબોથી    પ્રોતું   હશે  એમ  લાગે
તને     કોઈ  પડદો   હટાવીને    જોતું   હશે     એમ    લાગે

અનર્ગળ આ દરિયો, આ આંસુ, આ નદીઓ, ને વર્ષાનાં પાણી
પરાપૂર્વથી     કોઈ    પૃથ્વીને    ધોતું     હશે    એમ    લાગે

સડેડાટ   ગઝલોની   ગઝલો વછૂટે    છે   ક્યાંથી ? વિચારો !
નિરાકારમાં    કોઈ   ખુદને  જ     ખોતું    હશે    એમ   લાગે

હશે   મારી     ભીતર  ડૂબેલી   એ    નગરી  ને  એનીય  ભીતર
સુદામાની     આંખો   સતત      કોઈ   લો'તું    હશે   એમ લાગે

અમે   એક   વરસાદી   પગલામાં   આખ્ખો    ઉમેર્યો છે શ્રાવણ
અને   એ  જ પગલાથી   આંગણ  છલકતું   હશે   એમ લાગે

.. સુરેન્દ્ર કડિયા

No comments:

Post a Comment