Friday, 16 June 2017

સાઈજીકી

પ્રિય દોસ્ત,
આ સાથે સાઈજીકી રચના વિષે થોડી વાત કરીને મારા ૧૦ સાઈજીકી સાથે ગુરુવારી હાજરી પૂરજો.
સાઈજીકી પણ હાઈકુની જેમ જાપાનીઝ કાવ્ય પ્રકાર છે જેમાં ૬-૪-૨-૮ અક્ષરોની ચાર પંક્તિ હોય છે. પ્રથમ પંક્તિ દ્રશ્યનો ઉઘાડ આપે છે, બીજી વિચારને વિસ્તારે છે, ત્રીજી વિચારને વિરામ આપે કે વળાંક આપે અને ચોથી પંક્તિ ચોટ આપે છે. આ પણ  દ્રશ્ય કાવ્ય હોવાથી એમાં કોઈ બોધ કે વાર્તાલાપ હોતો નથી. એક દ્રશ્ય દ્વારા સંદેશ અપાય છે.. એક સંવેદના જગાડી જાય તેવું દ્રશ્ય નિરૂપણ હોય છે.
(૧)
ઢીંગલી રૂ-ભરી,
બાથ ભરી,
હસી,
ઢીંગલી રમે ઢીંગલી.       
(૨)
પીળું પર્ણ પડ્યું
વહેણમાં,
કીડી
લ્યો, નાવમાં બેસી ચાલી!
(૩)
ટેરવા પરથી
ગીત ખર્યું,
એની
નખને બળતરા છે.
(૪)
પૂનમ, અમાસ
ચંદ્ર ખાસ
આમાં
ચાંદનીનો ક્યાં વાંક છે?
(૫)
ઝૂપડીમાં અંધ
મીણબત્તી
બળે,
અંધવાળું વાળ્યે વળે?
(૬)
સમાંતર પાટે
ટ્રેન દોડે,
નદી
અસમાંતર, તો વહે!
(૭)
પ્રભાત નીકળી
રતુંબડી
જાણે
સૂર્યની બિંદી કપાળે
(૮)
ભાદરવા વદ
પાંચમ ને
આવે
હીંચકાને હેડકીઓ
(૯)
તીખા વંટોળમાં
દીવો બળે,
ખોટ્ટો,
કાં એ દીવો કાં વંટોળ
(૧૦)
દર્દી પછી દર્દી
અને દર્દી
દર્દો,
હોસ્પિટલ ઊંઘે નહિ.
*== મંથન ડીસાકર (સુરત)*
૧૫/૦૬/૨૦૧૭ ગુરુવાર

No comments:

Post a Comment