Monday 31 July 2017

ગીત

ખાસ્સા લાંબા ટાઈમ પછી એક વરસાદી ગીત લખાયું.....

માથાથી પગ લગી નખશીખ ભીંજાયા..ભીંજાયા તોય રહ્યા  કોરા...
તમે આવોને સ્હેજ જરા ઓરા..

નજરૂની છાલકથી એવા ઘવાણા કે લોહીજાણ થઈ ગયા શ્વાસ,
ઓચિંતી આવીને શ્વાસો  પુરે છે,એક ઘટના ઉભી છે મારી પાસ
રુવાડે રુવાડે માદકતા ફરકે ને ઉપરથી વરસાદી ફોરાં....
તમે આવોને સહેજ જરા ઓરા

સાત સાત રંગોની છાલક વાગે છે મને લહેરાતા તારા આ કેશમાં..
ઓચિંતા આંગળીના ટેરવા અડયા કે હવે ઝળહળ છે ભીતરના દેશમાં
લાગી ના જાય  આજ દુનિયાની નજરું, લો બાંધી દો માદળિયા દોરા..
તમે આવોને સહેજ જરા ઓરા..

પીયૂષ ચાવડા

ગઝલ

કોઈ સૂઝે ના ડગર, બસ કોણ જાણે શી ખબર !
કેમ વીતે છે પહર, બસ કોણ જાણે શી ખબર !

કોઈ ઓળખતા નથી કે કોણ આવ્યું છે અહીં,
કાઢવા મારી ખબર, બસ કોણ જાણે શી ખબર !

ખળભળે છે ક્યારનો આ એક સાગર માંહ્યલે,
ક્યાં ઉઠી છે કોં લહર, બસ કોણ જાણે શી ખબર !

એ જતા આપી ગયા છે એક સરનામું મને,
લાગે જાણીતી ડગર, બસ કોણ જાણે શી ખબર !

જીવવાને એક સાથી તો સદાયે જોઈએ,
એ ભલે આપે ઝહર, બસ કોણ જાણે શી ખબર !

બસ બધા એમાં જ ભરમાઈ ગયા સઘળા તમે,
આ અગર ને આ મગર, બસ કોણ જાણે શી ખબર !

આમ "જયલા" કોઈ દિન તારે જવું પડશે પછી,
ક્યાં રહ્યું કોઈ અમર, બસ કોણ જાણે શી ખબર !

@ જયલા
તા.૩૧-૦૭-૨૦૧૭

ગીત

शाम-ए-महेफिल !

એકલ દોકલ વરસાદે કેવી ભીંજાતી હું,
વાત વાતમાં વ્હાલમ વાદળ ઓઢાડીને છૂ.

સાંજ પડે ને વ્હાલમ આવી પૂછે, ‘કેમ છો રાણી’,
છે મજા એવું બોલીને છલકે આંખે પાણી,
તો આંસુના દિવાને એ પછી એણે ફૂંક મારી – ‘ફૂ’

વ્હાલમ ક્યારે દરિયો દિલનો ઢોળે,
ક્યારે વ્હાલમ મૂકી માથું સૂવે મારે ખોળે.
ને મેં કહ્યું કે રોકાઈ જા, તો એ કહે – ‘ઉંહુ'

એકલ દોકલ વરસાદે કેવી ભીંજાતી હું,
વાત વાતમાં વ્હાલમ વાદળ ઓઢાડીને છૂ.

– મુકેશ માવલણકર

ગઝલ

લાલઘૂમ તાપમાં મ્હોરતો, મસ્તીનો
તોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી
આ નગરની વચોવચ હતો એક
ગુલમ્હોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

પૂછું છું બારને-બારીને-ભીંતને-
લાલ નળિયાં-છજાં-ને વળી ગોખને-
રાત દિ'ટોડલે બેસીને ગ્હેકતો
મોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

કૈં જે ખૂટયું નથી,કૈં ગયું પણ નથી,
જર ઝવેરાત સહુ એમનું એમ છે!
ને છતાં લાગતું સઘળું લૂંટી અને
મોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

સાવ સૂની બપોરે ઘડી આવીને
એક ટહુકો કરી,ફળિયું ભરચક ભરી
આંખમાં આંસુ આંજી અચાનક
શકરખોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

કેટલાં વર્ષથી સૌ કોરાં પડ્યાં
ઘરના નેવાં ચૂવાનુંય ભૂલી ગયાં
ટપકતો ખાલીપો પૂછતો:મેઘ
ઘનઘોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

જિંદગીના રૂપાળા ચહેરા ઉપર
ઉઝરડા ઉઝરડા સેંકડો ઉઝરડા
કોણ છાના પગે આવી મારી ગયું
ન્હોર, તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

પાછલી રાતની ખટઘડીએ હજી
એ તળેટી ને એ દામોદર કૂંડ પણ-
ઝૂલણાં છંદમાં નિત પલળતો પ્રથમ
પ્હોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી..

---મનોજ ખંડેરિયા

ગઝલ

માળા અને મન / હરજીવન દાફડા

હાથમાં માળા અને મન માળવે,
આ વિરોધાભાસ ક્યાંથી પાલવે !

એટલે તો તાળવું તોડ્યું અમે,
સાંભળ્યું કે જીવ રહે છે તાળવે

ઓળખી કાઢું પવનની આવ-જા,
ત્યાં સુધી જો શ્વાસ મારા જાળવે

આ ખખડધજ રાતની માથે હજી,
સૂર્ય ઢગલાબંધ ઈચ્છા ઠાલવે

આપણે શણગાર સજવામાં રહ્યા,
જાન આવી ગઈ ઝડપથી માંડવે !

અછાંદસ

 -:  વહાણનું પક્ષી :-

વહાણના કૂવાથંભપર
ફરકતી શ્વેતધજા જેવી ,
એ પણ ફરકાવે છે -
સ્વીકાર્યનો વાવટો  ,
ને આવકારે છે હર સમયે
માર્ગ ભૂલેલા પક્ષીને
મોટું મન રાખવું સહેલું નથી
ભીતર કોરાય છે હૈયું
ચાળણી માફક...
એ જાણે છે કે
વહાણની પ્રતિષ્ઠા
ભટકેલા પક્ષીથી જ છે. ..
સુંદર ગિરિમાળાઓથી આકર્ષિત થઈ ભલે
જાય છે એ થોડીવાર ત્યાં
સુસ્તી ઉડાડવા. .
પણ અહીંતહી ભટકી એ પાછું તો
વહાણ પર જ આવે છે. .
માલિકી પડાવ હોય છે એનો
વહાણ પર...
બાહોશ પક્ષીને  રાખતા આવડે છે
સરસ રીતે સંતુલન
વહાણ ને ગિરિમાળા વચ્ચે. .
સાફ દિલવાળી 'એ' ભ્રમિત  રહે છે
પક્ષીના સંતુલિતગુણ પર. ..
વંકાઈ જાય છે એના સુંદર હોઠ
જ્યારે નકલી સ્મિત સાથે
ઉચ્ચારે છે આ શબ્દો
'વહાણનું પક્ષી'

©હેમશીલા માહેશ્વરી'શીલ'
 

ગઝલ

મારા ને મારા છો
્્્્ ્્્્ ્્્્
ડૉ .સત્યમ બારોટ

જેવા છો એવા સારા છો ,.
મારા, મારા ને મારા છો .

સૌને જીવન આપો એવા ,.
આ શ્વાસોના ધબકારા છો .

આખો ઠારો દિલની એવા ,.
સૌના વ્હાલા નજારા છો .

ભટકેલા મુજ રાહી માટે ,.
મંઝિલ થઇને હસનારા છો .

જન્મો પૂજન કરતાં, મળતાં ,.
તમે દેવોમાં વસનારા છો .

દેવોને જ્યાં શાતા મળતી ,.
દિલમાં સ્વર્ગ ઘડનારા છો .

અંધારાને મારો એવા ,.
સત્યોમાહી તરનારા છો .

ડૉ .સત્યમ બારોટ
્્્્.     ્્્્.    ્્્

ગઝલ

બે અક્ષર લખું  કાગળ ઉપર ને આખી કવિતા નીકળે તો કેવું સારું
ખુશી નું બુંદ ટપકે આંખથી ને  આખી સરિતા નીકળે તો કેવું સારું

હું ચાહું જેને મારા દિલથી વધારે એજ મારા સપના ની રાણી હોય
મારા ખુશી થી ભરેલા સંસાર ની એજ રચિતા નીકળે તો કેવું સારું

નામ આપ્યું  લક્ષ્મીનું વરસોથી આપણાં પુરખો એ અહીં સ્ત્રી ઓનું
ભ્રમણા કરું  ભારતની ને ઘરની સ્ત્રી બધે સિતા નીકળે તો કેવું સારું

ઘર્મ ના ડાકુ  પાળું પોસું મોટા કરું  મૂકી દઉં છુટા ચારે દિશા તરફ
પાપી સૌ શહેર ની શેરીએ શેરીએ બીતા બીતા નીકળે તો કેવું સારું

ઘેરી લીધો છે આજે ટેક્નોલોજિ એ યુવાનીને પોતાની બાહોમાં કેવો
ચાલુ કરે સૌ મોબાઈલ ને એમાંથી પહેલા ગીતા નીકળે તો કેવું સારું

મેં જણાવી છે મારા મન ની કલ્પના ને આજે આ કોરા કાગળ ઉપર
કરે જો શિવ ને મૌન ની કલ્પના  વાસ્તવિકતા નીકળે તો કેવું સારું
                                          વિનોદ બી.ગુસાઈ”મૌન”

ગઝલ

સાવ જૂઠું જગત કોઈ તારું નથી,
મૂક સઘળી મમત કોઈ તારું નથી.

કોણ કોનું ? અને એય પણ ક્યાં લગી ?
છે બધું મનઘડત કોઈ તારું નથી.

જે પળે જાણશે સોંસરો સળગશે,
આ બધી છે રમત કોઈ તારું નથી.

કોઈ ઉંબર સુધી કોઈ પાદર સુધી,
છેક સુધી સતત કોઈ તારું નથી.

કઈ રીતે હું મનાવું તને બોલ મન,
બોલ, લાગી શરત કોઈ તારું નથી !

કોઈ એકાદ જણ, એય બેચાર પળ,
કે અહીં હરવખત કોઈ તારું નથી.

-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

ગઝલ

તૂટતાં પહેલાં જે સંધાઈ ગયું,
પોત પીડાનું  સંબંધાઈ  ગયું.

મેં બગીચાની કરી જ્યાં કલ્પના,
મારા મનમાં કંઈ  સુગંધાઈ ગયું.

હું નથી વિક્રમ છતાં વૈતાલ સમ,
એ સ્મરણ એવું તો સ્કંધાઈ ગયું.

પૂરની માફક વહી શકતું નથી,
એક બિન્દુ અશ્રુ બંધાઈ ગયું.

કાફિયા સામે રદ્દીફો પણ હસ્યાં
કોની  સામે  કોણ  ખંધાઈ  ગયું

             ભરત ભટ્ટ

ગઝલ

ગઝલ

હર્ષ બ્રહ્મભટ્ટ

દંભની, મૃગજળની દુનિયા છે, કબૂલી લે હવે,
સુખ બધાં ઝાકળની દુનિયા છે, કબૂલી લે હવે.

જે ચમત્કારો બન્યા એ ક્યાં કડી સમજી શક્યો ?
પારની આગળની દુનિયા છે, કબૂલી લે હવે.

છો રહો સાથે છતાં ના કોઈને જાણી શકો,
ચોતરફ અટકળની દુનિયા છે, કબૂલી લે હવે.

કેટલી વેળા ગયો ફેંકાઈ અંધારાં મહીં ?
આ જૂઠી ઝળહળની દુનિયા છે, કબૂલી લે હવે.

માણસો ખોટા કચેરી-કોર્ટના ધક્કે ચઢે,
સત્ય તો કાગળની દુનિયા છે, કબૂલી લે હવે.

૧૧, ગઝલ

કેટલા સગપણ રડ્યા'તા સાવ છાતીએ મગર,
ને જખમ કેવા જડયા'તા સાવ છાતીએ મગર.

એક બાજું જગ હતું ને એક બાજું હું હતો,
બસ પછી બંને લડ્યા'તા સાવ  છાતીએ મગર.

મેં લખેલા કાગળો ફાડયા હતા તે રોષમાં,
તે લખેલા તો જડયા'તા સાવ છાતીએ મગર.

હાલ મારા જોઈને એને દયા આવી હશે,
એમ તો એ પણ રડ્યા'તા સાવ છાતીએ મગર.

જિંદગી આખી અમે રાખી છલકતી એમ તો,
આંખથી પણ જો દડ્યા'તા સાવ છાતીએ મગર.

સાવ કોરા એ રહ્યા, વરસાદની હેલી હતી,
ને, અમે પણ, તો રડ્યા"તા સાવ છાતીએ મગર.

રાત દિન બેધ્યાન અવસ્થામાં ગુજાર્યા છે "જ યા"
કેફ આ શાના ચડ્યા'તા સાવ છાતીએ મગર.

જયલા

કાળજા રાખી કઠણ ફરતા રહ્યા આ લોક સૌ,
ને પછી તો કેટલા ઝરતા રહ્યા આ લોક સૌ.

એકલા આવ્યા હતા પણ એકલા જાવું નથી !
એટલે બસ કોથળા ભરતા રહ્યા આ લોક સૌ.

ડર કદી રાખ્યો નહી એણે કરમનો તો જરા,
કેમ જાણે લોકથી ડરતા રહ્યા આ લોક સૌ.

માનસાઈનો ધરમ છોડયો બધાયે એકદમ,
માત્ર શિષ્ટાચાર બસ કરતા રહ્યા આ લોક સૌ.

છે ફકીરી એટલી કે કઇ નહીં આપી શક્યા,
નામ મારૂ માનમા ધરતા રહ્યા આ લોક સૌ.

ડૂબવાની છૂટ તો આપી હતી ત્યાં એમણે,
પણ કિનારે એકલા તરતા રહ્યા આ લોક સૌ.

જીવતે જીવત કદી જીવ્યા નહી "જયલા" બધા,
કૈક તરખટ રાચતા મરતા રહ્યા આ લોક સૌ.

@જયલા

હાલ મારા જોઈને એને મજા આવી હશે,
રાખવા કોઈ અદાવત આ ઘટા આવી હશે.

એકલો સળગી રહ્યો છું હુંય ભીતર ક્યારનો,
બાળવા મુજને વધું મીઠી હવા આવી હશે.

કોણ જાણે કેમ મારી આ દશા આવી હશે,
જિંદગીને જીવવાની, કે કલા આવી હશે.

મેં કરમ જે પણ કર્યા તારા ભરોષે ઓ ખુદા,
એ કરમની સાખમાં આખી સભા આવી હશે.

છેક અંદરથી મર્યો તો, તે છતા જીવત રહ્યો,
એટલી મારા ઉપર કોને દયા આવી હશે.

આમ હલકટ આ વિચારો એટલા આવે નહીં,
જીવતરમાં કોઈ તો આજે રજા આવી હશે.

ક્રોધ આ કાયમ હતો એના ઉપર, જે ઠારવા,
આ કરૂણા, આ દયા ને આ ક્ષમા આવી હશે.

બેવફાના હાલ કેવા થઈ ગયા " જયલા " પછી,
આ ખબરને આપવા મારી વફા આવી હશે.

@ જયલા

ત્યારથી મેં કેટલી તકલીફ આ ઝેલી હતી,
એક છૂરી આપણાએ પીઠમાં ઠેલી હતી.

મેં નજર સામે જ રાખ્યા'તા બધાને કાયમી,
તે વિચારીને રમત આ આંધળી ખેલી હતી.

માત્ર રાખે છે શરીરો સાફ આજે માણસો,
મન મહી છે જે મુરાદો, કેટલી મેલી હતી.

જોતજોતામાં હવે આ જિંદગી વીતી ગઈ,
એક ટેકણ લાકડી ને હાથમાં થેલી હતી.

હું ભડકતો ને સળગતો જીવતો કાયમ રહ્યો,
હાથમાં મારા જ મારી લાશની સેલી હતી.

આ ધરા પર આવતાની સાથમાં મરતા રહ્યા,
આમ જીવ્યા કે મરેલા સંતની રેલી હતી.

આ ભરેલા ઘર વિશેની વાત તમને શું કરું?
કેટલી " જયલા" તમારી ખુબસુરત ડેલી હતી.

@ જયલા @

સાવ કોરા એ રહ્યા વરસાદની હેલી હતી,
આ જુલાઈમાં અમે તકલીફ એ ઝેલી હતી.

આવવું ના આવવું મરજી હવે તારી બધી,
મેં હૃદયની ક્યારની ખૂલ્લી કરી ડેલી હતી.

કેમ હું જોઈ શકું તકલીફમાં એને કદી,
મેં બલાઓ એમની મારા તરફ ઠેલી હતી.

વાત છોને રૂબરૂમાં થઈ નહીં એકે કદી,
સાંભળ્યું છે કે અમારી એય પણ ઘેલી હતી.

ખ્વાબમાં આવી સતાવે છે મને જે ક્યારની,
ને ખુલાશો એ થયો કે આ નહીં પેલી હતી.

@જયલા@

એક એના કારણે ભાંગ્યા સદા હૈયે અમે,
બસ સદંતર બારણા વાખ્યા સદા હૈયે અમે.

કોઇ ઔષધ કામ ના આવે, ઇલમ લાગે નહીં,
પ્રેમમાં બસ રાતભર જાગ્યા સદા હૈયે અમે.

કઇ મનોરથ સામટા ટૂટી પડ્યા મારા ઉપર,
કઇ મનોરથ એમ તો દાગ્યા સદા હૈયે અમે.

માત્ર એ દેખાવ ખાતર બસ ગળે મળતા રહ્યા,
લાગણીમાં એમને લાગ્યા સદા હૈયે અમે.

ખ્વાબમાં એ કોઈ ' દી મળતા રહે "જયલા" કદી,
જીવ માફક જેમને રાખ્યા સદા હૈયે અમે.

@જયલા@

સાવ સાદી રીતથી છે આ ઝલકતી જિંદગી,
પ્રેમની આ જ્યોતથી રાખી સળગતી જિંદગી.

હાથ માંથી એક તો ક્ષણક્ષણ છટકતી જિંદગી,
કોણ જાણે શી ખબર ક્યારે અટકતી જિંદગી.

છે નિરંતર ચાલ એની, ક્યાંય પણ પગલા નથી,
રાહ પર મંઝિલ વગર કાયમ ભટકતી જિંદગી.

એક બાજું ખાઇ છે ને એક બાજું છે કુઈ,
ધાર પર તલવારની કાયમ લટકતી જિંદગી.

મેં કરેલા હાથના વાગ્યા સદા હૈયે મને,
કેટલો ઊંચે ઉછાળી ને પટકતી જિંદગી.

મોત માંગી ક્યારના બેઠા હતા છેલ્લે સુધી,
મોત આવી તે ક્ષણે પાછી વળગતી જિંદગી.

વાદળો ઘેરા થયા ને વીજળી ચમકે હવે,
યાદના વરસાદમાં કેવી પલળતી જિંદગી.

@જયલા@

એક લાફો જોરથી ચોડયો બધાએ એકદમ,
લાગણીના સેતુને તોડયો બધાએ એકદમ.

તોડતા થાકી ગયા તો, હાથ જ્યારે એમના,
બસ પછી પરવશ બની જોડ્યો બધાએ એકદમ.

ઘર હતું, પત્ની હતી, માતા - પિતા, બાળક હતા,
કોણ જાણે શી ખબર છોડ્યો બધાએ એકદમ.

સ્વાર્થનો ફુગ્ગો ફુલાવી રોજ ફરતા એ રહ્યા,
પ્રેમ પરપોટો સદા ફોડ્યો બધાએ એકદમ.

જેમ વાળ્યો એમ વળતા ગ્યા અમે તો આજ તક,
જેમ ફાવે એમ બસ મોડયો બધાએ એકદમ.

@ જયલા @

આ ખબર અખબારમાં છાપી હતી ત્યાં એમણે,
બાતમી મારી બધી આપી હતી ત્યાં એમણે.

આ હૃદયની ચોતરફ કીલ્લો બનાવ્યો એક તો,
ને વસાહત એ પછી સ્થાપી હતી ત્યાં એમણે.

મેં કદીયે પ્રેમમાં રાખ્યું નહીં કોઈ ગણિત,
ને બધીયે લાગણી માપી હતી ત્યાં એમણે.

મુક્ત પિંજરથી કરી આકાશ આપ્યું રીત સર,
પાંખ પંખીની પછી કાપી હતી ત્યાં એમણે.

એક ખૂણો કાયમી સુક્કો થયો છે જ્યારથી,
ત્યારથી દીવાસળી ચાંપી હતી ત્યાં એમણે.

"જયલા"

કેટલા સગપણ રડ્યા'તા સાવ છાતીએ મગર,
ને જખમ કેવા જડયા'તા સાવ છાતીએ મગર.

એક બાજું જગ હતું ને એક બાજું હું હતો,
બસ પછી બંને લડ્યા'તા સાવ  છાતીએ મગર.

મેં લખેલા કાગળો ફાડયા હતા તે રોષમાં,
તે લખેલા તો જડયા'તા સાવ છાતીએ મગર.

હાલ મારા જોઈને એને દયા આવી હશે,
એમ તો એ પણ રડ્યા'તા સાવ છાતીએ મગર.

જિંદગી આખી અમે રાખી છલકતી એમ તો,
આંખથી પણ જો દડ્યા'તા સાવ છાતીએ મગર.

સાવ કોરા એ રહ્યા, વરસાદની હેલી હતી,
ને, અમે પણ, તો રડ્યા"તા સાવ છાતીએ મગર.

રાત દિન બેધ્યાન અવસ્થામાં ગુજાર્યા છે "જ યા"
કેફ આ શાના ચડ્યા'તા સાવ છાતીએ મગર.

@ જયલા

કાળજા રાખી કઠણ ફરતા રહ્યા આ લોક સૌ,
ને પછી તો કેટલા ઝરતા રહ્યા આ લોક સૌ.

એકલા આવ્યા હતા પણ એકલા જાવું નથી !
એટલે બસ કોથળા ભરતા રહ્યા આ લોક સૌ.

ડર કદી રાખ્યો નહી એણે કરમનો તો જરા,
કેમ જાણે લોકથી ડરતા રહ્યા આ લોક સૌ.

માનસાઈનો ધરમ છોડયો બધાયે એકદમ,
માત્ર શિષ્ટાચાર બસ કરતા રહ્યા આ લોક સૌ.

છે ફકીરી એટલી કે કઇ નહીં આપી શક્યા,
નામ મારૂ માનમા ધરતા રહ્યા આ લોક સૌ.

ડૂબવાની છૂટ તો આપી હતી ત્યાં એમણે,
પણ કિનારે એકલા તરતા રહ્યા આ લોક સૌ.

જીવતે જીવત કદી જીવ્યા નહી "જયલા" બધા,
કૈક તરખટ રાચતા મરતા રહ્યા આ લોક સૌ.

@જયલા

ગઝલ

मैं तुम्हें ढूंढने स्वर्ग के द्वार तक
रोज़ जाता रहा, रोज़ आता रहा
तुम ग़ज़ल बन गईं, गीत में ढल गईं
मंच से मैं तुम्हें गुनगुनाता रहा

ज़िन्दगी के सभी रास्ते एक थे
सबकी मंज़िल तुम्हारे चयन तक रही
अप्रकाशित रहे पीर के उपनिषद्
मन की गोपन कथाएँ नयन तक रहीं
प्राण के पृष्ठ पर प्रीति की अल्पना
तुम मिटाती रहीं मैं बनाता रहा

एक ख़ामोश हलचल बनी ज़िन्दगी
गहरा ठहरा हुआ जल बनी ज़िन्दगी
तुम बिना जैसे महलों मे बीता हुआ
उर्मिला का कोई पल बनी ज़िन्दगी
दृष्टि आकाश में आस का इक दीया
तुम बुझाती रहीं, मैं जलाता रहा

तुम चली तो गईं, मन अकेला हुआ
सारी यादों का पुरज़ोर मेला हुआ
जब भी लौटीं नई ख़ुश्बुओं में सजीं
मन भी बेला हुआ, तन भी बेला हुआ
ख़ुद के आघात पर, व्यर्थ की बात पर
रूठतीं तुम रहीं मैं मनाता रहा

-  कुमार विश्वास

ગીત

શિવજીની જાન અને સાસુનો સંતાપ

જાન અનોખી નીકળી શિવ પરણવા જાય
શિવસાસુ મેનાવતી , ઝરૂખડે ડોકાય !

જાન પ્રભુની જોઈને,મેનાને દુ:ખ થાય ,
સોના જેવી દીકરી જોગીને ઘર જાય !

ગમે ભસ્મ એને, ન કંકુ ન ચોખા
મહાદેવ શંભુ બધાથી અનોખા

સદાશિવ શંકર શિરે ચંદ્ર રાખે
ઘરેણા તરીકે ગળે નાગ નાખે

ગળે મુણ્ડમાળા નીલા કંઠવાળા
ગણો, ભૂત ને યક્ષ,કિન્નર રૂપાળા

નગરજનને ભાળી જટાગાંઠ વાળી
શિવે વાઘનું ચર્મ લીધું વીંટાળી

વૃષભ પર સવારી, શિરે ગંગધારી
વિજયરાજના નાથની જાન ન્યારી

વિજય રાજ્યગુરુ

ગઝલ

ઊર્ફે  ધોળે  દિવસે  અંધારું પડ્યું
આપને અજવાળું પણ આછું પડ્યું.

  કેટલો વિનાશ સર્જીને પછી,
તોપનું મોઢું જરા ટાઢું પડ્યું.

શબ્દનો પડઘો થયો તો એ કહે-
પોત  તકલાદી  હતું, પાછું પડ્યું.

આટલો  વરસાદ  વરસે છે છતાં,
આભમાં ક્યારેય ક્યાં કાણું પડ્યું.

એણે અંધારું ભગાડ્યુ એ ક્ષણે,
મુખ દીવાનું  એટલે કાળું પડ્યું.

એમને  ઓરુ પડ્યું ભૂલવું બધું,
વિસ્મરણ એનું મને આઘુ પડ્યું.

હું અરીસામાં જઈ ભૂલો પડ્યો
બિમ્બ એમાં કોનું બીજાનું પડ્યું

           ભરત ભટ્ટ

ગઝલ

જનારી રાત્રિ જતાં કહેજે : સલૂણી એવી સવાર આવે;
કળી કળીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે.

હૃદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે;
તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે.

વ્યથા શું હું વિદાય આપું? વિરામના શું કરું વિચારો?
કરાર એવો કરી ગયાં છે – ન મારા દિલને કરાર આવે.

કિનારેથી તું કરી કિનારો, વમળમાં આવી ફસ્યો છે પોતે,
હવે સુકાની, ડરે શું કરવા? ભલે તૂફાનો હજાર આવે.

ન ફૂટે ફણગા, ન છોડ થાયે, ન થાય કળીઓ, ન ફૂલ ખીલે;
ધરામાં એવી ધખે છે જ્વાળા, બળી મરે જો બહાર આવે.

વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત કહું છું;
જીવનમાં એથી વિશેષ શું છે? વિચાર જાયે વિચાર આવે.

તમારી મ્હેફિલની એ જ રંગત, તમારી મ્હેફિલની એ જ હલચલ;
હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે.

હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની?
ઉભો છે ‘શયદા’ ઉંબરમાં આવી , ન જાય ઘરમાં – ન બ્હાર આવે.
– શયદા

ગઝલ

તને મળવા મથું છું
         -- હરજીવન દાફડા

અહીં થોડુંક ઝળહળવા મથું છું,
હે, તેજોમય ! તને મળવા મથું છું.

નહીંતર આમ કણકણમાં ન શોધું,
તને તલભાર પણ કળવા મથું છું.

પરસ્પરની કડી તૂટી ગઈ છે,
ફરીથી એને સાંકળવા મથું છું.

સતત અટકાવ ના ઉંબર વચોવચ,
તિમિર -ઘરમાંથી નીકળવા મથું છું.

બજે છે ઝાલરી ઊંડે અતલમાં,
નયન મીંચીને સાંભળવા મથું છું.

ગીત


ગામ ચોમાસા હેઠ ભીંજાતું હોય એવા વરસાદના ટાણે
તમને તમે ગમવા માંડ્યા હો તે બીજું કોઈ ન જાણે!

ફૂગ્ગો ફૂલે એમ ઝીણું ખાબોચિયું ફૂલે જોતજોતામાં, જોતજોતામાં ફૂટે.
શેરીએ બૂમો પાડતા રેલા નીસરે એને આંબવા નદી છબિયુંમાંથી છૂટે;
ટીપાં, છાંટા, ચૂવા, વાંછટ, ધાર, ધધૂડા, ધોરિયા, ધોધંધોધા આખા ગામનું ગજું નાણે!

જળની હેબત વાધરી જેવા મનને થાપો મારતી કેવી ગારમાટીના કૂબે,
તમને તમે કેટલું ગમ્યા, કેમ ગમ્યા-એ કોયડાસોતું છિછરું માથું ડૂબે;
જળના આવા ઘોંચપરોણા સાંભળે, જુએ, સમજે, સહે જીવ એે પ્હેલાં દરિયો તેગું તાણે!

– રમેશ પારેખ

ગઝલ

બચી છે આ સુરા ઓછી,મને થોડી અસર આપો;
ઠરો સાકી હવે,વળગણ હતું એની ખબર આપો!

હતું ઘર એક કલરવથી ભરેલું,સાંજ આવી જો;
કહો બારી મહીં બેસો,પછી મીઠી નજર આપો.

હવે છોડી રહ્યો છું એ દિવાનાપન,મજા ક્યાં છે?
દગો આપ્યો હતો કેવો?દર્દો પણ માતબર આપો.

નક્કી ન્હોતું,બિછડવાનો સમય આવ્યો હતો છેલ્લે;
વળાંકો,જે રસ્તા જીવડાતાં,એને કદર આપો.

હજી ભૂલી શકો તો આવજો,જીવી જવાશે હોં,
કદી ખટરાગ ના હો રાહમાં,એવી સફર આપો!

'અગમ' રાખ્યા હતા જે કોડ,પૂરા ક્યાં થયા એકે?
મને આ ગામના પાદર મહીં,ખૂણે કબર આપો.

-શૈલેષ ચૌધરી 'અગમ'

ગઝલ

કણસી છે એક વાત ઓશીકે.
આંસુનાં છે ડાઘ ઓશીકે.

યાદોની છે ધાક ઓશીકે,
નીંદરની તો  ઘાત ઓશીકે.

કાયમ ખીલી ને કરમાતા,
સપનાનો છે બાગ ઓશીકે

રાખ અબોલા આખો દી', પણ,
અડધો મારો ભાગ ઓશીકે

હસવાનું જો શીખી લો, તો
ખાલીપો શું ખાખ ઓશીકે!

     -જુગલ દરજી 'માસ્તર'

ગઝલ

મેં  ભાર કહો  પાપનો માથે કયો લીધો ?
મીરા બની પ્યાલો મેં ફકત ઝેરનો પીધો.

છો મેલી સરીખી રહી આ જાત બધાની;
લઈ પુણ્યની ગંગા હવે ખુદને તું  પ્રથમ ધો

વરમાળા લઈ પૂણ્યની જો દ્રોપદી ઊભી;
અર્જુન બની બસ પાપી નયન મત્સ્યના વિંધો.

દોષિત તને  મળશે નહીં ખુદથી વધુ કોઈ;
આવીને પહેલા ના મને આંગળી ચીંધો.

ચાલી હતી જેણે  બધી આ ચાલ શકુનિ;
'સર્જક' અહીં માંગે છે હવે મોક્ષ એ સીધો
સર્જક
_________________________
  મોરબી જીલ્લા સાહિત્ય વર્તુળ

ગીત

પીયરને પીપળેથી આવ્યું પારેવડું,
પારેવડાં ને સોના કેરી ચાંચ રે..
પારેવડાં ને કોઇ ના ઉડાડશો..

મૈયરનું ખોરડું ને મૈયરની ગાવડી,
મૈયરની સામે એક નાની તલાવડી,
એવા મારા મૈયરનું આ રે પારેવડું,
એને આવે ના ઉની આંચ રે..
પારેવડાંને કોઇ ના ઉડાડશો..

એ રે પારેવડાંમાં જનક ને જનેતા,
એ રે પારેવડે મારો ભાઇ..
એ રે પારેવડાંમાં નાનકડી બેનડી,
એ રે પારેવડે ભોજાઇ..
પારેવડાંના વેશમાં આજ મારે આંગણે,
મૈયર આવ્યું સાચો-સાચ રે..
પારેવડાં ને કોઇએ ના ઉડાડશો..

એ રે પારેવડે મારા મૈયરનો મોરલો,
એ રે પારેવડે મારા દાદાજીનો ઓટલો,
એ રે પારેવડું મને જોતું રે વ્હાલથી,
એને કરવા દ્યો થનગન થન નાચ રે..
પારેવડાં ને કોઇ ના ઉડાડશો..

પીયરને પીપળેથી આવ્યું પારેવડું,
પારેવડાં ને સોના કેરી ચાંચ રે..
પારેવડાં ને કોઇ ના ઉડાડશો..

– અવિનાશ વ્યાસ

ગઝલ

રમલ ૨૬

આંખ છલકી આંસુ અટકી જાય ત્યાંથી, શું કરું?
સૌ અભાવો દોસ્ત, ખટકી જાય ત્યાંથી, શું કરું?

આમ વળગણ કારગત ક્યાંથી નિવડશે? લે હવે
હર વખત ઈચ્છાઓ લટકી જાય ત્યાંથી, શું કરું?

લાગણીઓ ચોતરફ વિંટળાઇ ગઇ વાચાળ થઇ!
દિલ છતાં જો આમ છટકી જાય ત્યાંથી, શું કરું?

કચડે એ, ભેગાં મળી, સંવેદનો ગુલમ્હોર શા!
ને ગઝલ રીસાઈ, ભટકી જાય  ત્યાંથી શું કરુ?

આપણી સમજણ ભલે હો, વિસ્મરણ કર યાદ નું,
ખોખલા સંબંધ બટકી જાય ત્યાંથી શું કરું?
                             ડો જિજ્ઞાસા

ગઝલ

પડ્યો છું

રસ્તા  વચ્ચોવચ્ચ  ખડ્યો છું!
પણ  ના   કોઈને  અડ્યો  છું!

કેડીઓ       કાંટા      વગરની
ક્યાં હતી? તો પણ ચડ્યો છું!

મારો   પડછાયો    અને     હું
જઇ   અરીસામાં જડ્યો  છું!

પાંપણો       વચ્ચે       થઈને
આંસું  થઈ  જઈને દડ્યો છું!

તાર     કે    ડૂબાડ    હરિયા
તારા  ચરણોમાં  પડ્યો   છું!

- હરિહર શુક્લ
  ૩૧-૦૭-૨૦૧૭

(રિવ્યુ માટે)

અછાંદસ

હંમેશા જોઇ લે છે એ
ત્રાંસી નજરે ચૂપચાપ,
કોઇના પણ
અકળ સ્મિતની પાછળ,
ઠાંસી ઠાંસી દબાવીને
સંતાડી રાખેલા દુઃખને,
અને પછી તે
પૂછ્યા વગર, કહ્યા વગર,
આંખોનાં હાવભાવ બદલ્યા વગર
તેઓના મનની અંદર ધીરે ધીરે
રેડ્યા કરે,
શાંતિ, પ્રેમ, હિંમત અને ધૈર્ય.
.
~ સંજય એ. પરમાર

ગઝલ

રણ પ્રદેશે જે ફરેલા હોય છે,
મૃગજળ એણે પીધેલા હોય છે.
.
આંસુઓ જેના છે સુકાઈ ગયા,
એજ ભવસાગર તરેલા હોય છે.
.
ખૂબ સાંભળવા ગમે સૌ શબ્દ એ,
તે મને જે પણ કહેલા હોય છે.
.
જે જરૂરતથી ઊંચું છે બોલતા,
એ જ ભયથી થરથરેલા હોય છે.
.
જેમને ગુસ્સો કદી ના આવતો,
કોક એવા અવતરેલા હોય છે.
.
મોતનો ભય ના બતાવો એમને,
જે તમારા પર મરેલા હોય છે.
.
આંખ મિચું યાદ આવે "મિત્ર" સૌ,
જેની સાથે દિલ મળેલા હોય છે.
.
                "મિત્ર" રાઠોડ