Monday 31 July 2017

ગઝલ

બચી છે આ સુરા ઓછી,મને થોડી અસર આપો;
ઠરો સાકી હવે,વળગણ હતું એની ખબર આપો!

હતું ઘર એક કલરવથી ભરેલું,સાંજ આવી જો;
કહો બારી મહીં બેસો,પછી મીઠી નજર આપો.

હવે છોડી રહ્યો છું એ દિવાનાપન,મજા ક્યાં છે?
દગો આપ્યો હતો કેવો?દર્દો પણ માતબર આપો.

નક્કી ન્હોતું,બિછડવાનો સમય આવ્યો હતો છેલ્લે;
વળાંકો,જે રસ્તા જીવડાતાં,એને કદર આપો.

હજી ભૂલી શકો તો આવજો,જીવી જવાશે હોં,
કદી ખટરાગ ના હો રાહમાં,એવી સફર આપો!

'અગમ' રાખ્યા હતા જે કોડ,પૂરા ક્યાં થયા એકે?
મને આ ગામના પાદર મહીં,ખૂણે કબર આપો.

-શૈલેષ ચૌધરી 'અગમ'

No comments:

Post a Comment