Monday, 31 July 2017

ગઝલ

કણસી છે એક વાત ઓશીકે.
આંસુનાં છે ડાઘ ઓશીકે.

યાદોની છે ધાક ઓશીકે,
નીંદરની તો  ઘાત ઓશીકે.

કાયમ ખીલી ને કરમાતા,
સપનાનો છે બાગ ઓશીકે

રાખ અબોલા આખો દી', પણ,
અડધો મારો ભાગ ઓશીકે

હસવાનું જો શીખી લો, તો
ખાલીપો શું ખાખ ઓશીકે!

     -જુગલ દરજી 'માસ્તર'

No comments:

Post a Comment