Thursday 31 August 2017

ગીત

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

ઓથ અમને મોટી

કાયમ આંગણ હરની રટણા,
અોથ અમોને મોટી.
ના માયા, ના મમતા વળગે,
જીવતર થયું લખોટી.

સહેજે સહેજે ધ્યાન ધારણા,
અનર્ગળ છે એવું,
વરસે તરસે ખળખળ કરતી
અખંડ નભ ધારા જેવું.
સુખદુ:ખ સમથળ લાગે,
હેલે ચડતી ભંભોટી.
કાયમ આંગણ હરની રટણા....

ધરપત હૈયે અણનમ એવી
આઠે પોર ભરપૂરા,
એની વાટે પગલાં અથરાં,
નજર સામે જ નૂરા.
'જ્યાં એ ત્યાં હું' નો અવસર
ઉજળી ચાંચું બોટી.
કાયમ આંગણ હરની રટણા...

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

Wednesday 30 August 2017

ગઝલ

તરાવી હોડી કાગળની અને દફતર લઈ ચાલ્યું,
શિશુ કોઈ અજાણ્યા શબ્દનું સરવર લઈ ચાલ્યું.

શિખરની ટોચ પર જઈને ફરકવાનો નથી મતલબ,
હઠીલુ મન તળેટીથી મને ઉપર લઈ ચાલ્યું.

સ્મરણ ફુલોનુ આવ્યું ને ઘડીભર બાગમાં બેઠો,
પતંગિયાનુ ઝૂમખુ અશ્રુની ઝરમર લઈ ચાલ્યું.

રણકતી ઝાંઝરી સાથે તું નીકળે ઓઢણી ઓઢી,
તો પંખીઓના કલરવને શિરે અંબર લઈ ચાલ્યું.
  
પૂછું શેરીને, રસ્તાને ,ગલીને ,ચોક-ચૌટાને,
મને વેરાન વગડાએ  હવે ક્યાં ઘર લઈ ચાલ્યું.

         ભરત ભટ્ટ

ગઝલ

જિંદગી તો વારતા છે,કેમ કાળું?
શ્વાસ તો મોટી જફા છે, કેમ કાળું?

આંખથી સીધો પ્રવેશ્યો જ્યાં હ્રદયમાં,
ને પછી ખમ્મા - મજા છે , કેમ કાળું?

કોઈ તારો ભાવ અહિયાં પૂછશે નહિ,
ચોતરફ શહેરી હવા છે, કેમ કાળું?

સ્હેજ પણ મારાથી અલગ થાશે નહી હો!
આ હઠીલી વેદના છે , કેમ કાળું?

દ્વાર મારું ખટખટાવે રંગ પીળો,
એને મારી વંદના છે, કેમ કાળું?

અદિશ

ગઝલ

ભવરણે આંધી ઉઠી તો થાય શું !
ભાગ્યવશ ભૂલા પડયાં, ભૂલાય શું !
આભનાં ઊંડાણ જેવી યાદ એ ,
કાળનાં ઉત્પાતથી ધોવાય  શું !
બાગ આખો ઊઝડે જો એક ‍‌ક્ષણ,
એ જ ક્ષણ એની સુગંધો જાય શું ?
વેદનાઓ વિષ જેવી ભાસતી ,
યાતના વિયોગની સહેવાય  શું ?
ભૂતને ભૂલી શકું એ શક્ય ના , 
નીર  નેવાનાં ય મોભે જાય શું  !

                        શીલા મહેતા

ગઝલ

એમ કંઇ બંધાતુ નથી, એમ કંઇ ખુલતુ નથી,
હઠીલુ છે કંઇ એક દરદ, એમ નસ્તર વગર મટતુ નથી...
ભાર કંઈક કેટલાય જનમનો, વેંઢારીને રસ્તો ફરે,
ભવભવની વારતા કહેતા હવે ફાવતુ નથી...
આ પાર કે પેલી પાર, કાંઠા તો સરખા જ હોવાના,
રેતમાં નાવડી ચલાવીને મંઝીલે પહોચાતુ નથી...
આવકાર માં જરા નજાકત ભળવાની જો રાહ હોય,
કહેવાનુ ઘણુ હોય ને, શબ્દોથી દદઁ રૂઝાતુ નથી...
આંગણે નીત વરસાદને વાવવાની પ્રેરણા જોઈએ,
રેતાળ જગાએ આપેલા વનવાસે કંઈ ઉગતુ નથી...
...પુનીત સરખેડી

ગઝલ

ભર્યા ઘરની વચાળે એક આગંતુક ધરી છે.
દશા એની કરે ચાડી એ એરણને વરી છે.

ભણાવીને, ગણાવી, પ્રેમથી એને વળાવી,
છતાં આજે વ્યથાઓ આંગણે પાછી ફરી છે.

ચણાવી આભ પોતાનું મઢાવી સૂર્ય ચાંદા,
બધી ઈચ્છા સિતારો થઈને ખોળામાં ખરી છે.

બહુ વરસે નજરમાં કૃષ્ણ આવીને વસ્યા જ્યાં,
હવે એ આંખમાં નિંદર તણી અફવા ભરી છે.

અજાણી વાતમાં એવું કશું તો ખાસ ન્હોતું,
શબદમાં પણ લગોલગ મૌન આંખો સરી છે.

શીતલ ગઢવી"શગ"

ગઝલ

લખી કળતર હૃદયમાં કૈક, તડપાઈ ગઈ બોલો,
ગહનતા જિંદગીની તર્ત વંચાઈ ગઈ બોલો.

હવે તાકી રહે છે લોક સૌ અમને નવાઈથી,
હૃદયની વાત સૌ ચ્હેરે બધી છાઈ ગઈ બોલો.

ફરી શોધી જ કાઢ્યાં કૈ પ્રસંગો મેં વિતેલા જો,
હતી પીડા ઘણી જે આજ ગઝલાઈ ગઈ બોલો.

સતત ને એક સરખું જીવવું હોતું નથી કાયમ,
બધીયે લાગણીઓ એમ સમજાઈ ગઈ બોલો.

પ્રણયમાં બસ રહ્યો છે વસવસો આ એટલો "જયલા"
કહીને "હા" પછી એ ક્યાંક સંતાઈ ગઈ બોલો

---જયલા

ગઝલ

વાર લાગે છે ઓળખવામાં ઘણી
ચહેરામાં કૈંક ગડબડ લાગે છે ઘણી.
આમ તો દેખાવે ઠીકઠાક છે
પણ દેખાડો કરવામાં જાત ઘસી નાખે ઘણી.
ભટકાય છતાં ભાર વધારે છે
આ પીઠમાં ઢસરડા ની ક્ષમતા છે ઘણી.
રસ્તો સીધો પહોંચાડે છે મોડો જરૂર
પણ ઝડપે જવા એ પકડે ત્રાસી બાંગી કેડી ઘણી.
સમજણ આમ તો વધારી છે ઘણી
પણ સમજાવવા એને કરવી પડે મથામણ ઘણી.
ગોળ ગોળ ફરે છે ને ત્યાંને ત્યાં જ ઉભો છે
વૈતરું કરતા આ માણસની  સફર "નીલ" લાગે છે આભાસી ઘણી .
     રચના: નિલેશ બગથરીયા
                "નીલ"

ગઝલ

[8/30, 8:26 AM] ‪+91 98790 53980‬: *તરહી*
જે થવાનું થઈ ગયું છે,થાય શું!
ને હવે એના ગયાની લ્હાય શું !
-------------------------------------

હોય મેલા જ્યાં વિચારો જેમનાં,
સ્પર્શ કરવાથી ત્યાં તો અભડાય શું.

ધર્મ  નામે  ઢોંગ  કરતાં  જે   ફરે,
તેમનું   કો' જ્ઞાન  હે! લેવાય  શું?

હોય સુખ તો થાય તેની વ્હેચણી,
દુઃખની ક્યાંયે  લહાણી  થાય શું?

પેટ  રાખ્યાં જેમણે  ભઇ છીછરા,
તેમને   કો' વાત  કે  ક્હેવાય  શું?

આપતાં જે સાથ સુખ ને દુઃખમાં,
એમને   મારાથી  તે  છોડાય  શું?

વાત જે  અફવા  બનીને  દોડતી,
એ   હવાને  કોઈથી  રોકાય  શુ?

પ્રમની   કોઈ   નથી   જેને  કદર,
એ હૃદયમાં રહેવા કદી તું જાય શું?

*કાજલ કાંજિયા "ફિઝા"*
[8/30, 12:21 PM] Masum: आज भी छाया हुवा है रंग जीसके नुर का,
उनहे रीश्ता है हमारा सीर्फ थोड़ी दुर का।

जीसको कुदरत ने अता की है जहानत इल्म की,
जो दीखाते हैं जहां को रास्ता दस्तुर का ।

हम भी उनकी सोहबतो से बन गये आली खयाल,
अपनी हस्ती पे रहा साया हमेशा हुजुर का।

आ गये हैं साथ मेरे रोकने शम्सो कमर,
बख्शा है जीसने मुजे ये सीलसीला मकदुर का।

जीसने कायम ही नवाजा मेरे नये कीरदार को,
जीनकी चाहत ने चढ़ाया रंगसा मशहुर का।

जो बना है आज ये मेरा बड़ा ऊंचा मकाम,
उनकी दुआ से पाया है मरतबा मकदुर का।

जो हमारी जिंदगी को कर गये वकअत भरी,
उनके अहेसानो से मासूम रंग चढ़ा मसरुर का।

                      मासूम मोडासवी

ગઝલ

જેને લીધે હું કોઈ બીજાનો નથી રહ્યો,
એનો જ સાથ મારે સદાનો નથી રહ્યો.

સૌ સાંભળે છે વાત અગર સુખની હોય તો,
દુઃખ કહી શકાય એવો જમાનો નથી રહ્યો.

આખા જગતને હક છે-કરે મારા પર પ્રહાર,
હું કઈ હવે તમારી સભાનો નથી રહ્યો.

લૂંટી રહ્યો છે જગની મજાઓ જે માનવી,
એ માનવી જ આજ મજાનો નથી રહ્યો.

મારી ગરીબી જોઈ રડે છે હવે બીજા,
મારે તો આંસુનોય ખજાનો નથી રહ્યો.

શયતાનને ય જેની કસોટીમાં રસ પડે,
ઇન્સાન એવો બંદો ખુદાનો નથી રહ્યો.

એ પણ મદદ કરે છે ફક્ત ખાસ ખાસને,
અલ્લાહ પણ હવે તો બધાનો નથી રહ્યો.

બેફામ જન્મતાં જ કઈ એવું રડ્યો હતો,
વર્ષો થયાં છતાંય એ છાનો નથી રહ્યો.

-બેફામ

ગઝલ

બાકી છે - સંજુ વાળા

ગૂંચ   જે   પડી   નવી  ઉકલવી  બાકી  છે
કીનખાબી   ચામડીની   પદવી  બાકી  છે

છે   કથા  રસાળ  કિન્તુ  કથવી  બાકી  છે
જીવલેણ   ગાંઠ   છે,   ઉપસવી  બાકી  છે

આ  સભામાં કોની સામે  આંગળી  ચીંધો
આંખ  સૌને  છે,  હા છે  નિતરવી બાકી છે

તેલ   જોવું   છે   'ને    તેલધાર  જોવી   છે
હા, નિરાળી સુધ-સમજ નિખરવી બાકી છે

હા- માં  હા કહ્યા જ કરવી  યાને હા જી  હા
બસ  હવે  આ જીભ  જે  કચરવી  બાકી છે

સો  અવાજનાં   સ્તરોને  સાંભળી  લીધાં
પણ  નિ:શબ્દ કોઈ  ગુંજ ગરવી  બાકી છે

ગીત

રંગ લાલ રંગે : ગીત

રંગરેજ રંગ લાલ રંગે ચૂનર મારી ... ...

      આભની અટારીએ સૂરજનો ગાલ લાલ
      પ્રીતમના અંગ ઉપર ઉડતો ગુલાલ લાલ
      પાછલે  પહોર  રચે રાસ ગોપીઓ સારી ... ...
      રંગરેજ રંગ ... ...

લાલ હોઠ, લાલ ગાલ, લાલ રંગ છે ન્યારો
લાલ  લાલ આંખ, મને છે ઉજાગરો પ્યારો
કાનજી  રમે  ને  ઉડી  જાય  છે ચૂનર મારી ... ...

      એક  એક  ગોપી  સંગ એક  એક નંદલાલ
      વ્રજની  રેણુ  ય  ઉડી  ઉડીને  થઈ ગુલાલ
      કાનજીએ ગોપીઓ ભવસાગરમાંથી તારી ... ...
      રંગરેજ રંગ ... ...

રંગરેજ રંગ લાલ રંગે ચૂનર મારી ... ...

- હરિહર શુક્લ
  ૨૯-૦૮-૨૦૧૭

ગઝલ

કાયમ નહી ક્યારેક એવુ થાય છે,
જુના જખમ દર્દો નવા દઈ જાય છે.

એવો તે કેવો પ્રેમ એનો છે ભલા,
દિલથી કર્યો તો આંખમાં વરતાય છે.

આવ્યા અમે પાછા જઈને છેક ત્યાં,
રૂડુ ફકત જે દુરથી દેખાય છે.

ક્યારેક તો ચિંતા કરો થોડી ઘણી,
હાલત હવે હદ પાર કરતી જાય છે.

દીવો હતો હાજર અને આ રાત પણ,
જા પુછ એને કે મને શું થાય છે??

ડુબે પ્રથમ તો પ્રેમમાં જાતે કરી,
કહેશે પછી શ્વાસો હવે રુંધાય છે.

ગોપાલને જેઓ રડાવીને ગયા,
એની હસી માટે નયન ભીંજાય છે.

THE VILLAGE BOY "ગોપાલ"

ગઝલ

*યાદો પણ ચકનાચૂર થઈ ગઈ*

ઘણા વર્ષો બાદ ગામડે પાછો આવ્યો
ને
એ ઊડતી ધૂળની મ્હેક શ્વાસ સાથે લેતા
જાણે
માના ખોળાની માદક સુગંધ હોય.
લાકડાની બનેલી
ડેલી
ખોલીને ત્યાં,
દાદા કહેતા કે આ લીમડો હું નાનો હતો
ત્યારે મેં રોપેલો હતો
બસ એ લીમડાએ મારુ સામું નજર કરી
ને
જાણે એ વિરહ વેળાના પાનખરમાંથી
વસંતના પહેલા મિલનની જેમ ઘેઘુર લીમડો થઈ ગયો
શુભ સંદેશ ગણાય એવા
જમણા પગને મારી ડેલીમાંથી
અંદર ઘરના આંગણમાં પગ મુક્યો
ને
મારા પગની મુકતાની સાથે જ
એક સુંદર મજાની આંગણામાં પવનની
લ્હેરકી આવી
ને
એકાએક મારી આખો બંધ થઈ ગઈ
ને
બાળપણના યાદગાર દ્રશ્યો નજરે ચડ્યા
બસ એટલામાં જ
પવનના જપાટાથી બા-બાપુજીના
ફોટા
પેલી જર્જરિત દીવાલ પરથી નીચે પડ્યા
ને ફોટા નીચે પડતાંની સાથે જ
જેમ કાચના ટુકડે-ટુકડા થઈ ગયા
એની સાથે જ
યાદો પણ ચકનાચૂર થઈ ગઈ

*સોલંકી દિપક 'રહીશ'*

ગઝલ

કોરાય ...?

લાગણી, ઝંખનાં પણ થાય શું?
ઝેર પીધા કરેલાં,ખાય શું?

વાણ,વાળેલ મોટા માણસો!
મધ-મદિરાં સડેલી,પાય શું ?

મોતનાં પારખાં, સૌના કરે!
પાંગળો પ્રેમ ખોટો ગાય શું?

બારણાં ઝાંલરે બાંધી કહે
ચોર આવેલ પણ બોલાય શું?

ચાલતાં વેર!થોડા ગોખલાં!
દાવ મેલે જગત ફોલાય શું?

જાગૃતિ મારુ મહુવા "જાગુ"
તા:-29-08-2017
સમય:રાત્રે-12:07

ગઝલ

આદિલ મન્સૂરી સાહેબ

કંટકને ક્યાંથી હોય અનુભવ વસંતનો,
ફૂલો જ માત્ર પી શકે આસવ વસંતનો.

આવે છે એમ ભગ્ન હૃદયમાં તમારી યાદ,
જાણે કે પાનખર મહીં ઉદભવ વસંતનો.

પીગળી ગયાં છે મેઘધનુષ્યો તુષારમાં,
મ્હેકી ઉઠ્યો છે બાગમાં પાલવ વસંતનો.

સ્વપ્નોનાં ખંડિયેરમાં એની છબી ન શોધ,
વેરાન રણમાં હોય ના સંભવ વસંતનો.

ખુશ્બૂનાં તોરણોથી સજાવ્યો છે બાગને,
ઉજવી રહ્યાં છે ફૂલડાં ઉત્સવ વસંતનો.

ગઝલ

કૈંક ચોમાસાં અને વરસાદ રાધા,
એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા.

ને, ઝુરાપાનું સુદર્શન આંગળીએ,
રોજ છેદી નાખતો જે સાદ રાધા.

એટલે તો જિંદગીભર શંખ ફુંક્યો,
વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા.

કૃષ્ણને બહેલાવવાને આજ પણ,
ચોતરફ બ્રહ્માંડમાં એક નાદ રાધા.

કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.

–  મુકેશ જોશી

ગઝલ

છે ખબર કે એને ગરમાળો ગમે
એટલે  અમને ય ઉનાળો  ગમે

એકલો પાડે છે દુનિયાથી મને
જિંદગી ! આ તારો સનકારો ગમે

એ પછી તો તું જ છે, તું ધર ધીરજ
સાંજ સુધી માંડ અખબારો ગમે

એક બે સુવાંગ હોવા જોઈએ
ક્યાં લગી એના એ અવતારો ગમે

ના ગમે, તે એક પળ પણ ના ગમે
જે ગમે તે આખ્ખો જન્મારો ગમે

             ~ સ્નેહી પરમાર
( " યદા તદા ગઝલ " માંથી સાભાર )

ગઝલ

(૯)
ગઝલ - શબ્દમાં...
અર્થ  સઘળાં ગ્રહીને તરત શબ્દમાં,
શબ્દ બંદો ફરે  છે  પરત  શબ્દમાં.

જિંદગી હું તને  ના  મઠારી   શક્યો,
જાત મારી  વખોડી  સખત  શબ્દમાં.

શબ્દ બ્રહ્માંડ માં   ગુંજતો  હોય જો,
રાખ બિન શરતી તો ખુદ શરત શબ્દમાં. 

શબ્દનો સૂર્ય ઉગ્યો આ  કાગળ ઉપર,
લાલીમા  થઇ  છવાતી મમત શબ્દમાં.

ધાર જયારે વહે  રક્તની આ "દિલીપ"
ત્યારે સોળે કલાએ ખીલે સત  શબ્દમાં.

        દિલીપ વી ઘાસવાલા

ગઝલ

એ દિશાઓના ઝગારા સાચવ્યા છે આજ લગ મેં !
કૈક સગપણના ય ભારા સાચવ્યા છે આજ લગ મેં !

અવગણી સ્કંધે નિઃસાસા સાચવ્યા છે આજ લગ મેં !
તો પ્રતીક્ષાના નિભાડા સાચવ્યાછે આજ લગ મેં !

એકસાથે આટલી શાને સ્રવી છે  સ્મૃતિઓ તું,
કારમા તારા મૂંઝારા સાચવ્યા છે આજ લગ મેં !

અર્થ શોધાઈ ગયો છે જે ય મેં વાવ્યો હતો એ,
ઓસર્યો જાદુ! લિસોટા સાચવ્યા છે આજ લગ મેં !

ભાંડુડા મોટા થયા જ્યાં એ પિયર ઘર, આંગણાના,
ઝાલરી ટાણા વિસામા સાચવ્યા છે આજ લગ મેં !
Dt : 30/8/2017.   ** નિશિ **

ગઝલ

*લવ યું જિંદગી*

જિંદગીના રસ્તા રોલરકોસ્ટર જેવા ..
કયાંક ડર ,કયાંક રોમાંચતો ...
કયારેક આનંદની કિલકારી જેવા.
જિંદગી દોડતી રહી સો થી એકસો એંસીની સ્પીડે પૂરપાટ,
કયાંક મુશ્કેલી રૂપી સ્પીડબ્રેકર આવ્યા ..
કયાંક નાના મોટા એકસીડેન્ટ પણ થયા..
પંચર રૂપી વિધ્નો નડયાં ...
કયાંક શોર્ટકટના પ્રલોભનો મળ્યા.
થાક, પરેશાની, હતાશા પણ હાઈ હલ્લો કરતાં રહ્યા,
પણ , અડગ મનને નિર્ધાર સાથે જ રહયાં..
મંજિલ સામને હતી રસ્તો ઉખડ બાખડ..
હિમ્મતનું ઈંધણને શમણાનું ચાલકબળ સાથે....
ઈશ્ર્વર કર્યા કરે રાહમાં નિરિક્ષણને પરિક્ષણ..
છતાં .
જિંદગીની ગાડી દોડતી રહી સડસડાટ..
આસ્થા, શ્રધ્ધા, વિશ્ર્વાસ રૂપી સંગાથી મળ્યા.
તિરસ્કાર, દગો , નફરત, અવહેલના પણ ગળે પડયાં..
ગમતાનો સાથ કર્યો બીજાને રાહમાં ઉતાર્યા..
આખર જીત મારી જ થઈ..
જો...
મંજિલ મારી સામે આવી ...
આવ ..
રાહ તારી જ જોવાતી 'તી .
હાથ મિલાવી હૈયે ચાંપી ..
બોલી મોસ્ટ વેલકમ જિંદગી.
ઓલવેઝ લવ યું ...
લવ યું જિંદગી...

કાજલ
કિરણ પિયુષ શાહ
30/08/17

ગઝલ

હું મારા હાથ ફેલાવુ ?
તને વિચારમાં આવું ?

ક્ષણો કેવી રીતે વિતી
તને હું કેમ સમજાવું ?

તળેટીમાં  મઝા  આવે -
શિખર પર તો નથી જાવું

સ્મરણમાં તું કદી આવે
હ્રદયમાં મોર ચિતરાવુ ?

કિયા નામે અને ક્યાં ક્યાં
તને  હું  કેમ  બોલાવું ?

           ભરત ભટ્ટ

ગઝલ

હું મારા હાથ ફેલાવુ ?
તને વિચારમાં આવું ?

ક્ષણો કેવી રીતે વિતી ?
તને  હું  કેમ સમજાવું ?

તળેટીમાં   મઝા   આવે
શિખર પર તો નથી જાવું

હું શોધું ઊંટના પગલાં
કદી રણમાં મળી આવે !

શિશુની પગલીઓ વચ્ચે
સીધા રસ્તાઓ અટવાવે

આ પરપોટા સમુ જીવન-
ને  ફુગ્ગા  જેમ  ફૂલાવે ?

હું ઊભો રહીને ચાલું છું
મને  તું  કેમ  અટકાવે ?

          ભરત ભટ્ટ

ગઝલ

તરહી ગઝલ:

ભવરણે આંધી ઉઠી તો થાય શું !
ભાગ્યવશ ભૂલા પડયાં, ભૂલાય શું !

આભનાં ઊંડાણ જેવી યાદ એ ,
કાળનાં ઉત્પાતથી ધોવાય  શું !

બાગ આખો ઊઝડે જો એક ‍‌ક્ષણ,
એ જ ક્ષણ એની સુગંધો જાય શું ?

વેદનાઓ વિષ જેવી ભાસતી ,
યાતના વિયોગની સહેવાય  શું ?

ભૂતને ભૂલી શકું એ શક્ય ના , 
નીર  નેવાનાં ય મોભે જાય શું  !

                        શીલા મહેતા

ગઝલ

જે પળે આયુષ્યના ખાલી પટારા નીકળ્યા,
સૌ ઉપરછલ્લા ઘડીભરના ઠઠારા નીકળ્યા.

સ્હેજ જ્યાં ભીતર ગયા સંબંધ શું છે જાણવા,
આ સગાંવ્હાલાંય ઝાકળના ઝગારા નીકળ્યા.

કોણ બીજું જાય વરસી ? એ જ અંધાર્યા હતા,
ભરદુકાળે વાદળાં જેવા મૂંઝારા નીકળ્યા.

કેટલાં વરસો થયાં’તાં આમ તો એ વાતને,
કોઈ ફૂંકીને ગયું તાજા તિખારા નીકળ્યા.

કોઈની પાસે કરી બે વાત મન ખોલી અહીં,
ગઈ વગાડી બોલનારા સૌ નગારાં નીકળ્યાં.

હરવખત લાગ્યું અચાનક ધાડ પાડીને ગયા,
દોસ્ત ! પોતાનાંય આ આંસુ લુંટારા નીકળ્યાં.

મ્હેલ સોનાના ગગનચુંબી જે દેખાતા હતા,
આંચકો આવ્યો તો રેતીના મિનારા નીકળ્યા.

- રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

ગઝલ

સાવ સુક્કું આ નગર છે જાય શું
વહેતી નદી ચાલી ગઈ છે થાય શું
ઝાંઝવા પહેરીને એ ફરતી રહી
હું અહીંયાં ટળવળુ છું પાય શું
એમને જોયા પછી લીલો થયો
વાત ત્યાંની ત્યાં રહી મંડાય શું
લાગણીને ક્યાં લગી પંપાળવી
સાવ બુઠ્ઠી થઇ ગઈ છે વાય શું
છો ધોબીને કારણે રામત્વ ગ્યું
એમ સીતાથી પરત ફરાય શું
રોજ નીકળે છે ખાલી પેટ લઇ
હાથ જો હેઠા પડે તો ખાય શુ
લ્યો હવે પડતા મુકો સૌ તાયફા
રોજ રોજે કાઢવી ભવાઈ શું
     --ડાૅ.બલભદ્રસિંહ રાઠોડ
           9898312323

गझल

उसे बचाये कोई कैसे टूट जाने से..?..2
वो दिल जो बाज़ न आये फरेब खाने से..!

वो शख्स एक ही लम्हे में टूट फुट गया...2
जिसे तराश रहा था मैं एक ज़माने से....!

रुकी रुकी सी नज़र आ रही है नब्ज़े हयात...2
ये कौन उठ के गया है मेरे सरहाने से.....!

न जाने कितने चरागों को मिल गई *शोहरत*....2
इक आफ़ताब के बेवक्त डूब जाने से.......!

उदास छोड़ गया वो हर एक मौसम को.....2
गुलाब खिलते थे कल जिसके मुस्कुराने से.....!

उसे बचाये कोई कैसे टूट जाने से......?
वो दिल जो बाज़ न आये फरेब खाने से.......!!

*(ज़नाब इक़बाल अशर)*
संकलन..कैलाश सिंघल "केसू"
7089046287

ગઝલ

જાતને બાળો હવે, તો થાય શું?,
જાત બાળીને બધું વિસરાય શુ?.
.
હોય છે એ આંખ સામે તોય પણ,
આંખ સામેનું બધું દેખાય શું?.
.
આપવા માટે બધું આપી દઉં,
હોય એનાથી વધુ દેવાય શુ?.
.
ફેરવીને વાત સઘળી જે કરે,
વાત એની કોઈને સમજાય શુ?.
.
સીધે સીધી ના કહી છે જેમણે,
જ્યારે તયારે એમને પુછાય શુ?.
.
જે બની બેઠો કુવાનો દેડકો,
એને દુનિયામાં બીજું દેખાય શુ?.
.
પહોંચવું છે 'મિત્ર' એવું ધારીલે,
તો પછી રસ્તા કદી લંબાય શુ?.
.
           મિત્ર રાઠોડ

ગઝલ

અશ્રુની ભાષા કદી વંચાય શું?
સુખનુ કે દુ:ખનુ કદી પરખાય શું?

આંખમા ઢાંક્યુ કશું ઢંકાય ના
લાગણી રોકી કદી રોકાય શું?

હોય કે ના હોય,એ;પણ હો તડપ
આ હ્રદયને પ્રેમનો પર્યાય શું !

આભમાં ઉંચે ભલે ને એ ઉડે
એક રજથી સૂર્ય લગ પ્હોંચાય શુ?

સ્વપ્ન તુટ્યાનો કદી ના શોર થ્યો
દિલ તુટે તો ચીસ પણ નંખાય શું!!

સુખ વધે છે વ્હેચવાથી સાચુ છે
દુ:ખ બજારે કોઈ દી વેચાય શું?

હોય મુંઝારો છતાં જીવે બધા
જીવવાનુ એટલે છોડાય શું?

કિરણ જોગીદાસ

ગઝલ

શ્વાસ છૂટયાની ઘડીની હાય શું ?
મોહમય માટી થથેડી કાય શું ?

હોય ના કવિજન ગઝલમાં ભાય શું ?
ઓ ગુણીજન તું ય આપે રાય શું ?

ઓ દિશાઓ શોધું ક્યાં એને હવે,
શહેર આખર છે પરાયું થાય શું ?

ખૂબ નમણું, સહેજ અતડું રે હ્રદય,
ના સ્પર્શે ભીનાશ ભીતર ન્હાય શું ?

લાગણી સંભાળજે જ્યાં ઢાળ હો,
ના અડકતો માલીપો ત્યાં જાય શું ?

લત,નયન, સપનાં સમેટી જાઉં કયાં ?
રાતરેઢા છો ય રખડે લ્હાય શું ?

પળ અનાહત પળ અનારત હો નિશિ,
હોય રાગાવેગ ના ત્યાં ગાય શું ?
Dt : 28/8/2017          ** નિશિ **

ગઝલ

ગઝલ
--------- ---- જવાહર બક્ષી

મેં ક્યારે કહ્યું કે સ્મરણ પી ગયો
ફક્ત હોઠ પરથી રટણ પી ગયો

મને શુષ્ક નજરે એ જોતા રહ્યા
ને હું ભીનું વાતાવરણ પી ગયો

વધીને તરસ જાણે તડકો બની
હું જળ સાથે પડછાયા પણ પી ગયો

મને  દોટ મુકવા શું કહેતો હશે ?
આ રસ્તો, જે મારાં ચરણ પી ગયો

હો છાંટા કે છાલક કે બારે ય મેહ
રહ્યું એનું જે કંઇ વલણ, પી ગયો

બે ક્ષણ વચ્ચે મેં જળસમાધિ લીધી
લો, આખું સમયનું ઝરણ પી ગયો

જવાહર બક્ષી

ગઝલ

ગઝલ
   અાંખમાં અંધાર હો દેખાય શું ?
   ને જીવનનો અર્થ પણ સમજાય શું ?

   બેઉનો રસ્તો અલગ છે અેટલે,
   સામસામે જિંદગી અથડાય શું ?

   ભીતરે ધરબાઇ છે ભીંતો ફકત,
   ભીંતમાંથી લાગણી છલકાય શું ?

   ભોમિયો છે સાથમાં અે કારણે,
   માર્ગમાં પગલાં હવે અટવાય શું ?

   પૂછજો સંજોગને જઇને જરા,
   ફાટલા અા દિવસો સંધાય શું ?

   જિજ્ઞા ત્રિવેદી

ગઝલ

જાતને બાળો હવે, તો થાય શું?,
જાત બાળીને બધું વિસરાય શુ?.
.
હોય છે એ આંખ સામે તોય પણ,
આંખ સામેનું બધું દેખાય શું?.
.
આપવા માટે બધું આપી દઉં,
હોય એનાથી વધુ દેવાય શુ?.
.
ફેરવીને વાત સઘળી જે કરે,
વાત એની કોઈને સમજાય શુ?.
.
સીધે સીધી ના કહી છે જેમણે,
જ્યારે તયારે એમને પુછાય શુ?.
.
જે બની બેઠો કુવાનો દેડકો,
એને દુનિયામાં બીજું દેખાય શુ?.
.
પહોંચવું છે 'મિત્ર' એવું ધારીલે,
તો પછી રસ્તા કદી લંબાય શુ?.
.
           મિત્ર રાઠોડ

ગઝલ

*તરહી*
જે થવાનું થઈ ગયું છે,થાય શું!
ને હવે એના ગયાની લ્હાય શું !
-------------------------------------

હોય મેલા જ્યાં વિચારો જેમનાં,
સ્પર્શ કરવાથી ત્યાં તો અભડાય શું.

ધર્મ  નામે  ઢોંગ  કરતાં  જે   ફરે,
તેમનું   કો' જ્ઞાન  હે! લેવાય  શું?

હોય સુખ તો થાય તેની વ્હેચણી,
દુઃખની ક્યાંયે  લહાણી  થાય શું?

પેટ  રાખ્યાં જેમણે  ભઇ છીછરા,
તેમને   કો' વાત  કે  ક્હેવાય  શું?

આપતાં જે સાથ સુખ ને દુઃખમાં,
એમને   મારાથી  તે  છોડાય  શું?

વાત જે  અફવા  બનીને  દોડતી,
એ   હવાને  કોઈથી  રોકાય  શુ?

પ્રમની   કોઈ   નથી   જેને  કદર,
એ હૃદયમાં રહેવા કદી તું જાય શું?

*કાજલ કાંજિયા "ફિઝા"*

ગઝલ

બે કદમ ના અંતરે અટકી ગયાં.
રાહ જાણીતી છતાં ભટકી ગયાં.

આભનાં ચમકી રહેલાં તારલા,
આંખથી ભાળી જરા મલકી ગયાં.

ક્યાં કશું વેઠાય એવું છે અહીં,
એક બીજાને ઘણા ખટકી ગયાં.

તમ તમારું આગવું રાખો ભલે,
લાગણીના ભાવ પણ વટકી ગયાં.

માનવી જો રંગ પણ બદલ્યા કરે,
રોજ નૌખા વેશમાં ટપકી ગયાં.

મન બદલતા ઢંગ સારા જાણતા,
હોશ રાખીને ઘણું સમજી ગયાં.

હા કહો કળયુગ કેરો છે સમય,
આજના માસૂમ ઘણાં બદલી ગયાં.

                માસૂમ મોડાસવી

ગઝલ

# આ મારો ખુલાસાઓથી ટેવાયેલો ચહેરો,
ચૂપ રહું છું તો લાગે છે કસમ ખાઈ રહ્યો છું.#

જનાબ 'સૈફ' પાલનપુરી સાહેબનાં જન્મદિવસે સ્મરણાંજલિ..
સ્નેહવંદન..
               🙏🏻🙏🏻🎉🎉🙏🏻🙏🏻

સામે નથી કોઈ અને શરમાઈ રહ્યો છું,
હું પોતે મને પોતાને દેખાઈ રહ્યો છું.

આ મારો ખુલાસાઓથી ટેવાયેલો ચહેરો,
ચૂપ રહું છું તો લાગે છે કસમ ખાઈ રહ્યો છું.

એક વાર મેં ફૂલો સમો દેખાવ કર્યો’તો,
આ એની અસર છે કે હું કરમાઈ રહ્યો છું.

ગઈ કાલે અમસ્તા જ હું થોડુંક હસ્યો’તો,
આજે એ વિચાર આવતાં ગભરાઈ રહ્યો છું.

તારા લીધે લોકો હવે નીરખે છે મને પણ,
કાગળ છું હું કોરો અને વંચાઈ રહ્યો છું.

મારા વિશે કોઈ હવે ચર્ચા નથી કરતું,
આ કેવી સિફતથી હું વગોવાઈ રહ્યો છું.

કહેવું છે પણ ‘સૈફ’ અને કહી નથી શકતો,
શબ્દોની છે દીવાલ ને દફનાઈ રહ્યો છું.

– ‘સૈફ’ પાલનપુરી
🙏🏻

ગઝલ

છે ઘણાં એવા કે જેઓ યુગને પલટાવી ગયા
પણ બહુ ઓછા છે જેઓ પ્રેમમાં ફાવી ગયા.

દુર્દશા જેવું હતું કિંતુ સમજ નો’તી મને,
દોસ્તો આવ્યા અને આવીને સમજાવી ગયા.

હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,
યાદ કંઈ આવ્યું નહીં – પણ આંસુઓ આવી ગયાં.

મેં લખેલો દઈ ગયા – પોતે લખેલો લઈ ગયા,
છે હજી સંબંધ કે એ પત્ર બદલાવી ગયા.

‘સૈફ’ આ તાજી કબર પર નામ તો મારું જ છે,
પણ ઉતાવળમાં આ લોકો કોને દફનાવી ગયા!

- સૈફ પાલનપુરી

ગઝલ

અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે,
રુદનમાં વાસ્તવિકતા છે – ને હસવામાં અભિનય છે.

તમે આવો તો એને પણ જરા ઠપકા સમું લાગે,
આ મારું મન, ઘણાં વર્ષોથી મારામાં જ તન્મય છે.

તને મળવાનો છું હું એટલે હમણાં તો ચૂપ છું પણ
ખુદા તારા વિશે મારાય મનમાં સ્હેજ સંશય છે.

મને જોઈ નજરને શું સિફતથી ફેરવી લ્યો છો !
તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે.

હવે ક્યાં આગ્રહ છે કે ‘સૈફ’ સાકી હો મદિરા હો,
હવે તો શાંત ખૂણો પણ મળે તો એ સુરાલય છે.
– 'સૈફ' પાલનપુરી