Wednesday 30 August 2017

ગઝલ

*તરહી*
જે થવાનું થઈ ગયું છે,થાય શું!
ને હવે એના ગયાની લ્હાય શું !
-------------------------------------

હોય મેલા જ્યાં વિચારો જેમનાં,
સ્પર્શ કરવાથી ત્યાં તો અભડાય શું.

ધર્મ  નામે  ઢોંગ  કરતાં  જે   ફરે,
તેમનું   કો' જ્ઞાન  હે! લેવાય  શું?

હોય સુખ તો થાય તેની વ્હેચણી,
દુઃખની ક્યાંયે  લહાણી  થાય શું?

પેટ  રાખ્યાં જેમણે  ભઇ છીછરા,
તેમને   કો' વાત  કે  ક્હેવાય  શું?

આપતાં જે સાથ સુખ ને દુઃખમાં,
એમને   મારાથી  તે  છોડાય  શું?

વાત જે  અફવા  બનીને  દોડતી,
એ   હવાને  કોઈથી  રોકાય  શુ?

પ્રમની   કોઈ   નથી   જેને  કદર,
એ હૃદયમાં રહેવા કદી તું જાય શું?

*કાજલ કાંજિયા "ફિઝા"*

No comments:

Post a Comment