Wednesday 30 August 2017

ગઝલ

બે કદમ ના અંતરે અટકી ગયાં.
રાહ જાણીતી છતાં ભટકી ગયાં.

આભનાં ચમકી રહેલાં તારલા,
આંખથી ભાળી જરા મલકી ગયાં.

ક્યાં કશું વેઠાય એવું છે અહીં,
એક બીજાને ઘણા ખટકી ગયાં.

તમ તમારું આગવું રાખો ભલે,
લાગણીના ભાવ પણ વટકી ગયાં.

માનવી જો રંગ પણ બદલ્યા કરે,
રોજ નૌખા વેશમાં ટપકી ગયાં.

મન બદલતા ઢંગ સારા જાણતા,
હોશ રાખીને ઘણું સમજી ગયાં.

હા કહો કળયુગ કેરો છે સમય,
આજના માસૂમ ઘણાં બદલી ગયાં.

                માસૂમ મોડાસવી

No comments:

Post a Comment