Friday 12 January 2018

ગઝલ

વાત તો એમની ઠાવકી હોય છે,
જાત પણ લોકની પારકી હોય છે.

માં અને બાપની જે કરે ચાકરી,
છોકરી એમની લાડકી હોય છે.

જે બધાના હૃદયને હરી લે હજી,
એજ મોહક સદા ગાયકી હોય છે.

જ્યાં મળે માન આદર સદા પ્રેમથી,
ત્યાં હજી લોકની ટોળકી હોય છે.

આંગણાની ય શોભા વધી જાય છે,
જેમના પણ ઘરે બાળકી હોય છે.

- ઉમેશ તામસે "ધબકાર"

અછાંદસ

*લાગણી*

લાગણી એટલે ...
એટલે...
તારા નામ સાથે આવતું સ્મિત.
હર્દયની ગતિનું તેજ ધડકવું...
શીત રુધિરનું લાવા બની વહેવું..
એ અહેસાસને વારંવાર જીવવું
એક નામ સાથે પ્રતિક્ષારત રહેવું.
યાદોને હ્રદયસ્થ કરી ..
સૂકા ફૂલોની ફોરમે તરબતર થવું
તારા સ્પર્શૅ બરફ જેમ પીગળવું..
લાગણી ...
વગર વરસાદે ભીજાવું..
તારા નામથી શરુ થયેલ યાત્રાની
તારા નામ સાથે પૂર્ણતા..
હરિપ્રિયા બનવાની ઈચ્છાનું
હરિનામમાં વિલિન થવું ...
લાગણી...આજને?

"કાજલ"
કિરણ પિયુષ શાહ
૧૦/૦૧/૧૮

અછાંદસ

માંગ ના તું મેવા મનવા
મળે તો લે સેવા મનવા.
તાગ ના તું નેવા મનવા
વરસાય તો વરસ મનવા.
આવે ના કોઈ તુજ સંગ
તો નીકળજે તું એકલો મનવા.
ખાલી હાથ આવ્યો ભલે
ખાલીપો કોઇનો ભરજે મનવા.
સબંધે દિશતા ઝાંઝવા ઝાઝાં
ઘડો એક રીઝતો થાજે મનવા.
દોડે છે આ ભીડ ખાસ્સી જોને
એકલો તુ મક્કમ થઈ ચાલજે મનવા .
જીંદગી એક ને "નીલ "ચહેરા ઝાઝાં
મોહરા હટાવી એક નાટક ભજવજે મનવા.

રચના:નિલેશ બગથરિયા
              "નીલ "

અછાંદસ

શુભ સવાર... જય ભોલે...

જીવનું શીવ સાથે મિલન...

એક વખત એક આધેડ વયના યુવાન
માનવને વિશ્વ નિયંતા મળી ગયો..

કંઇક પળો બન્ને અનિમેષ નજરે
એકબીજાને બસ જોતાજ રહ્યા..
વિશ્વચાલકે એ માનવની તંદ્રા તોડી,
બસ આમ જોયાજ કરીશ કે
કાંઈક બોલીશ પણ ખરો..!!

શું બોલું..!! તમને જોયા પછી
બોલવાના હોશજ ક્યાં છે..??
થોડીક ઔપચારીક વાતો ચાલી
ને અચાનક જગતાત બોલ્યો....
ખુબ ખુશ છું તારાથી...
ચાલ કાંઇક માગ મારે તને આપવુ જ છે...
માનવ એક સંતોષ કારક સ્મિત સાથે બોલ્યો..
હે વિશ્વંભર....
માતાના ઉદરથી લઇને
અઘોરીના મંદિર સુધીની સફર
તે જ તો સફળતા પૂર્વક કરાવી છે..

બાળક બની આવ્યો તારા ભરોસે,
કેટલાના જીવનમાં હર્ષ ભરાઇ આવ્યો..
મારા કાલાઘેલા શબ્દોમાં
કેટલાય સ્વજનો હરખાતા..
મારા એક એક પગલામાં કેટલાય
પાપા પગલી કરતાં..
આ....હા....હાહાહા....
મારું એ બાળપણ..કેવું અનમોલ..!

ભણતરની સાથે ઘરના વડીલો
થકી જીવનના પાઠ શિખતો..
ઉંચાઇ વધતી ગઇ તેમ તેમ ઉમરની
સાથે સમજણ પણ વધત રહી..
કયારેય ના વિસરાય એવી
મિત્રો સાથેની અનન્ય યાદો..

યુવાનીની તો શું વાત કરું..!!
સોનેરી સુરજ જાણે ઉગ્યો હોય..
એના એક એક કિરણોમા કેવી
આહલાદકતા પ્રગટતી..!!
કેમ કરી તને એ અનુભૂતિ કહું..!!

જીવનના ભવસાગરમાં તરવાની
મજા કેમ કરી વિચારોના વમળમાં વહેવડાઉ..??
શબ્દો નથી મારી પાસે..
જેમ જેમ ઉંડાઇ ખેડતો ગયો તેમ તેમ
એના ઉંડાણને માણતો ગયો..
સંસાર રૂપિ રથના પૈડા અવિરત
દોડતા રહ્યા..
એ રથના મુસાફરો વધ્યાને આનંદની
લહેરો ભવસાગરમાં ભરતી વધારતી રહી...

જીવનના દરેક તબક્કા
મારા અનમોલ છે..

હે કૃષ્ણ... હે યાદવ....
તારી જેમજ મારું બાળપણ વિત્યું..
મારી તરુણાવસ્થા ને યુવાની તે
કરેલાં નિર્દોષ તોફાનોની સોનેરી
પ્રકાશની  કિરણોની જેમજ પસાર થઇ..
પ્રૌઢાવસ્થા તો વળી મારા
અંશમા વધુ મૂલ્યવાન બની..
અને માનાર્હ પદની તો શુ કહું તને..!!
જીવનના બધાજ રંગો જાણે ભેગા કરી કોઇ છાંટતુ હોય..!!

બોલ હવે જગદીશ તારા આ
"જગત"ની કોઇ પળો આનાથી
અનમોલ હોય તો આપ...
સુસ્મિત હળવા એક અવાજમાં
આજ ક્યારેય ના માણેલા આલીંગનમાં
જીવનું શીવ સાથે મિલન થઇ ગયું.....jn

ગઝલ

ટોળાં ભેગા કરવા છે  ,.
યુદ્ધો મોટા લડવા છે .

આડી અવળી જાતોમાં ,.
માણસ નોખા ચણવા છે .

માતા     નામે      ધૂણીને  ,.
મેવા ઘરમાં    ભરવા છે.

નવરા બેસી.      લોકોના,.
ઘરમાં     ભડકા કરવા છે.

બળતાં ભેગું  ઘી     નાખી ,.
ડૂન્ઘા લઇને  ફરવા.    છે.

દુનિયા   આખી    ડૂબાડી ,.
સાતે      સાગર તરવા  છે.

જીવન સૌનાં  વખ કરતાં ,.
તારાં સુખ   સૌ.  કડવાં છે.

ડૉ.સત્યમ. બારોટ

ગઝલ

हमें  छोड़ने का बहाना रहा,
हमीपे उन्हीं का निशाना रहा।

निगाहें मिलाके जुकाली गइ,
अधुरा अधुरा  फसाना  रहा।

हमेंअपनी यादों मेंखींचा किये,
मगर फासला दरमीयाना रहा।

फंसे रह गये हैं कफस की तरहा,
असीरी सा ये तिल मिलाना रहा।

नहीं जा  सके  वो  हमें छोड़कर,
खयालों की दुनिया बसाना रहा।

चलो आज मासूम बसें जा कहीं,
यहां अपना दुश्मन जमाना रहा।

              मासूम मोडासवी

ગીત

સાંવરિયા, કાહે હોત નઠોર ?
ઠાકુર, મૈં ઠુમરી હું તેરી
કજરી હૂં ચિતચોર…
સાંવરિયા, કાહે હોત નઠોર ?

સાવન કી બેચૈન બદરિયાં
બરસત ભોલીભાલી :
ગોકુલ કી મૈં કોરી ગ્વાલિન
ભીતર આંખ ભિગા લી :
કરજવા મોર : કરજવા તોર-
સાંવરિયા, કાહે હોત નઠોર ?

નંદકુંવર, મૈં જમુના ભઈ ના
ભઈ ના મધુરી બંસી :
દહી-મક્ખન કી મિઠાસ લે કર
કહાં છિપે યદુવંશી ?
ઇત ઉત ઢૂંઢત નૈન-ચકોર:
સાંવરિયા, કાહે હોત નઠોર ?

આપ હી દાવ લગા કર બેઠી,
જિયરા ભયા જુઆરી :
લગન અગન મેં લેત હિચકિયાં
ગિરધારી…! ગિરધારી…!
બિલખતી રતિયા : ભટકત ભોર
સાંવરિયા, કાહે હોત નઠોર ?

– વેણીભાઈ પુરોહિત

ગીત

મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,
મારી વીણાની વાણી જગાડી તું જા.

ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પિયા
કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા,
પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા,
સોનેરી સોણલું બતાડી તું જા.

સૂની સરિતાને તીર પહેરી પીતાંબરી,
દિલનો દડૂલો રમાડી તું જા,
ભૂખી શબરીનાં બોર બેએક આરોગી;
જનમભૂખીને જમાડી તું જા.

ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા,
સાગરની સેરે ઉતારી તું જા,
મનના માલિક તારી મોજના હલેસે,
ફાવે ત્યાં એને હંકારી તું જા.

- સુંદરમ્

ગીત

અડધી રાતે યાદ આવી ને સવારમાં તું મળી,
ખિલખિલ હસતી ઊભી બારણે જૂઈની એક કળી !

ઝટપટ તૈયાર થૈ અજવાળું
ફળિયે રમવા આવ્યું,
પરોઢના પંખીએ આવી
પિચ્છ રૂડું ફરકાવ્યું !
વરસો જૂની ઇચ્છા જાણે એક ક્ષણમાં ફળી !
અડધી રાતે યાદ આવી ને…

આંખ ફરે ત્યાં ચારે બાજુ
હરિયાળી હરિયાળી,
નજરું સાથે રમવા નીકળી
સીમ એક નખરાળી !
હું તારામાં, તું મારામાં ગ્યાં આપણે ભળી !
અડધી રાતે યાદ આવી ને…

–શ્રી લાલજી કાનપરિયા

ગીત

ગીત / જોગી જસદણવાળા

દેખો એક અપૂરવ ખેલા !
બંધ બારીઓ ખોલી નાખો, ખોલી દ્યો ભીતરના ડેલાં...

ડુંગરિયેથી દડતો આવી સાદ ગેબનો અગમ ટકોરા મારે,
કાચી સમજણ ભેદ ન પામે, બની અવાચક બેઠાં બારે.

સાવ મૂરખના મનમાં ક્યાંથી ઉતરે આવા રેલાં ?
દેખો એક અપૂરવ ખેલા !

ભોગળ ભેદી, આસન વાળી નાદ મને સંબોધે, જનમ પછીથી ગૂમ થયો છે એ જોગીને શોધે.

ભરચક ભીડ વચાળે ભાઈ ! ખુદ કો પાઉં અકેલા...
દેખો એક અપૂરવ ખેલા !

જોવા કે જાણ્યાનો મતલબ વીંટાશે નહીં ધાગે,
આંખ ભલેને રહી વાંઝણી, અંદર ઝણ ઝણ વાગે.

અમે અમારા કાન ફૂંકીએ, અમે અમારા ચેલાં...
દેખો એક અપૂરવ ખેલા !

જોગી જસદણવાળા

Sidha bhai ki wall se

ગઝલ

આંખો મીચી ચાલે માણસ ,
લુંટી લઇ ભાગે માણસ .

નાગ થઈ ફરતો કાયમ ,
પીડા વીંછીની જાણે માણસ .

કરે પ્રયાસ માથાભારે બનવા ,
ખાડો ખોદી દાટે માણસ .

વિના વસ્ત્રે કરે કાયા ખુલ્લી,
ખાંપણે ઓછી સળગે માણસ .

પૂણી રૂની કયાં છે આજે ? ,
તો'ય ચરખો કાંતે માણસ .

ગાંધી નામે ચરતો નેતા ,
ખાદી પહેરી ફાટે માણસ .

આજે અકિંચન છોને લાગે ,
અંતે તો છે 'જીત' એ માણસ .

" જીત "

ગઝલ

તરહી ગઝલ -કવિ શ્રી ભાવિન ગોપાણી

તમારા ઈશારા છે વગદાર કેવા?
હ્રદયના ઉછાળા છે દમદાર કેવા?
અમે પાઘ બાધી તુરન્ગે ચડેલા,
સજેલા તમે સોળ શણગાર કેવા?
હતી એક રાણી,હતો એક રાજા:
ભજવતા હતા રોજ અવતાર કેવા?
અધીરા બનીને ઊભા શ્વાસ દ્વારે,
હશે આગમનના સમાચાર કેવા?
અમે જાણતા ઝેર પીધા જગતના,
હવે મોતના હોય ભણકાર કેવા?
તમારા ભરોસે અમે ગામ છોડ્યુ,
બનીને રહ્યા આજ લાચાર કેવા?
હજી દાવમા ક્યાંય આવ્યા નથી પણ:
જગતના હશે સાવ પડકાર કેવા?
'ચંદ્ર' ઠાકોર (દાતા)

ગીત

ગીત

તું    કહે   તો   ગાલે ,  હું   તારું  નામ  ત્રોફાવું ,
        તું  ચહે  તો   આંગણિયે  તોરણિયા  બંધાવું .
સમજણના  સગપણીયા  તારા  ને   મારા,
        મોર  ચીતર્યા  પાનેતરમાં  એટલે   રૂપાળા.
તું  વહે તો  મારા  દિલમાં , સરવર  વધાવું 
        તું   ચહે  તો  આંગણિયે  તોરણિયા  બંધાવું .

યમુના  ઊછળે   આજ   સવારથી  થઈ  ઘેલી,
      કયાં  પીછું   મેલે    છે   વરસાદની  આ  હેલી  ?
તું   સહે  તો કમોસમિયા  પાણીમાં  સાથે  ભીંજાવું ,
        તું   ચહે   તો  આંગણિયે તોરણિયા   બંધાવું .

મોર  બોલતો ,કેકારવ કરતો ,મારા  મનને  હરતો,
         ગઢના કાંગરે  મેનાનો  મીઠો સાદ સળવળતો.
તું     ભરે   તો    પાણિયારે   પિત્તળની   હેલ  મૂકાવું.
         તું    ચહે     તો  આંગણિયે  તોરણિયા   બંધાવું 

ઊંચી   મેડીએ   ઢોલિયામાં  સ્પર્શ  આકુળ વ્યાકુળ,
         મને  ભીંજવે  તારી  યાદો, તને  ભીંજવે ઝાકળ
તું   ઝરે    તો      આંખોમાંથી     આંસુ   પૂર   વહાવું .
          તું    ચહે  તો  આંગણિયે    તોરણિયા  બંધાવું.

નિજ    દેરીમાં     માધવ  પધરાવ્યા  મેં  બંસીવાળા ,
        નથી  ભરવા દેવા હવે એને  વ્રજમાંથી  ઉચાળા .
તું   બજે  તો   મારે  સૂકા વાંસની  બંસી  થઈ વીંધાવું.
         તું     ચહે   તો  આંગણિયે    તોરણિયા  બંધાવું .
                                    ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

ગીત

સાલ્લુ નવોઢાનું હૈયું - ગીત

સાજ સજેલા ખોરડા વચ્ચે ધબક્યું સાલ્લુ હૈયું,
ફૂલપથારી પર બેસીને હલક્યું સાલ્લુ હૈયું.

બંધ બારણે નજરને ટાંગી
            સાંકળ થઈને ખમકે,
ધીમાધીમા પગરવ ભાળી
              પાંપણ હેઠળ ચમકે,
ભોગળરવમાં ઘૂંઘટ આડે મલક્યું સાલ્લુ હૈયું.
સાજ સજેલા ખોરડા વચ્ચે ધબક્યું સાલ્લુ હૈયું.

શરમશેરડા ગાલે ટહુકી
         પાનીલગ જઈ ઊતર્યા,
મણમણ તાળાં જીભે લાગ્યા
               વેણ એકે ન ઊચર્યા,
ભીનાઊના ધસમસ શ્વાસે થડક્યું સાલ્લુ હૈયું.
સાજ સજેલા ખોરડા વચ્ચે ધબક્યું સાલ્લુ હૈયું.
- મુકેશ દવે

ગઝલ

ડૉ. સત્યમ બારોટ
્્્્્ ્્્્્ ્્્્્

ઊન્ધા માથે પડતો તું ,.
ખોટી વાટે ચડતો   તું.

સારું જોવું ગમતું  ના ,.
ઈર્ષા માંહી બળતો  તું.

જાતો સૌની વાઢીને. ,.
જાતે નીચો પડતો તું .

ગાંડી ગાંડી વાતોમાં. ,.
વાતે વાતે  લડતો. તું .

દેવા લઇ જલસા કરતો ,.
વ્યાજો ખોટા ભરતો તું .

પાઈ માટે. પાટણ    જઇ,.
ખાળે ડૂચા કરતો   તું.

ખોટા કામો  કરતો. ને,.
ઇશ્વર સાથે.  વઢતો તું.

વેરી   સૌને     માનીને ,.
જાતે  જાતે   મરતો  તું.

થોથા  બે શું વાચ્યા તે,.
નિયમોમાં.   ભસતો  તું.

જાતો દેખી  રડતો   તું ,.
જાતો દેખી  હસતો. તું.
ડૉ  . સત્યમ.   બારોટ

ગીત

વનની વ્યથા(ગીત)

હું વન જેવું વન તોય કેવું હળાહળ પાંખું !!!
સ્વારથની કુહાડી રોજરોજ ઉકળતા હૈયામાં સાંખુ.

દોમદોમ સાહ્યબીને મારા રખોપિયાએ
.............................વેચી દીધાનું હું ભાખું,
ધુમ્રવતી ચીમનીઓ જાય મને ગળતી 
........................ છે એવું દેખાય ઝાંખુઝાંખુ,
દાવાનળ ભીતરમાં સળગતો જાય એવા બળબળતા નિસાસા નાખું.
હું વન જેવું વન તોય કેવું હળાહળ પાંખું !!!!!!!!!!

ઝરણાંના ખળખળમાં પેસી ગ્યું શ્હેર: 
.......................ને ઝાડીમાં મયખાનું આખું,
પૂંજાભર પિકનિકમાં ખદબદતાં અંગને
............................. કેમ કરી અળગું રાખું ? 
કલબલની ચૂંદડી ઉડતીક જાય એમાં ઘોંઘાટે પાડ્યું છે બાખું, 
હું વન જેવું વન તોય કેવું હળાહળ પાંખું!!!!! 
--મુકેશ દવે

ગીત

કાન.... !
હૈયામાં કોતરાયેલું કામણગારુ નામ એટલે *"કૃષ્ણ"*
કાન કહું કે કાનજી,  ક્રિષ્ના કહું કે શ્યામ......આ માધવના છે કંઈ કેટલાય  નામ.
ક્યાં ક્યાં કંડારાયેલ છે કાન્હાની યાદો.....કૂંજગલીઓમાં....વાંસલડીના રેલાતા નાદમાં... યમુનાના ખળખળ વહેતા પ્રવાહમાં....કદમની ઝૂલતી ડાળમા.... ગોંદરે ભાંભરતી  ગાવલડીમાં.... ગોપ-ગોપીઓના ગીતોમાં..... ને હા પેલી... ઘેલી રાધાના  રુદીયામાં.....
મખમલી મોરપીંછના રંગોમાં  મ્હોરી ઊઠતું ને
મધુવનના મોરલાઓને ટહૂકે ગુંજતું મધમીઠું નામ એટલે શ્યામ........એથી જ તો કવિઓના ગીતોમાં મનમૂકીને ગવાતું રહે છે આ ગિરિધરનું નામ.......

તો માણીએ કૃષ્ણ વિના પણ કૃષ્ણમય કરી દે એવું આ ગીત.............

*બંસીના બોલ મને સાંભરે.... (ગીત)*

તારી યાદોમાં બેઠી છું ભૂલી સાન-ભાન રે
કાન..! તારી બંસીના બોલ મને સાંભરે!

સૂની પડી છે વૃંદાવન ગલીઓ ને,
           સૂનું  આ ગોકુળીયું  ગામ ;
પૂછે છે પાન - પાન કુંજગલી કેરા,
           ક્યાં રે ખોવાયા ઘનશ્યામ.

યમુનાને તીર ઊભા ધેનુંના ધણ તને ભાંભરે,
કાન !  તારી  બંસીના  બોલ  મને  સાંભરે!

સૂતેલી ગોપીયું શયનભુવનમાં,
      એને  નીંદરડી નેણલે ના આવતી;
શ્યામ.. તારા સોણલાં બહુ રે સતાવે,
      ને  રાતલડી  યાદ  ભરી  લાવતી.

રમવાને રાસ  ઘેલી રાધા  કરે તને  સાદ રે
કાન !  તારી  બંસીના બોલ મને સાંભરે!

મખમલી મોરપીંછ મેલ્યા મધુવનમાં ને,
     કાન! વીસર્યા છો વેણુના નાદ રે
વાટલડી જોઇ જોઇ થાકી આંખલડી
      ફરી આવી ના ગોકુળની યાદ રે

વિરહને વાયરે  ઝૂરતી  કદંબ  કેરી ડાળ રે
કાન !  તારી  બંસીના બોલ મને  સાંભરે!

   *~મનન_MD*
    (મનુ.વી.ઠાકોર)

*(Pic- નલિન સૂચક)*

ગઝલ

ગાલગાગા -4 આર્વતન
==================
છંદના આવા કરીને લેપડા હું ભાળવાનું  ?
મલિનતાને વાપરીને નૈયડા હું ભાળવાનું  ?

થોબડાની થૈ ગઈ આતૂરતા એ માડવીએ,
ફાંદવાળા દેહને આ કાતરી હું ભાળવાનું ?

નાદ શબ્દોનો કરી સૌ થાય આગળ સર્વજાએ,,
તો પછી હમ મૂછને તે વેતરી હું ભાળવાનું ?

આંખ મારી નાજુકી, નાદાન એ તો બાપડી છે,
એક માણહ માનવીને દૂરનું હું ભાળવાનું ??


માટલું મારું ગઝલનું કાચુ છે ને કાચુ રઇયું,
મંચ નામે "પીયુ"ને કશુયે નથી પણ ભાળવાનું ?

○○○○ પિયુ પાલનપુરી "નરોત્તમ"
લેખન તા. 10 / 01 / 2018 ○○

ગઝલ

લાલ, પીળાં,जांबली રસ્તા ઉપર,
તું મને ક્યાં ક્યાં મળી રસ્તા ઉપર.

લો,જુઓ આસ્ફાલ્ટની વહેતી નદી,
માછલી જલ બીન તરી રસ્તા ઉપર.

જે  સમય  તું  નીકળે  છે શ્હેરમાં,
એ ઘડી રળિયામણી રસ્તા ઉપર.

સાચવી મૂકી હતી મનમાં  જણસ,
એજ  વસ્તુ  सांपडी  રસ્તા  ઉપર.

પી  રહી આખા નગરને  રોશની ,
सांज કેવી ઝળહળી રસ્તા ઉપર.

          ભરત ભટ્ટ

ગઝલ

પતંગ ઉડાડવા માં ભલે મજા રાખજો.
પક્ષી બચાવવા થોડી સાવચેતી રાખજો.

તહેવારનો આનંદ તો જીવશુ તે આવશે,
પંખી કલરવે થોડી  આખ હેઠી રાખજો.

ભાઇ ચાઇનાનો મોજો કે દેશી  લપેટજો,
પંખી હાટુ ધાબેે મલમ  પટ્ટીએ રાખજો.

પંતગ કપાશે તો ભાઇ બીજો ચગાવશુ,
જીવતરની  દોરીએ દોરી  છેટી રાખજો.

ભાઇ વર્ષોનુ  ચણ નાખેલ માથરેે પડશે,
ઠપકાની વાત  મીઠી કડવી  પચાવજો.

*જયદિપસિહડાભી*
14-01-2018

ગઝલ

વિદ્યાર્થી
્્્્્.      ્્્્્.     ્્્્્

ડૉ. સત્યમ બારોટ

શાળા જતો એ છોકરો ગીતો મજાના ગાય છે ,.
સાથે મળી સૌના બધા એ કામ કરતો જાય છે.

એને ગમે જે કામથી રોજે ભણે શીખે નવું ,.
જો આવડે ભણતર નવું તો રોજ એ હરખાય છે.

વાતો ભણે ગીતો ભણે ને.દાખલા એવા ગણે ,.
ચાતક બન્યું વરસાદ તરસ્યું એમ એ મલકાય છે .

રમતો બધી રમતો સદા એ નાચતો ને કૂદતો ,.
મ્હેનત કરીને કૃષક પરસેવે જ જાણે ન્હાય છે .

ના આવડે શિખવા મથે ને પ્રેમથી શીખી જતો ,.
પાછો નવા એ કામ અઘરાં ગોતવા પ્રેરાય છે .

એ ઝાડવાં સાથે રહી જીવન સદા લીલાં કરે ,.
પાણી સદાએ પ્રેમથી સૌ ઝાડવાં ને પાય છે .

વ્હાલો બની સૌનો સદા એ કામથી હરખાય છે ,.
રોજે બધાને ચિંધતો નવ રાહ બનતો જાય છે .

ડૉ . સત્યમ બારોટ
્્્્્ ્્્્્ ્્્્્

ચોરી કરે ના બોલતો ખોટું કદી જીવન મહી ,.
વે'વાર ને વર્તન થકી એ રોજ ઉજળો થાય છે.
ડૉ.સત્યમ બારોટ
99046   12517

ગઝલ

બહુ ખાધા દાળ અને તડકા,
આજે રોટી માટે રડકા,

મોંઘવારીએ માર કીધો,
વઘારમાંયે એનાં ભડકા!

બૈરી તાણે રાડો મોટી,
બીલોનાં છે ખડકે ખડકા,

નોકરી માંગે,ચીઠ્ઠી મળે,
મૈં તો હું નેતા કા લડકા,

કળયુગનો પ્રતાપ છે આજે,
ગરીબ શું અમીર પણ કડકા,

કોબિજનાં પત્તા પર પત્તા,
એવાં વેરાનાં છે ફડકા,

કે'વાનો પણ ડર લાગે છે,
દેખ તુઝે યે દિલ હૈ ધડકા,

એવી હાલત જીવે માનવ,
ખર્ચા જાણે ખિસ્સે થડકા.

*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*

ગઝલ

સૌ    જાગે છે...
્્્્્ ્્્્્ ્્્્્
ડૉ. સત્યમ. બારોટ

ચાલે છે ભાવે છે ફાવે  છે  ,.
જીવન આખું એવું ચાલે છે.

માવા બરફી ચટણી મરચું જે,.
પણ મળશે એ સૌને ભાવે છે.

ઠંડું ઊનુ તાજું. ને.   વાસી,.
દોજા નો ટાઇમ છે  માંગે છે.

અંદર કે. બ્હારે  ઊંચે  નીચે ,.
બેસાડો.  જ્યાં ને. ત્યાં ફાવે છે.

સુખ દુઃખ એ મોટી સેખી ના ભૈ,.
સૌના શ્વાસે તો   સૌ ભાગે છે.

હળવો મધુરો  પંચમ કેદાર,.
આડું  અવળું ગા ને, રાગે છે.

તારે મારે     કોને  શું. કે'વું ,.
ઊંઘ્યા ક્યાં છે આ સૌ જાગે છે.
ડૉ.સત્યમ બારોટ

ગઝલ

फीतरत का भोला फन लीये फनकार हो गये,
सुरत बदल ने वाले जो कीरदार हो गये ।

हाथों में आइ जबसे हुकूमत की बागडोर,
रुत्बा जमाके अपना बड़े सरकार हो गये।

दर दर भटकना जीनके मुक्दर में था मगर,
वो अब हमारी कौम के सरदार  हो गये।

माँ बाप को भी अपने युं कमतर बना दीया,
बच्चे हमारे कितने समजदार हो गये।

अपना बनाके जीसने बढाये थे मरासिम,
मतलब निकल गया तो अगयार हो गये।

बदले हुवे जहां का नया तोर देखीये,
बे लोस मिलने जुलने से बे जार हो गये
मासूम हाथ आया दबाया खुशी खुशी,
मजहब की आड लेके ही जरदार हो गये।

                   मासूम मोडासवी

ગઝલ

જગત...

આજ મન જુઓ ફરી મલકાય છે..
આપને જોતા નયન હરખાય છે...

લાખ કોશીશો ભલે કરતાં તમે..
લાગણીતો તોય લો છલકાય છે...

કેટલા પહેરાને આમજ રાખશો..!
આ હ્રદયના તાર ક્યાં બંધાય છે...!

દંભ તો નઇ હોય, મજબૂરી હશે..!
આજ મુખે આપના ઝંખાય છે...

અવતરણ પાછું કરીએ આ ભવે..
આ "જગત" ક્યાં કોઇનું લુંટાય છે..!.jn

ગઝલ

રવિ નો છે સંધ્યા  મુકામ
ને શશીનો પરોઢ મુકામ

ચઢતા નો શિખર મુકામ
ને ઢળતા નો ધરા મુકામ

ઝરણાં શોધે નદી માં  મુકામ
ને સરિતા નો સાગર મુકામ

દિનના થાક્યા નું ઘર મુકામ
જીંદગી પછી મરણ મુકામ

ભવ નો રાહી ડરે શું કામ
અંતે તો  જાવું પરમ મુકામ ...

માના વ્યાસ

ગઝલ

= Happy Daughter's Day =
નદી જેવી નદીને દીકરી થઇને ભટકવું પડે છે
પિતા પર્વત સમો નક્કર છે તોયે કેમ રડવું પડે છે        
      
સદા આકાશ તારાઓ થકી ચમકે અહી રોજ રાતે
અચાનક એક તારાને અહીયાં રોજ ખરવું પડે છે

પિતાને માંની જ્યારે યાદ આવે દીકરી માં બને છે 
સવાયી માં બનીને દીકરીએ વ્હાલ ધરવું પડે છે        

ઉગે છે ફૂલ જાજેરા કુટુંબોના બગીચે જગતમાં
પુત્રી નામે ફૂલોને રોજ મધ્યાને જ ખરવું પડે છે

પિતાને જિંદગી-ભર ખાલિપો તો દીકરીનો રહે છે
વિદા ટાણે કઠણ એ કાળજાને ડૂસકૂ ભરવું પડે છે

આ દુનિયામાં બધા માંતાના ગુણ ગાતા રહે છે હમેશાં
છતા માતાં થવા પ્હેલાં પુત્રી થઇને જનમવું પડે છે      
- નરેશ કે. ડૉડીયા

ગઝલ

મને એવી રીતે કઝા યાદ આવી,
કોઈ એમ સમજે દવા યાદ આવી.
નથી કોઈ દુ:ખ મારા આંસુનું કારણ,
હતી એક મીઠી મજા યાદ આવી.
જીવનના કલંકોની જ્યાં વાત નીકળી,
શરાબીને કાળી ઘટા યાદ આવી.
હજારો હસીનોના ઈકરાર સામે,
મને એક લાચાર ‘ના’ યાદ આવી.
મોહબ્બતના દુ:ખની એ અંતિમ હદ છે,
મને મારી પ્રેમાળ મા યાદ આવી.
કબરના આ એકાંત,ઊંડાણ,ખોળો,
બીજી કો હુંફાળી જગા યાદ આવી.
સદા અડધે રસ્તેથી પાછો ફર્યો છું,
ફરી એ જ ઘરની દિશા યાદ આવી.
કોઈ અમને ભૂલે તો ફરિયાદ શાની!
’મરીઝ’ અમને કોની સદા યાદ આવી?
-’મરીઝ’

ગઝલ

માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો.
જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.
વર્ષો પછી મળ્યાં તો નયન ભીનાં થઇ ગયાં.
સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો.
જ્યારે કવિતા લખવાનું ઇશ્વરને મન થયું
ત્યારે હું એના કાવ્યના અક્ષર બની ગયો.
રસ્તામાં એટલી બધી ખાધી છે ઠોકરો
મંઝિલ સુધી પહોંચતા પગભર બની ગયો
એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યાં.
મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો.
ઉંચકી રહ્યો ગઝલની ઇમારતના ભારને
એને નમન જે પાયાનો પથ્થર બની ગયો
છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ,
મારો ય હાથ આજ તો સુંદર બની ગયો.
‘આદિલ’ના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું:
ગઇ કાલનો આ છોકરો શાયર બની ગયો.
– આદિલ મન્સૂરી

ગઝલ

શબ્દો નો વેપાર કરુ છુ
ધંધો ધમધોકાર કરુ છુ
કમાઉ ના એકય દામ
રાત દિ કરુ છુ કામ.

લાગણીઓ નુ કરુ વેચાણ
નહી નફો કે નહી નુકશાન
જોબ મા માત્ર દિમાગ ચાલે
અહી તો દિલોદિમાગ હાલે.

લોક કહે છે શું કરો છો? 
શબ્દો ની ખેતી કરુ છુ.
દિલ દિમાગ ના છે બળદીયા
કોઠારેકોઠાર ભરુ છુ.

રોજ હસુ છુ રોજ રડુ છુ
કાગળ સાથે કલમ ઘસુ છુ.

"પ઼તીક્ષા" બ઼હમભટ્ટ.

ગઝલ

ગાલગાગા -4 આર્વતન
==================
છંદના આવા કરીને લેપડા હું ભાળવાનું  ?
મલિનતાને વાપરીને નૈયડા હું ભાળવાનું  ?

થોબડાની થૈ ગઈ આતૂરતા એ માડવીએ,
ફાંદવાળા દેહને આ કાતરી હું ભાળવાનું ?

નાદ શબ્દોનો કરી સૌ થાય આગળ સર્વજાએ,,
તો પછી હમ મૂછને તે વેતરી હું ભાળવાનું ?

આંખ મારી નાજુકી, નાદાન એ તો બાપડી છે,
એક માણહ માનવીને દૂરનું હું ભાળવાનું ??


માટલું મારું ગઝલનું કાચુ છે ને કાચુ રઇયું,
મંચ નામે "પીયુ"ને કશુયે નથી પણ ભાળવાનું ?

○○○○ પિયુ પાલનપુરી "નરોત્તમ"
લેખન તા. 10 / 01 / 2018 ○○

ગઝલ

લાલ, પીળાં,जांबली રસ્તા ઉપર,
તું મને ક્યાં ક્યાં મળી રસ્તા ઉપર.

લો,જુઓ આસ્ફાલ્ટની વહેતી નદી,
માછલી જલ બીન તરી રસ્તા ઉપર.

જે  સમય  તું  નીકળે  છે શ્હેરમાં,
એ ઘડી રળિયામણી રસ્તા ઉપર.

સાચવી મૂકી હતી મનમાં  જણસ,
એજ  વસ્તુ  सांपडी  રસ્તા  ઉપર.

પી  રહી આખા નગરને  રોશની ,
सांज કેવી ઝળહળી રસ્તા ઉપર.

          ભરત ભટ્ટ

ગઝલ

થઈ જાશે ગુલાબી શામ તારા નામની પાછળ..
મહેફિલ છે શરાબી જામ તારા નામની પાછળ

શું ચુકવી તું શકીશ મારા પ્રણયના દામ ક્યારે પણ
કર્યા શ્વાસોને પણ લીલામ તારા નામની પાછળ..

હ્દય તડતડ અવાજો શું કરે ડુસકા ભરી મનમાં
બધા ક્યાં થાય છે બદનામ તારા નામની પાછળ

નવાબી  હૈયું જાજમ પાથરી તું આભમાં બેસે
તો સૂર્યે રંગ વેરે આમ તારા નામની પાછળ..

નથી જીતી શકી બાજી હું કોઈ ખેલમાં તારી 
થયો રાજા તો યે ગુમનામ તારા નામની પાછળ..

યશવી