Friday, 12 January 2018

ગઝલ

થઈ જાશે ગુલાબી શામ તારા નામની પાછળ..
મહેફિલ છે શરાબી જામ તારા નામની પાછળ

શું ચુકવી તું શકીશ મારા પ્રણયના દામ ક્યારે પણ
કર્યા શ્વાસોને પણ લીલામ તારા નામની પાછળ..

હ્દય તડતડ અવાજો શું કરે ડુસકા ભરી મનમાં
બધા ક્યાં થાય છે બદનામ તારા નામની પાછળ

નવાબી  હૈયું જાજમ પાથરી તું આભમાં બેસે
તો સૂર્યે રંગ વેરે આમ તારા નામની પાછળ..

નથી જીતી શકી બાજી હું કોઈ ખેલમાં તારી 
થયો રાજા તો યે ગુમનામ તારા નામની પાછળ..

યશવી

No comments:

Post a Comment