Tuesday, 26 September 2017

અછાંદસ

શિક્ષક છે કે સાંકળ ?
સૌ કોઈ ખખડાવી જાય છે.
કરી પરિપત્રો ઝાઝા
તંત્ર દોડાવી જાય છે.
દિવસ , સપ્તાહ , પખવાડિયા ઉજવો કહી
વર્ગ બહાર ભટકાવી જાય છે.
રાખવો ના મોબાઈલ શિક્ષકે કહી
એની પાસે ફોટા કલીપો માંગી જાય છે.
કાર્યક્રમ ...ઉજવણી માં રોક્યા પછીયે
શિક્ષણ સુધારણાની અપેક્ષા રાખી જાય છે.
ગુણોત્સવના ગીતો ખુબ ગાયા
હવે "નાસ" ના નગારા મૂકી જાય છે.
ગઝબ તંત્ર છે આ "નીલ" લાયકાત વાળા ભરીને પણ
હવે નથી આ લાયકાત કહી શિક્ષકોને ફરી ભણવા બેસાડી જાય છે.
     રચના: નિલેશ બગથરીયા
              "નીલ"

No comments:

Post a Comment