કરો છો યાદ અમને તો અમારા ઘર સુધી આવો
ભલેને આપ સાગર છો અહીં ગાગર સુધી આવો
તમન્નાઓના સરવાળા કે ઇચ્છા ના ઉમેરા લઈ
બતાઓ લાગશે કેવું સદા ઈશ્વર સુધી આવો
ખરો આનંદ એમાં છે ખરી જીવન ગરિમા પણ
હમેશા ખુદથી છૂટીને કદીતો પર સુધી આવો
હવે મળવાની થોડીસી કૃપા પણ ક્યાં રહી બાકી
કદીતો ફેસબુક ઉપર કદી ટ્વિટર સુધી આવો
ઉઠાવી દો બધા સંકોચ ના પરદા હવે વ્હાલમ
તમારો હાથ લંબાવો તો આ ઝરમર સુધી આવો
કાસિમ શેખ "સાહિલ "
No comments:
Post a Comment