Sunday 12 May 2019

Gazal

ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

સ્વાર્થ વિન વૃક્ષો બધા માટે શીતળ છાયા કરે,
આદમી થોડું ખમીને અમથો હરખાયા કરે.

હું બગીચો બાનમાં લઇ ખુશ્બુ લેવા નીકળ્યો ,
તો રિસાયું ઓસ ને ફૂલોય કરમાયા કરે.

યાદની એક ઓઢણી શું ઓઢી તારા નામની,
આકરા ઉકળાટમાં પણ મનડું પલળાયા કરે.

રૂઝતા ઘા ખોતરીને જીવતા રાખ્યા છે મેં,
યાદનાં પડઘમ સભામાં તેથી પડઘાયા કરે.

ઠેસ વાગી છે હ્રદયને એક સુમનની જ્યારથી,
થઈ દીવાનું બાવરાની જેમ રઘવાયા કરે.

--  દિલીપ ચાવડા (દિલુ)

Wednesday 1 May 2019

ગઝલ

*ગઝલ - ગુજરાત છે*

હા , રગે રગ પાંગરી , ગુજરાત છે ,
દિલની  વચ્ચે સંઘરી , ગુજરાત છે .

જન્મ લીધો પોરબંદરમાં અહો !! ,
ગાંધી ખુદ વિશ્વંભરી , ગુજરાત છે.

શીશ આ ઝૂકે અદબથી માત ને ,
આ જ તો ઓળખ ખરી , ગુજરાત છે .

આત્મ ગૌરવથી છલોછલ ગુર્જરી ,
વિશ્વભરમાં  વિસ્તરી , ગુજરાત છે.

છાતી છપ્પનની ખમીરી ખૂબ છે ,
જાત  એની  ચિતરી , ગુજરાત છે.

એક ત્રાડે એ  કહે "મિત્રો" પછી ,
ધ્રૂજતી થરથર ધરી, ગુજરાત છે.

*દિલીપ વી ઘાસવાળા*

ગઝલ

🌳🌳🌳🌳🌳🌳🌳

ડૉ.સત્યમબારોટ

પ્રેમની ભાષા જેને સમજાય છે.
એ બધાં ગુજરાતીઓ કેંવાય છે.

દેશ દેશાવર ફરી ધંધો કરે,.
તે છતાં ગુજરાતી થઇ હરખાય છે.

દર્દ આપે ના કદીએ કોઇને,.
જાય જ્યાં ગુજરાતી સઘળું થાય છે.

વાયદાનો એ ઘણો પાક્કો રહે,.
વેણથી ભાથી મારો પરખાય છે.

ચાલતો એ ફાંકડી ચાલે સદા,.
એટલે ગરબા હરખના ગાય છે.

હોય સુખ દુઃખ ફર્ક કંઇ પડતો નથી,.
રોજ તેંવારો બની ઉજવાય છે.

ગર્વ એને ગૂજરાતીનો ઘણો,.
એટલે એ ક્યાં કદી વટલાય છે.

અંબિકા કાલી કરે જેને કૃપા,.
એમ એ ગુજરાતી થઇ મલકાય છે.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳