Thursday 23 August 2018

કાવ્ય

મંથન
કવિતા
મન મંથન કરી ઊતરી માયા મહીં.
છાની જ છાની કોતરી કાયા અહીં.
આભાસ ના વાદળ મહીં છુપી જતાં,
સો હલચલ મચી ચીતરી છાયા અહીં.
ઝૂર્યા કરી ઝાંખી પડી રોતી રહી,
લોભી જ થોભી વેતરી પાયા અહીં.
મન મંથન કરીઊતરી માયા મહીં,
છાની જ છાની કોતરી કાયા અહીં.
સપને ચડી છૂટી જતાં ડાહ્યા ઘણાં,
ઊભા જ નામી સંતરી જાયા અહીં.
ડોલી ચડે ક્યાં કોકિલા પોકળ મને?
મૌની જ થાતી અવતરી વાયા અહીં ..
મન મંથન કરી ઊતરી માયા મહીં,
છાની જ છાની કોતરી કાયા અહીં..
કોકિલા રાજગોર.
ભિવંડી થાના..

ગઝલ

*જાત તું ખોલ આયના સામે,*
*ને પછી બોલ તું બધા સામે.*

*સત્ય જીવનનું જાણવું છે તો,*
*ઊઠ ને જો જરા શમા સામે.*

*ઝળહળે દીપ લોકની ભીતર,*
*તું ઊભો છે હજી શિલા સામે.*

*બંધનો તેં બધાય તોડ્યા છે,*
*મૌન છું તારી આ વફા સામે.*

*સાથ આપ્યો મને તેં જીવનભર,*
*થઇ દફન મારી પણ જગા સામે.*

*ધર્મ નામે છો ચાલતા ઢોંગો,*
*વાત સંતાય ના ખુદા સામે.*

*કેફ 'ધબકાર'ને છે સુંદરતમ,*
*છું ફિદા તારી હર અદા સામે.*

*✍️ઉમેશ તામસે 'ધબકાર',*
     *વ્યારા (તાપી)*

ગીત

ભજન --ગીત
--------------------
ઢાળ:-(આયે હો મેરી જિંદગી મે તુમ બહાર બનકે..
---------------------

હે બંસીધર કન્હૈયા ,તું સારા જગ સંભાલે.
સુન લે અરજ હમારી, હમે અપના તું બનાલે.
                    હે બંસીધર.........

તું બંસી જો બજાયે,સબ ગ્વાલ કો નચાયે,
સબ ગોપી ખીંચી આયે,તેરી બંસી જો બુલાયે,
રાધા ભી દોડી આયે, ઓ કાન મુરલીવાલે,
સુન લે અરજ હમારી,હમે અપના તું બનાલે.   
                  હે બંસીધર..............

હર ગાંવ કો બના દે ,તું પ્રેમકી યે નગરી,
હર ગલીયાં યું સજા દે,રંગો કી જૈસે ગગરી,
સબ નાચે ઝૂમે ગાયે,તું રાસ જો રચા લે,
સુન લે અરજ હમારી,હમે અપના તું બના લે.
               હે બંસીધર..........

તેરી સાંવરી સૂરત પર,સબ વારી વારી જાયે,
તેરી મોહની મૂરત સે,તું મોહની લગાયે,
દિલ વૃંદાવન બના દે, પલકો પે તું બિઠા લે,
સુન લે અરજ હમારી,હમે અપના તું બના લે.
              હે બંસીધર...........

        -- દેવેન્દ્ર ધમલ

ગઝલ

પ્રજાના સેવકને અહી જલસા છે,
આમ આદમીને   અહી હલેશા છે.

થઈ દિવાના  લોક  રાજકારણમાં,
મળે લોકોને ખોટા અહી દિલાશા છે.

હિંદુ મુસ્લિમ કરી કરીને લઢી મરો,
ગંદી રાજનીતીના અહી તમાશા છે.

હું ભારતિય છું ગર્વ છે આ ભોમથી,
દેશને નતમસ્તક ધરુ અહી આકાંક્ષા છે.

ચાલો ભેળા મળી સૌ ભારતિય બનીએ,
પણ દરેક વીરમાં "મયુર" ભામાશા છે.

મયુર દરજી
વડોદરા

કાવ્ય

વિકાસે છોડ્યું એક તીર
સંસ્કૃતિમાના ચીરાયા ચીર

ઉન્મત બન્યો માનવી આજે
સંસ્કારના લેપાયા શિર

અવકાશમાં તો પહોંચ્યો આજે
પણ માનવના હૈયે ઉના નીર

નારીસન્માનના નામે, નારીને જ નમાવી
નારી વિકાસના, હરાયા હીર

આ તે કેવો વિકાસ? કે રકાસ
હૈયેહૈયા મળે ત્યાં,નીકળી ઉઠે પીર

વિકાસ જરુરી ખરો, પણ
વિકાસ નામે હરાય માનવતા
વિકાસના અંચળા હેઠળ, માનવ બને કથીર

દેવીબેન વ્યાસ વસુધા સુરેન્દ્રનગર

અછાંદસ

ગામની સીમમાં
જ્યાં ચરણ બે પડ્યા
ઉમટયા આંખમાં
કલરવી આંસુડા
ને પછી
છમ્મલીલા થયા શ્વાસ પણ
ઉતરી સામટી યાદ ઘેરી વળી.
દોડતો બાળકો એક નાનો અને
આવી પહોંચ્યા ઘણા ભેરૂ ને ભાંડુઓ
હોય હોળી દીવાળી કે જન્માષ્ટમી
રામ મંદિરની ઝાલરી વાગતી ને નગારાની દાંડી પડે કાનમાં
શંખનો નાદ ઘેરી વળ્યો પલકમાં.
આરતીની શલાકાની જ્યોતિ મહીં
ઝળહળે
બાળપણની ઘણી
વારતા.
વાળુપાણી કરી બાપુજી વાંચતા ધર્મના પુસ્તકો
હોય બા પણ પછી બેસતી બે ઘડી.
બાના અંકે પછી બાળ પોઢી જતો મીઠડી માતનો હાથ પંપાળતો.
હા હવે કોઈ ના ભેરૂ છે
માત કે બાપુજીનો નથી સાદ પણ.
જર્જરીત કાય લઈ
શૂન્યતા સાથ લઈ
આ ઊભુ ઘર મને
બાથ લઈ
આંખને ભીંજવી આવકારે અને
હુંય પણ ખાટ પર
બેસતો
માના પાલવ મહીં હોઉં આળોટતો.
પળ મહીં પાછલી જીંદગી જીવતો.
-રસિક દવે.
  10-08-2018.

ગઝલ

શુભ સવાર જય ભોલે...

હે કૃષ્ણ..

વારસામાં મળેલા ટહુકાને તું ટાંક..
કાં' તો મારી હુંડી મને પાછી આપ...

ગેડી દડાની આ રમતને બંધ રાખ..
કાં' તો એ કાળીનાગને આજે નાથ...

ચાલયો છે તું ભલે મથુરાની વાટ..!
આજ પછી ના કરતો કોઈ વાત...

કંશ જરાસંઘ ને પણ તું મારી નાખ..
ને તોય પાછો રાજનો મોહ ના રાખ..

રણ માંથી ભાગે તોય રણછોડ રાય..
એમાંય તું રાજનીતીજ્ઞ થઇને પૂજાય...

પાંડવોની પડખે ભલે ઉભો છે આજ..
ને ગીતાનું જ્ઞાન તોય 'જગત'ને કાજ...

હે કૃષ્ણ હે વાસુદેવ મુખે તારું નામ..
છૂટે 'જગત' ત્યાં સુધી કરીશ હું કામ...Jn

ગઝલ

બુદબુદા જેવું થયુ એ શું હતું ?
શ્વાસની સાથે ગયુ એ શું  હતું ?
ના હતું સાચે જ પાણી તો પછી,
આંખ સામે જે વહ્યુ એ શું હતું ?
કચકચાવી ને મુઠ્ઠી વાળ્યા છતાં,
હાથ માં જે ના રહ્યુ એ શું હતું ?
એ જ ના જાણી શક્યો મૃત્યુ સુધી,
મેં જીવનભર જે સહ્યુ એ શું હતુ ?
'રાજ' મારણમંત્ર કે સંજીવની,
કાન માં એણે કહ્યું એ શું હતું ?

"રાજ લખતરવી"

ગઝલ

सोये हुवे जज्बात जगाने की तमन्ना,
रुठे हैं गले उनको लगाने की तमन्ना,

किस बात पे नाराज बैठे है वो हमसे,
दिल में तो मचलती है मनाने की तमन्ना।

सहेते रहे फुरकत के सदा रंजो अलम को,
बाकी है अभी  उनकी सताने तमन्ना ।

जागे हुवे अरमान दबाना नहीं मुमकिन,
दिल में है महोबत को बसाने की तमन्ना।

चलती रही सीने में जो इक नाम की धडकन,
उलफत की उसी से है निभाने  की तमन्ना।

दिन रात वो इक याद सताती रही फीरभी,
बिगडे हुवे हालात बचाने की तमन्ना ।

मासूम निभाते रहे यक तरफा वफाऐं,
दिल मे रही अहेसास जताने की तमन्ना।

                        मासूम मोडासवी

ગઝલ

*મને એ અચાનક સવારે મળ્યા,*
*મને આમ એ પુરબહારે મળ્યા.*

*મળ્યા ના કદી એ અમસ્તા મને,*
*મને એ નયનનાં ઇશારે મળ્યા.*

*મેં જોયા ઘણા મોતી સાગર મહીં,*
*મને સાચા મોતી કિનારે મળ્યા.*

*જીવનમાં અનુભવ થયા જ્યારથી,*
*વિચારો બધા છાશવારે મળ્યા.*

*ને અમથા તો એ ક્યાં મળ્યા છે મને,*
*હૃદયથી  કરેલા  પુકારે  મળ્યા.*

*✍️ઉમેશ તામસે 'ધબકાર',*
      *વ્યારા (તાપી)*

ગઝલ

મળેલી ક્ષણોમાં વધારા કરોના,
નજર આમ ત્યાગી નજારા કરોના.

અમે રાહ જોતાં રહ્યાં આવવાની,
વધુ ફાસલા ના કિનારા કરોના .

હ્રદય આશ લાગી ઉમીદો ઉવેખી,
નિગાહે દબેલાં ઇશારા કરોના .

અપેક્ષા જગાવી ભલા ભાવ કેરી,
હવેતો અમારા તમારા કરોના,

સહજ સ્નેહ નાતે નિછાવર થયેલાં,
ઉપેક્ષા કરીને અકારા કરોના .

કરમ ના તકાજે ધર્યો ભેખ માસૂમ,
કસોટી ભરેલાં વધારા કરોના,

                 માસૂમ મોડાસવી

ગઝલ

મળ્યાં : તરહી ગઝલ

ખળખળતા ઝરણાની ધારે મળ્યાં!
સૂકીભઠ નદીના કિનારે મળ્યાં!

ભૂલ્યો તો ભૂલ્યો તમને વર્ષો સુધી!
વિચાર્યું કે મારા વિચારે મળ્યાં!

અહીં હું, તમે ત્યાં ને વચમાં દીવાલ
ટીંગાડયાં સ્મરણ થઇ દીવારે મળ્યાં!

બહુ બેસૂરો રાગ ગાયો તમે!
તૂટયા તાર વાળી સિતારે મળ્યાં!

હતી આસ રાતે મળો રોજ, પણ
તમે રોજ સાંજે, સવારે મળ્યાં!

અમે રાહ જોઇ તો મસ્જિદ મહીં
તમે જો મળ્યાં તો મઝારે મળ્યાં!

કર્યા જામ પર જામ ખાલી હરિ!
અમરત તો ઠીક વિષ પીનારે મળ્યાં!

- હરિહર શુક્લ "હરિ"
  ૨૨-૦૮-૨૦૧૮

# તરહી મત્લા : ભરત ભટ્ટ
  "જરા ઝળહળયા તો સિતારે મળ્યાં
    તમે કોઇ મોઘમ ઇશારે મળ્યાં"

ગઝલ

*શક્તિ જેની સાત સાગર જેવી ભારી હોય છે,*
*આ જગતમાં બીજું કો ના એક નારી હોય છે.*

*ઝળહળે છે રોજ દીવો માનવીના ભીતરે,*
*કોઇએ પણ ક્યાં કદી આ વાત ધારી હોય છે.*

*મદને છોડી પ્રેમ પુર્વક જિંદગીને જીવજો.*
*કોઇ ના કોઇ દિવસ મૃત્યુની પારી હોય છે.*

*સૂર્ય પણ ઊગે ને ડૂબે આ જગતમાં દોસ્તો,*
*માનવીની જિંદગી ક્યાં રોજ સારી હોય છે?*

*એકલું સુખ કોઇના પણ ભાગ્યમાં હોતું નથી,*
*જિંદગીમાં સુખની સાથે દુખની યારી હોય છે.*

*✍️ઉમેશ તામસે 'ધબકાર',*
      *વ્યારા (તાપી)*

ગીત

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

લાવ તારી વાતને

લાવ તારી વાતને પંખીની પાંખ કરી નાખું ને ટહૂકાના તોરણએ બાંધું.

બપૈયા પલવું સાથે લઈ વરસાદી ફોરામાં ફાટફાટ આશાએ ઝીલવાની વાત;
ઝાકળનાં ગુલાબી સપનાઓ આંજી દે ટીપું એક ટાણાને અક્ષર સમ ગૂંથવાની વાત.
તળલગ જલદલમાં ન્યાલ થઈ સ્થિર રહી છીપલીનાં ધારણીએ બાંધું.
લાવ તારી વાતને પંખીની પાંખ કરી નાખું ને ટહુકાને તોરણીએ બાંધું.

પ્રભાતી આંખોમાં સાતસાત રંગોની ભાત લાલ ઓઢણીનો હેલારો વાયુ થઈ જાય;
બંધાતી મોતીની માળ લીલા દોરામાં ખ્યાલ થઈ આંગણીએ તોરણ મલકાય.
આકાશે પલળતા રંગ વહે દૂર પૂર વીજળીને ટાંકા લઈ વાદળીએ સાંધું.
લાવ તારી વાતને પંખીની પાંખ કરી નાખું ને ટહુકાને તોરણીએ બાંધું.

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

ગીત


રીમઝીમ રીમઝીમ, શ્રાવણ આવ્યો રે,
મોંઘાં મોંઘાં મોતી લાવ્યો,
સાગરમાંથી ગોતી લાવ્યો,
મનમોહન ઘનશ્યામ મુરલીએ,
સૂર વહાવ્યો રે..
– શ્રાવણ આવ્યો રે.

કો મધરાતે છાનો આવ્યો,
કોઈ દિવસ છતરાયો રે;
લીલો હરિયાળો ગાલીચો,
વનવગડે પથરાયો રે,
જલસ્થળ સઘળે, જનગણહ્રદયે,
સાગરજલ છલકાવ્યો રે..
– શ્રાવણ આવ્યો રે.

જળભીની વાદળીઓ લાવ્યો,
આકાશે ઊભરાયો રે,
કાળીધોળી ચરતી ફરતી, ગોકુળ ગગને ગાયો રે,
સરર સરર સર્ જલ વરસાવે,
સમમ સમમ સમ્ વીજ ચમકાવે,
ધડક ધિનક ધિન્  તાલ બજાવ્યો રે..
– શ્રાવણ આવ્યો રે.

સાવ સુંવાળો તડકો લાવ્યો,
શીતળ લાવ્યો છાંયો રે,
મીઠા કંઠે મેઘ મલ્હારો,
મનભર મોરે ગાયો રે.
વનવનમાં પડઘાઓ ગાજે,
પશુ પંખી માનવ સહુ રાચે;
થનક થિનક થિન નાચ નચાવ્યો રે..
– શ્રાવણ આવ્યો રે.

– મિનપીયાસી

ગઝલ

શબ્દ મધ્યે સ્વર્ગ છે, સમજાય તો,
એ જ એનો અર્થ છે, સમજાય તો.

પ્રશ્ન છે તો ઉત્તરો એના હશે,
સાવ સીધો તર્ક છે, સમજાય તો.

કોઈ ના બોલે છતાં સહુ સાંભળે,
એ જ સાચું પર્વ છે, સમજાય તો.

માનવી ને માનવી ગણવો ફક્ત,
એ ખરેખર ધર્મ છે, સમજાય તો.

અ કલમ પર છે નિયંત્રણ કોકનું,
ને મને એ ગર્વ છે, સમજાય તો.

પુષ્પને સ્પશર્યા વિના પણ પામીએ,
દોસ્ત ઉત્તમ અર્ક છે, સમજાય તો.

– ઉર્વીશ વસાવડા

ગઝલ

નહીં પડે કોઈ ફરક હવે તું ધૂંધળો ન થા,
નહીં પડે કોઈ ફરક હવે તું ઊજળો ન થા.

હવે તું તારી ખોજમાં રહે છે રાતને દી' કાં',
તને મેં કીધું ન્હોતું કે તું ખુદથી વેગળો ન થા.

ઘણો વખત છે હળવે હળવે ડગલા માંડ દોડમાં,
જો ઠેસ વાગશે પડી જવાશે આકળો ન થા.

રહેવા દે બે દી' હજી નહીતો કડવા લાગશે,
એ ફળને પાકવાની વાર છે ઉતાવળો ન થા.

પ્રહાર કરને મૌનના પહાડ વીંધી નાંખ 'સ્વર',
પછી જ પડઘા પડશે ચારે કોર ગળગળો ન થા.
                             ગોહિલ નિલેશ "સ્વર"

ગઝલ

કાળજું જ્યારે બળે છે;
શબ્દ ત્યારે ઝળહળે છે.

રોજ ધૂણો નાખ ભીતર;
આ ગઝલ ત્યારે મળે છે.

પથ્થરો ફાટી જવાના;
આજ કૂંપળ સળવળે છે.

જીવવા માંગો તમે તો;
મોત પણ પાછું વળે છે.

ફૂલથી લાગી  ગયેલી;
ક્યાં હજીયે કળ વળે છે?

શાયરીમાં દર્દ હો તો;
પાળિયા પણ સાંભળે છે.
                    -જિજ્ઞેશ વાળા

અછાંદસ

*અછાંદસ*

ફરિયાદ!
ના....ના....
ફરિયાદ જેવું તો કશું છે જ નહીં,
બસ આ મૌન સાથે
મિત્રતાનો હાથ લંબાવી રહી છું,
એય મૌન.....
તું મારો દોસ્ત બનીશ?
આ શબ્દોની મહામારી ગમતી નથી,
કોઈની લાપરવાહી સહન થાતી નથી,
હું બોલું ને કોઈ શું સમજે,
એનાં કરતાં તો ....
તું મારો દોસ્ત બને એ જ સારું ,
જાત સાથે વાત કરતાં શીખી જાઉં
તો કોઈનાં સાથની જરૂર જ ના પડે....
બરાબરને!...
ખૂબ શબ્દોની ઠોકરો અનુભવી છે
મારી લાગણીઓને લોકોએ પીંખી છે
જરૂરી એ પણ નથી કે બધાં મારી લાગણી સમજે,
બધાં મારો ખ્યાલ રાખે
કોઈને ચૂપ કરવા કરતાં...
કોઈને દોષ આપવા કરતાં...
હું જ મૌન થઈ જાઉં તો!!

કાજલ કાંજિયા"ફિઝા"

ગઝલ

તારીખ :13/10/2017

જેમ ચાલે ચાલવા દે,છોડ તું
'હું' ય થાક્યો આટલું ના,દોડ તું

હું ય પથ્થર છું એમાં બેમત નથી
સ્પર્શ આપી ફૂલનો ના તોડ તું

કંઈક અંશે હોઉ તારામાં હજું
શોધવા એ આઈના ના ફોડ તું

ફાટેલાં પાના ને કિસ્સા ફાટેલાં
વાંચવા પ્રકરણ હવે ના જોડ તું

જાણવા 'હું' ને સ્વયં મથવું પડે
એટલાં મ્હોરા હવે ના ચોડ તું

     મુકેશ જોગી "પાગલ"

ગઝલ

*_ગઝલ_*

                          *_૧૯ / ૮ / ૨૦૧૮_*

હા,પ્રથમ તુજને મળ્યાનું  યાદ છે,
એક બીજામાં ભળ્યાનું યાદ છે,

મેં કર્યું'તું હોઠ પર ચુંબન તને,
હોઠ બેઉંનાં અડ્યાનું યાદ છે,

ક્યાં થવાનાં'તાં અલગ તું, હું, કદી,
લોક દુનિયાનાં નડ્યાનુ યાદ છે,

આપણાં તો છે સગા દુશ્મન અહીં,
શબ્દ જગનાં પણ ગળ્યાનું યાદ છે,

આ જગત,લોકો,સગા ને જાત વાદ,
સૌ સમું ત્યારે લડ્યાનું યાદ છે,

વેદના ક્યાં થઈ સહન વિરહ તણી ,
આપણે બે જણ રડ્યાનું યાદ છે,

જાય ના ક્યારેય પણ જો આબરું
ને અલગ માર્ગે વળ્યાંનું યાદ છે,

*_હર્ષ . " સાથી "_*

Wednesday 22 August 2018

એક કાવ્ય

એક દિન કે લિયે ઇતના જશન મનાતે હે,
પતા નહિ  પુરા સાલ યે લોગ કહાં જાતે હે?

ઉજડા સા લગતા હે બાગ પુરા સાલ,
અચાનક હી ઇતને ફૂલ ખીલ જાતે હૈ.

એ ભારત માં તેરે ઇતને લાલ,
એક દિન હી ક્યુ તેરે આંચલ મેં આતે હે?

એકદીન કે લિયે પ્યાર જતાતે હે,
ક્યુ અપને આપકો ભારતીય બતાતે હે?

એક હી બાગ કે ફૂલ હે સબ ફિર ભી,
ક્યુ આપસ મેં બૈર ફૈલાતે હે?

ચોબારો મેં ભારત માં કે નારે લગાતે હે,
વોહી પુરા સાલ ઉસે ક્યુ ભુલા જાતે હે?

ધીરજ ભાસળિયા
26 જાન્યુઆરી2018

ગીત

*બાબલો ઢાંઢો થયો*
                               
નોકરી ધંધો કાંય કરતો નથી
છોકરી કોઈ ગમાડતો નથી
   ભુરીબુન રાહુલ ઢાંઢો થયો છે

કપાળે ચાંદલો કરતો નથી
રાજતિલક નસીબમાં નથી
   ભુરીબુન બાબલો ઢાંઢો થયો છે

આમતો બહુ બોલતો નથી,
બોલી બાફયા વગર રહેતો નથી.
   ભુરીબુન બાબલો ઢાંઢો થયો છે.

મોટાઈના વેમમાં દાઢી કાઢતો નથી
ફાયદો એક વોટનો થતો નથી.
   ભુરીબુન બાબલો ઢાંઢો થયો છે.

ખાટલે બેઠયો શોભતો નથી
ખુરશીનો મોહ છોડતો નથી.
   ભુરીબુન બાબલો ઢાંઢો થયો છે.

બુદ્ધિશાળી બાબો માનતો નથી
ગુજરાતી એને ગમતો નથી
    ભુરીબુન બાબલો ઢાંઢો થયો છે

'રઘુ' વાંક આમ તો એનો નથી
બહુ લાડે બાબલો સુધરતો નથી
   ભુરીબુન બાબલો ઢાંઢો થયો છે.
~રઘુ રબારી (કોલાપુર) રાધનપુર

ગઝલ

*જાત તું ખોલ આયના સામે,*
*ને પછી બોલ તું બધા સામે.*

*જાણવું હોય સાચા જીવનને,*
*ઊઠ ને જો જરા શમા સામે.*

*ઝળહળે દીવો લોકની ભીતર,*
*તું છે ઊભો હજી શિલા સામે.*

*તોડ્યા બંધન તેં મારા માટે સૌ,*
*મૌન છું તારી આ વફા સામે.*

*સાથ આપ્યો મને તેં જીવનભર,*
*થઇ દફન મારી પણ જગા સામે.*

*ધર્મ નામે છો ચાલતા ઢોંગો,*
*વાત સંતાય ના ખુદા સામે.*

*કેફ 'ધબકાર'ને છે સુંદરતમ,*
*છું ફિદા તારી હર અદા સામે.*

*✍️ઉમેશ તામસે 'ધબકાર',*
     *વ્યારા (તાપી)*

ગઝલ

આ સમયને હું ન થંભાવી શકું,
તું કહે તો સહેજ લંબાવી શકું.

રોજ તો આવે નહીં એ જાણું છું,
શક્ય છે, ક્યારેક બોલાવી શકું.

એટલો અધિકાર દે, મારા સનમ !
ધારું ત્યારે દ્વાર ખખડાવી શકું.

ઝાંઝવા ક્યાં છું, સરોવર છું હું તો,
કોઈને હું કેમ તરસાવી શકું ?

આટલી છે વાત મારા હાથમાં,
સ્વપ્નમાં તુજને હું શોભાવી શકું.

વાત પૂરી જે ન સમજાણી મને,
એ જગતને કેમ સમજાવી શકું ?

‘રાજ’ મારી જેમ તરસ્યા થાય તો,
ઝાંઝવાને હું ય લલચાવી શકું.

–   ‘રાજ’ લખતરવી

ગઝલ

કેવું કૌતુક

વ્હેંચશોને ગોળધાણા?
એષણાઓના છે આણા!

નામ જેની પર લખેલું
એજ ના ઉગેલ દાણા!

શાળ તો ચાલી રહી છે
ક્યાં મળે છે તાણા વાણા?

પાટલા ઉઠી ગયા છે
ને રહ્યા પીરસેલ ભાણા!

મોત છે? ગાજો મરશિયા
પણ પછી ગાજો ય ગાણા!

આગ બૂઝાઈ રહી છે
સંકોરો આવીને છાણા!

કેવું કૌતુક, છે છલોછલ
માટલાં બન્નેય કાણા!

- હરિહર શુક્લ "હરિ"
  ૦૭-૦૯-૨૦૧૭ / ૨૧-૦૮-૨૦૧૮

ગઝલ

જૂની બોટલમાં શરાબ નવી લઈને આવે છે,
દિવસ નવો પણ યાદો જૂની લઈને આવે છે.

અંધકાર અને પ્રકાશને રાત દિવસ ગણીને,
જલદ સૂરજ કૂમળી સવાર લઈને આવે છે.

આમ આવી તરત રુક્ષતાથી જતા રહીને,
હવે  તો મૌન પણ તલવાર લઈને આવે છે.

દાસ બની રહ્યાં તો તકલીફો કાંઈ જ નહી,
નતમસ્તક બનીએ તો ધરાર લઈને આવે છે.

હું મૂફલીસીમાં દિલનો બહું જ ઉદાર છું,
કોઈ દિ જો ના બને તો કરાર લઈને આવે છે.

ગરજની આ દૂનીયામાં ગંદર્ભ બાપ થૈ જાશે,
ગામ વગરનાં અહી બસ તકરાર લઈને આવે છે.

ના રહે ગુમાનમાં એ બધા ઊતરી જ જશે,
"મયુર" નવા જીવનનો સાર લઈને આવે છે.

મયુર દરજી
વડોદરા

ગઝલ

પુરાવા માટે કબર  ખોદી  કાઢે છે લોક,
જૂઠના  સલીયાના શોધી કાઢે છે લોક.

બસ બધે ગાંધી વ્યવહાર સચવાય છે,
ને ગરીબને જ બહું  લોધી કાઢે છે લોક.

રોશનીઓ જગમગે છે કતરા લોહીતેલથી,
અહી વાણી સ્વાતંત્ર્યને બાંધી કાઢે છે લોક.

પાયમાલી કઈ નથી આ હજી શરુઆત છે!
પોતાના રોટલા શેકવા કઈ રાંધી કાઢે છે લોક.

આપણે નરમાશથી મૌન થૈ જોયા કર્યું,
દેશને ઝઘડાડવા કોઈપણ આંધી કાઢે છે લોક.

દેશ સેવક કોઈ પણ મુફલીસ હો કર નજર,
પોતાના જ પેટ માટે બધું સાંધી કાઢે છે લોક.

દેશનો નોકર બની બેઠા છે આજે શેઠ જો,
"મયુર" નમાલા થૈ સૌ ખુદની કાંધ કાઢે છે લોક.

મયુર દરજી
વડોદરા

ગઝલ

ગઝલ

કાફલો   આ   જાણકારો  લૂંટશે,
ફૂલનેયે     બાગબાનો    ચૂંટશે.

ખોલવા   છે  દ્વાર નેયે  પ્રેમથી,
બસ  હવે   તો આયખુંયે ખૂટશે.

ગીત  ગાવું  છે મને તો એમનું,
ગઝલ પોતે ઝાંઝ  આજે ફૂટશે.

કાયમી  છે લાગણીયે  એમની,
રણ  વચાળે  વીરડી  થૈ  ફૂટશે.

'કાંત 'નાયે ઓરતાં છે બોલકાં,
રોજ  રાતે ,કાન જાલી  પૂછશે.
                 ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

અછાંદસ

અસ્તિત્વ
આંગળીના વેઢે
       ઝટઝટ ફરતી
દાદીમાની માળામાં
      બાળકોની આંખો
      લાગણીના સ્મરણો
      રોજિંદા મીઠાં
      શ્વાસોના પગલાં
અને
    ઉજાસનો ઓડકાર છે
સંબંધોના જાળામાં
     બંધાયેલા
બધાના વિહ્વળ અસ્તિત્વમાં દાદીની ધબકતી હૂંફ છે
વાસા  પર ફરતો
    દાદીમાનો કંપતો હાથ છતાં
     આખું વંશ
      ધબકતું
ત્યારે થતું
     દાદીમા આ માળા
કેવી રીતે
      પકડતા હશે ?
         કિન્નરી એમ .દવે
           અમદાવાદ

અછાંદસ

વિકાસ
વિકાસ નો વિચાર કરવો ખૂબ અથૅ પૂણે સાબિત થાય છે.
શું એકવીસ મી શતાબ્દી નું વિશ્વ પ્રેમ અને સૌંદર્યસભર હશે?
એમાં શું નદીઓ નું સંગીત અને સમુદ્ર નુ લહેરાતું સ્વપ્ન હશે?
શું નવી શતાબ્દી ના ચહેરા વિકાસ ની આશાઓ અને ઊર્જિત ની ઝંખના સભર ન ઝાંખી શકીએ?
શું આપણા સ્વપ્નો, અને આશાઓ આપણને લઈ જશે? લાગણીઓ કેરાં અવિનષ્ટ, સંબંધ સુધી?
શું નવો વિકાસ ને નવી આશાઓ ખૂબ લીલાછમ હશે? કે આપણે એમની આંગળી પકડી ને, કોઈ જલપરી ની પાંખો લઈ, વિશ્વ ના સાગર માં તરી શકીએ?
ફ્ક્ત જરૂર છે હ્રદય  બંધ દ્વાર ને, દરેક માટે ખુલ્લા મુકવાની,
નવી પેઢી ને કહો, રાજ્ય ના નવનિર્માણ કરનાર ને કહો, કે ભેદ ભાવ, ઊંચ - નીચ, ધમૅ - જાતિ, ગરીબ - તવંગર આ સવૅ ની માળા ગુંથીને, નાંખી દો ઓગણીસમી શતાબ્દી ના સમુદ્ર મા...
પછી જુઓ એક નવું વિશ્વ.....
નવી દુનિયા.....
જ્યારે સૌ ના હ્રદય નાં દ્વાર ખૂલશે,
ત્યારે જ આપણે ફૂલો અને આકાશ ના શ્વાસ ને સાંભળી શકીશું....
ને ઉગતા નવા તારલિયા ના તાપણાં માં જૂના ઝખ્મો ને બાળી નવા વિકાસ ના ઈતિહાસ રચશું.....
અંજના ગાંધી (મૌનું)
મુંબઈ

ગીત

આજ એક બન્યો છે એવો  બનાવ
કે એક મોબાઈલને આવ્યો છે તાવ

ચહેરો લાગે એવો કે હોય એને શોક
દુખડા આવી ગયા છે જાણે કે થોક
ઘર એવું લાગે કે પડી હોય હડતાલ
આજ એક બન્યો છે એવો  બનાવ

ઉતરી ગયો ચહેરો બીમાર હોય કોઈ
આંખ થઈ છે ભીની એને જોઈ જોઈ
ખૂણામાં બેઠો છે એ થૈ નરવસ સાવ
આજ એક બન્યો છે એવો બનાવ

કરે રિપેરિંગ ને જુવે એતો ફાડી ને આંખ
ચાલુ જોઈ ઊછળે આવી હોય અને પાંખ
ચહેરો હસી ઉઠે ને મટી ગ્યો બધો તણાવ
આજ એક બન્યો છે એવો  બનાવ

મોબાઈલ માં માણસ ખોવાઈ ગયો એવો
લાગે છે જાણે હોય એ સાવ મળદા જેવો
આદમીમાં મૌનછે માણસાઈ નો અભાવ
આજ એક બન્યો છે એવો  બનાવ
કે એક મોબાઈલને આવ્યો છે તાવ
વિનોદ ગુસાઈ મૌન

અછાંદસ

હું હિંદુ તું મુસલમાન ચાલ કરીએ આજ સમાધાન
હું ટોપી પહેરું તું સાફો બાંધ
મારો અલ્લા તારો રામ
ચાલ કરી નાખીએ આજ સમાધાન
એકમેકને વઢીએ શુકામ
તું ઇન્સાન હું પણ ઇન્સાન
નાહક નો આ ઝઘડો શુકામ
ચાલ કરીએ સમાધાન
મને જરૂર પડશે તારી
તને પણ જરૂર પડશે મારી
એક છે આપણું હિંદોસ્તાન
ચાલ ને કરીએ આજ સમાધાન
વોટબેંક ની રાજનીતિએ ખૂબ કરાવ્યા
અવળા કામ
હું હું ને તું તું કરવામાં વર્ષો બગડ્યા આમને આમ
હવે તો કરીએ દેશ નું કામ
ચાલ ને કરીએ આજ સમાધાન
સમસ્યાઓ લાખ પડી છે
પણ એની ક્યાં આપણને પડી છે
દેશ ભલે ને જાય ખાડામાં
આપણે તો રહેવું આપણાં વાડા માં
થવું જોઈએ બસ આપણું કામ
શુ કામ કરીએ સમાધાન???
બસ આજ વાતને ભૂલી એકવાર
એક મેક ના મૂલ્યો ને મૂલી એકવાર
ઇન્સાન છો ઇન્સાન ને કબૂલી એકવાર
ચાલ મારા ભેરુ આજ કરીજ નાખીએ સમાધાન...

આ ફક્ત હિન્દૂ કે મુસલમાન નહિ પરંતુ દરેક વ્યકિત ને લાગુ પડે છે

પ્રેરણા:-બેલીફ મેઈન એક્ઝામ(ટોપિક-સમસ્યાઓ)

તારીખ:-19-8-2018
ધીરજ ભાસળિયા

ગઝલ

મહેંદી લગાવી ઊભી છે ખુશાલી ,
સજાવી રુદીયે ઊભી છે ખુશાલી .

વસંતે અપાવી ફુલોની જુબાની ,
નવા પર્ણ ઓઢી ઊભી છે ખુશાલી .

અરીસે બતાવી અનોખી  તમન્ના ,
ઉદાસીની વચ્ચે  ઊભી છે ખુશાલી .

મુખવટો ઉતારી વદનથી જુઓ આ ,
જુદા થઈ કબર પર ઊભી છે ખુશાલી .

પ્રણયમાં હમેશાં વિજય સત્યનો છે ,
છતાં 'પલ્લું 'વિવાદે ઊભી છે ખુશાલી .

પલ્લુ...

ભજન

મૂળ રે વિનાનું કાયા ઝાડવું
          ઝાડવાને આવ્યા લખલૂટ પાન,
પાને રે પાને ફૂટ્યાં ફૂલડાં
           ફૂલડાંને રહ્યાં છે ઓધાન
મૂળ રે વિનાનું કાયા ઝાડવું.

પાંચ રે મહિને બાળ  અવતર્યું
           સૌએ પાડ્યા જુદા જુદા નામ,
  ચાર રે ગુરુને એણે સેવિયા    
           ઝળહળ જોયો રે વિશ્રામ.
મૂળ રે વિનાનું કાયા ઝાડવું.
અરધો નદીમાં ભીનો છાંયડો
            અરધો માટીમાં રજોટાય,
પંખીના મળાને જલચર પૂછતા
         આભ ત્યાંથી કેટલુંક દૂર થાય,
મૂળ રે વિનાનું કાયા ઝાડવું.

      જગન્નાથ રાજગુરુ    (મહુવા)

પ્રથમ પંક્તિ પ્રાચીન ભજનની

*************************